Trump hand bruise : એક ફોટો, અનેક સવાલ: ટ્રમ્પના હાથ પર ઘા કેમ?
- Trump hand bruise : અમેરિકન રાષ્ટ્રપતિ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં રહ્યાં હાજર
- તેમના હાથ પર જોવા મળ્યો રહસ્યમય ઘા
- ટ્રમ્પે પત્રકાર પરિષદમાં નિશાનનું રહ્યસ્ય ઉજાગર કર્યું
Trump hand bruise : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તાજેતરમાં દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં હાજરી આપી હતી. આ સમય દરમિયાન, ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગ ફરી એક સવાલો ઉભા થયા છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન ટ્રમ્પના હાથ પર બ્રુજ ( નિશાન) જોવા મળ્યું હતું. આનાથી 79 વર્ષીય રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય અંગે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.
ઉલ્લેખનીય છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ડાબા હાથ પર નવા અને સ્પષ્ટ રીતે દેખાતા બ્રુજ ( નિશાન) અંગેના પ્રશ્નોને ફગાવી દીધા, અને કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી.
મળતી માહિતી અનુસાર દાવોસ સમિટથી પરત ફરતી વખતે પત્રકારો સાથે વાત કરતા, ટ્રમ્પે કહ્યું કે આ નિશાન ( બ્રુજ )એક નાના અકસ્માતનું પરિણામ હતું. તેમણે કહ્યું, "મારો હાથ ટેબલ પર અથડાયો." તેમણે એ પણ સમજાવ્યું કે તેમણે પછી ક્રીમ લગાવી હતી. લાંબી ઉડાન પછી તેમને કેવું લાગ્યું તે પૂછવામાં આવ્યું ત્યારે રાષ્ટ્રપતિએ જવાબ આપ્યો, "હું બિલકુલ ઠીક છું."
Trump hand bruise : હાથ પર જોવા મળ્યું નિશાન ?
યુએસ રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે તેમના હાથ પર બ્રુજનું એક કારણ એસ્પિરિનનું નિયમિત સેવન છે. તેમનું માનવું છે કે એસ્પિરિન બ્રુજનું જોખમ વધારે છે. તેમણે કહ્યું, "હું વધારે એસ્પિરિન લઉં છું. જ્યારે તમે વધારે એસ્પિરિન લો છો, ત્યારે તેઓ કહે છે કે તેનાથી નિશાન સરળતાથી થાય છે."
ટ્રમ્પના જણાવ્યા મુજબ, તેમના ડૉક્ટરે તેમને સલાહ આપી છે કે આટલી મોટી માત્રામાં દવા લેવી જરૂરી નથી. ટ્રમ્પે કહ્યું, "ડોક્ટરે મને કહ્યું, 'સાહેબ, તમને તેની જરૂર નથી, તમે ખૂબ સ્વસ્થ છો.' પરંતુ મેં કહ્યું, 'હું કોઈ જોખમ લેવા માંગતો નથી.'"
The White House just released a statement on Trump’s extremely discolored hand:
“At the Board of Peace event today in Davos, President Trump hit his hand in the corner of the signing table, causing it to bruise.” pic.twitter.com/ZAuGZiVMzd
— No Lie with Brian Tyler Cohen (@NoLieWithBTC) January 22, 2026
વ્હાઇટ હાઉસે પણ જવાબ આપ્યો
વ્હાઇટ હાઉસે પણ ટ્રમ્પના સ્વાસ્થ્ય વિશેના પ્રશ્નોના જવાબ આપ્યા છે. વ્હાઇટ હાઉસે અગાઉ પુષ્ટિ કરી હતી કે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં શાંતિ બોર્ડના હસ્તાક્ષર સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના હાથને ઇજા થઈ હતી. પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પનો હાથ ટેબલના ખૂણા પર અથડાયો હતો, જેના કારણે નિશાન થયું છે."
આ પણ વાંચો: Bomb Threat: ફરી એકવાર અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી


