Venezuela Missile Attacks: વેનેઝુએલા પર મિસાઇલ એટેક, જાણો ભારતને શું થશે અસર?
- રાજધાની કારાકાસમાં સૈન્ય ઠેકાણાઓ પર શ્રેણીબદ્ધ બ્લાસ્ટ (Venezuela Missile Attacks)
- નૌકાદળના મથકોને નિશાન બનાવી મિસાઇલ હુમલા કરાયા
- અમેરિકા-વેનેઝુએલા વચ્ચે વધતા તણાવથી સ્થિતિ સ્ફોટક
- ભારતની તેલ અને ધાતુની આયાત પર સંકટના વાદળો
- રશિયા-યુક્રેન બાદ હવે વધુ એક યુદ્ધના ભણકારાથી ફફડાટ
Venezuela Missile Attacks : વેનેઝુએલાની રાજધાની કારાકાસ ફરી એકવાર ધડાકાઓના અવાજથી ધ્રૂજી ઉઠી છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કારાકાસમાં સૈન્ય ઠેકાણાઓ અને નૌકાદળના મથકોને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે. અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે વધતા રાજદ્વારી તણાવ વચ્ચે થયેલા આ હુમલાઓએ વૈશ્વિક સ્તરે ચિંતા જન્માવી છે. જોકે, આ ભૌગોલિક રાજકીય અસ્થિરતા વચ્ચે ભારત માટે વેનેઝુએલા સાથેના વ્યાપારિક સંબંધો ખૂબ જ નિર્ણાયક છે.
Venezuela Missile Attacks : ભારતની ઉર્જા સુરક્ષા અને વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ
વેનેઝુએલામાં ગમે તેટલી રાજકીય અસ્થિરતા હોય, પરંતુ ભારત માટે તે હંમેશા ક્રૂડ ઓઇલનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે. વર્ષ 2024 ના ડેટા મુજબ, ભારતે વેનેઝુએલા પાસેથી આશરે 1.76 અબજ ડોલરનું ખનિજ ઇંધણ અને તેલ આયાત કર્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી મોટી ભારતીય રિફાઇનરીઓ ઘણીવાર અહીંથી ડિસ્કાઉન્ટ ભાવે કાચું તેલ ખરીદે છે, જે ભારતની ઉર્જા સુરક્ષા માટે વરદાન સાબિત થાય છે.
Venezuela Missile Attacks : એલ્યુમિનિયમ અને ભંગાર ધાતુઓની આયાત
ઉર્જા ક્ષેત્ર સિવાય, વેનેઝુએલા ભારતને એલ્યુમિનિયમનો મોટો જથ્થો પૂરો પાડે છે. 2024 માં લગભગ 36.20 મિલિયન ડોલરનું એલ્યુમિનિયમ આયાત કરવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ ભારતના ઓટોમોબાઈલ અને કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં થાય છે. આ ઉપરાંત, ભારત ત્યાંથી મોટા પાયે સ્ક્રેપ મેટલ (લોખંડ અને તાંબાનો ભંગાર) પણ મંગાવે છે, જે રિસાયક્લિંગ ઉદ્યોગ માટે અત્યંત જરૂરી છે.
ઔદ્યોગિક કાચો માલ અને અન્ય વસ્તુઓ
ભારત વેનેઝુએલા પાસેથી પ્રોસેસ્ડ ધાતુઓ જેવી કે સ્ટીલ, ઝીંક અને લેડ પણ મંગાવે છે. ભલે ઓર્ગેનિક કેમિકલ્સ અને લાકડાના ઉત્પાદનોનો હિસ્સો વ્યાપારમાં ઓછો હોય, પરંતુ ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જરૂરિયાતો માટે વેનેઝુએલા એક વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે.
આ પણ વાંચો : વેનેઝુએલાને ટ્રમ્પે આખરે શા માટે બનાવ્યું નિશાન? અમેરિકાની માદુરોના ક્યા ખજાના પર છે નજર?


