ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bangladesh માં ફરી હિંસા ભડકી? હુમલાખોરોએ શેખ મુજીબુરરહેમાનના ઘરને લગાવી આગ,જુઓ Video

બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ભડકી શેખ મુજીબુરરહેમાનના ઘરમાં પર લગાવી આગ ઘટના દરમિયાન સુરક્ષા દળોની ટીમ ગાયબ હતી Bangladesh Violence:ભારતના પાડોશી દેશથી ભારે હિંસાના અહેવાલો આવી રહ્યા છે.બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા (Bangladesh Violence)  ફાટી નીકળી. 6 ફેબ્રુઆરીએ આવામી લીગના...
08:11 AM Feb 06, 2025 IST | Hiren Dave
બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ભડકી શેખ મુજીબુરરહેમાનના ઘરમાં પર લગાવી આગ ઘટના દરમિયાન સુરક્ષા દળોની ટીમ ગાયબ હતી Bangladesh Violence:ભારતના પાડોશી દેશથી ભારે હિંસાના અહેવાલો આવી રહ્યા છે.બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા (Bangladesh Violence)  ફાટી નીકળી. 6 ફેબ્રુઆરીએ આવામી લીગના...
Bangladesh Violence

Bangladesh Violence:ભારતના પાડોશી દેશથી ભારે હિંસાના અહેવાલો આવી રહ્યા છે.બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા (Bangladesh Violence)  ફાટી નીકળી. 6 ફેબ્રુઆરીએ આવામી લીગના પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન પહેલા રાજધાની ઢાકા સહિત બાંગ્લાદેશના અનેક શહેરોમાં હિંસા ફાટી નીકળી છે. ઢાકાના ધાનમંડી વિસ્તારમાં સ્થિત શેખ મુજીબુરરહેમાનના ઘર પર પ્રદર્શનકારીઓએ હુમલો કરી દીધો છે.

ઘટના દરમિયાન સુરક્ષા દળોની ટીમ થઈ ગાયબ

હુમલાખોરો બુલડોઝર લઈને આવ્યા હતા. મોટી સંખ્યામાં પહોંચેલા પ્રદર્શનકારીઓએ પહેલા તેમના ઘરમાં તોડફોડ કરી અને પછી આગ લગાવી દીધી. તેઓએ શેખ મુજીબુરરહેમાનના ઘરને આગ લગાવી દીધી. આ ઘટના દરમિયાન સુરક્ષા દળોની ટીમ ગાયબ હતી. આ હુમલો વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરવામાં આવ્યો હતો. હજારો આવામી લીગ સમર્થકો, કાર્યકરો અને નેતાઓની ધરપકડ કરવામાં આવી છે.

વિદ્યાર્થી સંગઠનોએ આવામી લીગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી

જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરીએ શેખ હસીનાની પાર્ટી આવામી લીગે તેના કાર્યકરો અને નેતાઓને રસ્તા પર ઉતરવાની અપીલ કરી હતી. આવામી લીગના પ્રદર્શન પહેલા જ વિદ્યાર્થીઓ ઉશ્કેરાઈ ગયા અને ભારે હોબાળો મચાવ્યો. વિદ્યાર્થી સંગઠનોએ આવામી લીગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. હુમલાખોરો પોતાની સાથે બુલડોઝર પણ લાવ્યા હતા. આવામી લીગ ગુરુવારે બાંગ્લાદેશમાં પરિવહન વ્યવસ્થા બંધ કરવાની અને હાઇવે સહિત અનેક શહેરોને બ્લોક કરવાની તૈયારી કરી રહી હતી. મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વર્તમાન વચગાળાની સરકાર અને આવામી લીગના નેતાઓ અને કાર્યકરો સામેની હિંસાના વિરોધમાં આવામી લીગે મોટા પાયે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું.

આ પણ  વાંચો- Plane Crash:જાપાનમાં 142 મુસાફરોનો જીવ તાડવે ચોટ્યો! 2 વિમાન ધડાકાભેર અથડાયા

બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ગંભીર

આવામી લીગના પ્રદર્શનના એક દિવસ પહેલા જ બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ. અહેવાલ મુજબ, મોડી રાત્રે હજારો વિરોધીઓ ગેટ તોડીને બળજબરીથી શેખ મુજીબુર્રહમાનના ઘરની અંદર ઘૂસી ગયા. હુમલાખોરોએ લાકડીઓ વડે ઘર તોડફોડ કરી અને પછી તેને આગ ચાંપી દીધી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા. માહિતી અનુસાર, આ વિરોધ પૂર્વ વડા પ્રધાન શેખ હસીના દ્વારા આપવામાં આવેલા ઓનલાઈન ભાષણના જવાબમાં શરૂ થયો છે. આ ઘટનાને લઈને ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં વિરોધીઓ જોવા મળી રહ્યા છે.

આ પણ  વાંચો- USA: આ માણસને 475 વર્ષની જેલ થઈ, અમેરિકામાં સનસનાટી મચાવી, જાણો તેનો ગુનો!

પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી

પ્રદર્શનકારીઓએ બદલો લેવા માટે ધાનમંડી 32માં બુલડોઝર કૂચ કરવાની યોજના જાહેર કરી હતી. જોકે શરૂઆતમાં તેઓએ રાત્રે 9 વાગ્યે બુલડોઝરથી ઘર તોડી પાડવાની ધમકી આપી હતી, પરંતુ પ્રદર્શનકારીઓએ તેમની યોજના બદલી નાખી અને રાત્રે 8 વાગ્યા સુધીમાં પહોંચી ગયા. તેઓ રેલીના રૂપમાં નિવાસસ્થાને પહોંચ્યા અને મુખ્ય દરવાજો તોડીને અંદર ઘૂસી ગયા અને મોટા પાયે તોડફોડ કરી. જણાવી દઈએ કે ગુરુવારે આવામી લીગે તેના નેતાઓ અને કાર્યકરોને સતર્ક રહેવા અને વિરોધ પ્રદર્શન કરવાની અપીલ કરી હતી. આવામી લીગના નેતાઓ અને કાર્યકરો પરિવહન વ્યવસ્થા અને હાઇવે સહિત અનેક શહેરો બંધ કરવાના હતા. મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની સરકાર દ્વારા આવામી લીગના નેતાઓ અને કાર્યકરો સામે ચાલી રહેલી હિંસાના વિરોધમાં આ પ્રદર્શન થવાનું હતું, પરંતુ વિદ્યાર્થીઓએ એક દિવસ પહેલા જ તેનો વિરોધ શરૂ કરી દીધો.

Tags :
BangladeshBangladesh violencefireHasinaSheikh Hasina speechsheikh mujibur rahmanvandalism
Next Article