Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vladimir Putin ક્યારેય ઘરડા નહીં થાય ? એન્ટિ-એજિંગના ગજબના પ્લાન પર કામ કરી રહી છે પુતિનની દીકરી!

રશિયાના રાષ્ટ્રપતિ Vladimir Putin ઉંમરને માત આપી કાયમ યુવાન રહેવા અને આયુષ્ય લંબાવવાના $26 Billion ના એક અત્યંત ગુપ્ત પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. 'ન્યૂ હેલ્થ પ્રિઝર્વેશન ટેકનોલોજીસ' નામના આ મિશન હેઠળ 3D બાયોપ્રિન્ટિંગ દ્વારા માનવ અંગો વિકસાવવામાં આવી રહ્યા છે. આ અતિ મહત્વકાંક્ષી રિસર્ચ પ્રોગ્રામનું નેતૃત્વ પુતિનની દીકરી મારિયા વોરોન્તસોવા સંભાળી રહી છે.
vladimir putin ક્યારેય ઘરડા નહીં થાય   એન્ટિ એજિંગના ગજબના પ્લાન પર કામ કરી રહી છે પુતિનની દીકરી
Advertisement

Vladimir Putin Anti Aging : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) હંમેશા પોતાની ફિટનેસ અને પાવરફુલ ઈમેજ માટે દુનિયાભરમાં જાણીતા રહ્યા છે. ક્યારેક ઘોડેસવારી તો ક્યારેક આઈસ હોકી રમતા પુતિનની તસવીરો વાયરલ થતી હોય છે. પરંતુ હાલમાં સામે આવેલા એક આંતરરાષ્ટ્રીય અહેવાલે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર, પુતિન માત્ર ફિટ રહેવા પૂરતા સીમિત નથી, પરંતુ તેઓ હવે ઉંમરને માત આપીને માનવ જીવનને લંબાવવાના અને અમરત્વ મેળવવાના અત્યંત ગુપ્ત વૈજ્ઞાનિક પ્રયોગોમાં ઊંડો રસ લઈ રહ્યા છે.

Vladimir Putin Anti Aging :  $26 Billion નું મેગા પ્રોજેક્ટ

રિપોર્ટ અનુસાર, રશિયાએ એક રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કર્યો છે જેને 'ન્યૂ હેલ્થ પ્રિઝર્વેશન ટેકનોલોજીસ' (New Health Preservation Technologies) નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 26 અબજ ડોલરનું આંધણ કરવામાં આવી રહ્યું છે:

Advertisement

  • મુખ્ય હેતુ: એવી અત્યાધુનિક તકનીકો વિકસાવવી જેનાથી માણસની ઉંમર વધારી શકાય અને શરીરના ક્ષતિગ્રસ્ત કે ખરાબ થઈ ગયેલા અંગોને આસાનીથી બદલી શકાય.

    Advertisement

  • પુતિન-જિનપિંગની ગુપ્ત વાતચીત: ગત વર્ષે ચીનમાં એક સૈન્ય પરેડ દરમિયાન પુતિન અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આ મુદ્દે રસપ્રદ વાતચીત થઈ હતી. પુતિને કહ્યું હતું કે, "માનવ અંગોનું સતત ટ્રાન્સપ્લાન્ટેશન કરીને માણસને કાયમ યુવાન અને કદાચ અમર (Immortal) પણ બનાવી શકાય છે." જેના જવાબમાં જિનપિંગે દાવો કર્યો હતો કે સદીના અંત સુધીમાં માણસનું આયુષ્ય 150 વર્ષ સુધી પહોંચી શકે છે.

લેબમાં તૈયાર થઈ રહ્યા છે માણસના અંગો!

રશિયાના આ પ્રોજેક્ટમાં મુખ્યત્વે બે ક્રાંતિકારી ટેકનોલોજી (Anti Aging Technology) પર રાત-દિવસ કામ ચાલી રહ્યું છે:

  1. બાયોપ્રિન્ટિંગ (Bioprinting): આ ટેકનોલોજીમાં 3D પ્રિન્ટરની મદદથી જીવંત કોષો દ્વારા માનવ અંગો તૈયાર કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેઓ કાર્ટિલેજ અને ઉંદરની થાઈરોઈડ ગ્રંથિ જેવી રચનાઓ સફળતાપૂર્વક બનાવી ચૂક્યા છે.

  2. જીન મોડિફાઈડ પિગ્સ: જિનેટિકલી મોડિફાઈડ મિની-પિગ્સની અંદર માનવ અંગો વિકસાવવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં જરૂર પડ્યે તેને માણસમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય. રશિયાનો ટાર્ગેટ વર્ષ 2030 સુધીમાં આ પ્રક્રિયાને સામાન્ય બનાવવાનો છે.

પુતિનની પુત્રી સંભાળી રહી છે કમાન્ડ

આ અત્યંત સંવેદનશીલ અને મહત્વકાંક્ષી રિસર્ચ પ્રોગ્રામનું નેતૃત્વ પુતિનના સૌથી ભરોસાપાત્ર લોકો કરી રહ્યા છે. જેમાં પુતિનની પોતાની પુત્રી મારિયા વોરોન્તસોવા (Maria Vorontsova) સામેલ છે, જે પોતે મેડિકલ રિસર્ચ અને એન્ડોક્રિનોલોજી સાથે જોડાયેલા સરકારી પ્રોગ્રામોની દેખરેખ રાખે છે. તેમની સાથે મિખાઈલ કોવાલ્ચુક પણ આ દીર્ઘાયુ વ્યુહરચનાના મુખ્ય આર્કિટેક્ટ તરીકે કામ કરી રહ્યા છે.

વૈજ્ઞાનિકોના સવાલો: જો કે, રશિયા છોડી ચૂકેલા વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર ઓસ્ટ્રોવ્સ્કી જેવા નિષ્ણાતો આ પ્રોજેક્ટ પર સવાલો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે વૈજ્ઞાનિક પુરાવા અને પબ્લિશ રિઝલ્ટ્સ વિના આ માત્ર એક મહત્વાકાંક્ષી સપનું છે. કેટલાક વૈજ્ઞાનિકો માત્ર મોટી ફંડિંગ મેળવવા માટે પુતિનને એ જ વાતો કહી રહ્યા છે જે સાંભળવી રશિયન રાષ્ટ્રપતિને ગમે છે.

આ પણ વાંચો : હોર્મુઝ સ્ટ્રેટને લઇને ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો આદેશ, અમેરિકી નેવી હટાવશે નાકાબંધી

Tags :
Advertisement

.

×