શિંદેએ વિરાટ કોહલીના કર્યા વખાણ
મુલાકાત બાદ એકનાથ શિંદેએ વિરાટ કોહલીને ખૂબ જ મિલનસાર વ્યક્તિ ગણાવ્યા હતા. શિંદેના જણાવ્યા અનુસાર, વિરાટને તેમની લંડનમાં હાજરીની જાણ થતાં તેઓ ખાસ મુલાકાત માટે આવ્યા હતા. બંને અગાઉ પણ મળી ચૂક્યા છે, પરંતુ આ વખતે થયેલી સીધી વાતચીતથી શિંદેએ ખુશી વ્યક્ત કરી હતી.
મહારાષ્ટ્રના વિકાસની થઈ ચર્ચા
શિંદેએ મહારાષ્ટ્રની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને Infrastructure Projects અંગે વિરાટ સાથે વાત કરી હતી. એરપોર્ટ નજીકના 'Third Mumbai'ના વિકાસ ઉપરાંત Atal Setu, Balasaheb Thackeray Samruddhi Mahamarg, Coastal Road અને Metro Projects સહિત શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રની પહેલોની પણ ચર્ચા થઈ હતી.
નવી પેઢીના ખેલાડીઓ પર ફોકસ
મુલાકાત દરમિયાન યુવાનોને વિવિધ સ્પર્ધાઓ માટે તૈયાર કરવા અને તેમની પ્રતિભાને યોગ્ય તક આપવાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. શિંદેના જણાવ્યા પ્રમાણે, વિરાટે યુવા ટેલેન્ટને વિકસાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. આ વિચારોનો મહારાષ્ટ્ર અને દેશ બંનેને લાભ થઈ શકે છે.
ODIમાં વિરાટનો શાનદાર રેકોર્ડ
આ વર્ષે વનડે ક્રિકેટમાં વિરાટે છ ઇનિંગ્સમાં 64ની સરેરાશથી 384 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. તાજેતરની ઇંગ્લેન્ડ સામેની ODI સિરીઝમાં પણ વિરાટે ત્રણ ઇનિંગ્સમાં 144 રન બનાવ્યા હતા.
15 હજાર ODI રનથી માત્ર 59 રન દૂર
314 વનડેમાં વિરાટ કોહલીએ 302 ઇનિંગ્સમાં 58.59ની સરેરાશથી 14,941 રન બનાવ્યા છે. તેમના નામે 54 સદી અને 79 અડધી સદી છે. હવે વનડેમાં 15,000 રનનો આંકડો પાર કરવા માટે તેમને માત્ર 59 રનની જરૂર છે.
આ પણ વાંચો: Tarnetar Fair 2026: રેન્જ IG નિર્લિપ્ત રાય પહોંચ્યા તરણેતર: 2500 જવાનોના બંદોબસ્તનું કર્યું મોનિટરિંગ