Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Venezuela Corina Machado: વેનેઝુએલામાં થશે સત્તા પરિવર્તન! આ નોબેલ વિજેતા મહિલા બનશે રાષ્ટ્રપતિ!

અમેરિકાએ વેનેઝુએલાના 6 સૈન્ય ઠેકાણાઓ પર ભીષણ એરસ્ટ્રાઇક કરી રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરતા વિશ્વભરમાં સનસનાટી મચી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ ઓપરેશનને સફળ જાહેર કર્યું છે. આ સત્તા પલટા બાદ હવે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડો વેનેઝુએલાના નવા રાષ્ટ્રપતિ બને તેવી પ્રબળ શક્યતા છે. અમેરિકાની આ આક્રમક કાર્યવાહીથી લેટિન અમેરિકાના રાજકારણમાં એક નવો યુગ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે.
venezuela corina machado   વેનેઝુએલામાં થશે સત્તા પરિવર્તન  આ નોબેલ વિજેતા મહિલા બનશે રાષ્ટ્રપતિ
Advertisement
  • અમેરિકાએ વેનેઝુએલા પર કરી સૈન્ય કાર્યવાહી (Venezuela Corina Machado ) 
  • વેનેઝુએલામાં થશે હવે સત્તા પરિવર્તન
  • કોરિના મચાડો વેનેઝુએલાના રાષ્ટ્રપતિ બની શકે છે

અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની પર એરસ્ટ્રાઇક કરીને સમગ્ર દુનિયાને ચોકાવી દીધી છે. અમેરિકાએ વેનેઝુએલાના છ લશ્કરી ઠેકાણા પર હુમલા કર્યા હતા. આ હુમલા બાદ અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો અને તેની પત્નીની ધરપકડ કરી દેવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિએઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલામાં કાર્યવાહીને સફળ જાહેર કરી છે. જોકે, અમેરિકા આ ​​હુમલા અંગે પ્રેસ કોન્ફરન્સ કરશે અને વેનેઝુએલા પરના હુમલાની વિગતો જાહેર કરવામાં આવશે. અમેરિકાએ એમ પણ કહ્યું હતું કે આ કાર્યવાહીમાં કોઈ અમેરિકન માર્યો ગયો નથી. વેનેઝુએલાને લઇને મોટા સમાચાર પણ સામે આવ્યા છે. અમેરિકા વેનેજુએલામાં સત્તા પરિવર્તન કરાવીને  કોરિના મચાડો વેનેઝુએલાના રાષ્ટ્રપતિ બનાવી શકે છે.ગયા વર્ષે  તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો.

Venezuela Corina Machado president વેનેઝુએલામાં થશે સત્તાપરિવર્તન

અમેરિકાએ સૈન્ય કાર્યવાહી દ્વારા વેનેઝુએલામાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમેરિકી વાયુસેનાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિતના વિસ્તારોમાં કુલ છ વ્યૂહાત્મક લશ્કરી ઠેકાણાઓ પર ભીષણ એરસ્ટ્રાઇક કરી છે. આ ઓપરેશન બાદ સૌથી ચોંકાવનારા સમાચાર એ સામે આવ્યા છે કે અમેરિકી દળોએ વેનેઝુએલાના વિવાદાસ્પદ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરી લીધી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સૈન્ય કાર્યવાહીને સંપૂર્ણપણે સફળ જાહેર કરી છે. વ્હાઇટ હાઉસના સૂત્રો મુજબ, આ હુમલાઓમાં માદુરોની સુરક્ષા કવચને તોડી પાડવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર ઓપરેશનમાં કોઈ પણ અમેરિકી સૈનિક જાનહાનિ પામ્યો નથી. અમેરિકા હવે ટૂંક સમયમાં એક મોટી પ્રેસ કોન્ફરન્સ યોજશે, જેમાં આ એરસ્ટ્રાઇકના પુરાવા અને માદુરોની અટકાયત અંગેની વિસ્તૃત વિગતો જાહેર કરવામાં આવશે.

Advertisement

Advertisement

Venezuela Corina Machado president આ મહિલા બની શકે છે  વેનેઝુએલાની રાષ્ટ્રપતિ!

ઉલ્લેખનીય છે કે વેનેઝુએલામાં સત્તાપલટો થઇ જશે. હવે માદુરાના સ્થાને નવા રાષ્ટ્રપતિ તરીકે મારિયા કોરિના મચાડોનું નામ ચર્ચામાં છે. વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડો દેશના નવા રાષ્ટ્રપતિ બની શકે છે. ઉલ્લેખનીય છે કે, મચાડોને ગત વર્ષે તેમના લોકશાહી મૂલ્યો અને શાંતિ માટેના પ્રયાસો બદલ 'નોબેલ શાંતિ પુરસ્કાર' થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની સંભવિત નિમણૂક વેનેઝુએલામાં એક નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે.

નોંધનીય છે કે વૈશ્વિક અસરો અને ભૌગોલિક તણાવ લેટિન અમેરિકાના ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ ઘટના છે. રશિયા અને ચીન જેવા માદુરોના સાથી દેશો આ મામલે કેવો પ્રતિભાવ આપે છે તેના પર સમગ્ર વિશ્વની નજર છે. વેનેઝુએલાની જનતા છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટ અને તાનાશાહી સામે લડી રહી હતી, ત્યારે અમેરિકાના આ આકરા પગલાએ વૈશ્વિક રાજકારણના સમીકરણો બદલી નાખ્યા છે. આ હુમલા બાદ દક્ષિણ અમેરિકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો: US Airstrike on Venezuela: વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો અને તેમની પત્નીની હવે એમેરિકાની કેદમાં!

Tags :
Advertisement

.

×