વેનેઝુએલા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના પુત્રએ અમેરિકાને આપી આ ચેતવણી
- અમેરિકાની કાર્યવાહી માદુરોના પુત્રએ USને આપી ચેતવણી (Nicolas Maduro son warning to USA)
- નિકોલસ માદુરોના પુત્ર ગુએરાએ આપી અમેરિકાને આપી ચેતવણી
- ગુએરાએ ઓડિયો દ્વારા અમેરિકાને આપી ખાસ ચેતવણી
વેનેઝુએલામાં અમેરિકાએ સૈન્ય કાર્યવાહી કરી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમના પત્નીને બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા છે. આ ઘટના પર માદુરોના પુત્ર ગુએરાએ ઓડિયો સંદેશ દ્વારા પ્રતિક્રિયા આપી છે. તેણે અમેરિકાને ગંભીર ચેતવણી આપી છે.
રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના પુત્રએ કહી આ મોટી વાત
Nicolas Maduro son warning to USA : ગુએરાએ પોતાના પિતાને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે. તેણે આક્રોશ સાથે કહ્યું કે ઇતિહાસ જાહેર કરશે કે સાચા દેશદ્રોહી કોણ હતા. તેણે વધુમાં ઉમેર્યું કે, અમે સન્માન સાથે રસ્તા પર ઉતરીશું. અમેરિકા અમને નુકસાન પહોંચાડી શકે છે, પણ તે અમને હરાવી શકશે નહીં.અમેરિકાએ માદુરોના પુત્ર ગુએરા પર પણ ડ્રગ હેરફેરનો આરોપ લગાવ્યો છે. તેને "પ્રિન્સ" તરીકે સંબોધવામાં આવ્યો છે. 2020ના કેસમાં તેનું નામ નહોતું, પરંતુ હવે તેને આ કેસમાં ફસાવવામાં આવ્યો છે. ગુએરા માદુરોની પહેલી પત્ની એડ્રિયાનાનો પુત્ર છે.
આ ગંભીર આરોપ માદુરો પરિવાર પર લગાવવામાં આવ્યા
Nicolas Maduro son warning to USA : આરોપ મુજબ,માદુરો પરિવાર ડ્રગ હેરફેરથી ધનિક બન્યો છે. ગુએરા પર કોકેન આયાત કરવાનું અને મશીનગન રાખવાનું કાવતરું ઘડવાનો આરોપ છે. અમેરિકાના જણાવ્યા મુજબ, માદુરો સરકાર દાયકાઓથી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવે છે. આ કાવતરામાં માદુરોની પત્ની અને પુત્ર બંને સામેલ હોવાનો દાવો કરાયો છે.માદુરો પરિવાર પર નાર્કો-આતંકવાદી જૂથો સાથે મળીને કામ કરવાનો આરોપ છે. તેઓ વેનેઝુએલાથી હોન્ડુરાસ અને મેક્સિકો જેવા દેશોમાં કોકેન મોકલતા હતા. ગુએરા હાલમાં વેનેઝુએલાની રાષ્ટ્રીય સભાનો સભ્ય છે. તે નાની ઉંમરથી જ રાજકારણમાં સક્રિય છે. તે નેશનલ ફિલ્મ સ્કૂલના વડા પણ રહી ચૂક્યા છે.ગુએરાએ નિવેદનમાં કહ્યું કે અમેરિકાનું આક્રમણ ગેરકાયદેસર છે. આ યુએન ચાર્ટરના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. વેનેઝુએલા આ સૈન્ય હુમલાની સખત નિંદા કરે છે.
માદુરોનો પુત્ર કોણ છે?
21 જૂન, 1990 ના રોજ જન્મેલા, માદુરોનો પુત્ર યુનાઇટેડ સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ વેનેઝુએલાનો સભ્ય છે. તેમણે નાની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો. જ્યારે તેમના પિતા 2013 માં રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમને ખાસ રાષ્ટ્રપતિ નિરીક્ષણોનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ નેશનલ ફિલ્મ સ્કૂલના વડા પણ બન્યા અને વેનેઝુએલાની રાષ્ટ્રીય સભાના ડેપ્યુટી છે. નિકોલાસિટો એક સંગીતકાર પણ છે."વેનેઝુએલા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સરકાર દ્વારા કરવામાં આવેલા ગંભીર લશ્કરી આક્રમણને નકારી કાઢે છે અને તેની નિંદા કરે છે, જે યુએન ચાર્ટરના કલમ 1 અને 2 નું સ્પષ્ટ ઉલ્લંઘન છે, જે સાર્વભૌમત્વ, રાજ્યોની કાનૂની સમાનતા અને બળના ઉપયોગ પર પ્રતિબંધનો આદર કરે છે," માદુરોના પુત્રએ તેના પિતાને યુએસ દળો દ્વારા પકડાયા પછી એક નિવેદનમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય દીકરીની ઘાતકી હત્યા! હત્યારો પ્રેમી ભારતમાંથી ઝડપાયો


