ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Indonesia માં ફરીવાર ફાટ્યો જ્વાળામુખી, લાવા 10 કિમી ઊંચાઈએ ઉછળ્યો

Indonesia Volcano Blast: ઈન્ડોનેશિયાના ઈસ્ટ નુસા તેંગારા પ્રાંતમાં સ્થિત માઉન્ટ લેવોટોબી લાકી-લાકી જ્વાળામુખીમાં મંગળવારે (17 જૂન) સાંજે જબરદસ્ત ધમાકો થયો, જેનાથી 11 કિલોમીટર ઊંચા રાખના વાદળ આકાશમાં ફેલાઈ ગયા હતા. દેશની જ્વાળામુખી વિજ્ઞાન એજન્સીએ આ વિસ્ફોટ બાદ જ્વાળામુખી માટે સૌથી...
07:19 PM Jun 18, 2025 IST | Hiren Dave
Indonesia Volcano Blast: ઈન્ડોનેશિયાના ઈસ્ટ નુસા તેંગારા પ્રાંતમાં સ્થિત માઉન્ટ લેવોટોબી લાકી-લાકી જ્વાળામુખીમાં મંગળવારે (17 જૂન) સાંજે જબરદસ્ત ધમાકો થયો, જેનાથી 11 કિલોમીટર ઊંચા રાખના વાદળ આકાશમાં ફેલાઈ ગયા હતા. દેશની જ્વાળામુખી વિજ્ઞાન એજન્સીએ આ વિસ્ફોટ બાદ જ્વાળામુખી માટે સૌથી...
Indonesia Volcano Blast

Indonesia Volcano Blast: ઈન્ડોનેશિયાના ઈસ્ટ નુસા તેંગારા પ્રાંતમાં સ્થિત માઉન્ટ લેવોટોબી લાકી-લાકી જ્વાળામુખીમાં મંગળવારે (17 જૂન) સાંજે જબરદસ્ત ધમાકો થયો, જેનાથી 11 કિલોમીટર ઊંચા રાખના વાદળ આકાશમાં ફેલાઈ ગયા હતા. દેશની જ્વાળામુખી વિજ્ઞાન એજન્સીએ આ વિસ્ફોટ બાદ જ્વાળામુખી માટે સૌથી ખતરનાક ચેતવણી સ્તર જાહેર કરી દીધી છે.

શું છે માઉન્ટ લેવોટોબી લાકી-લાકી?

લેવોટોબી લાકી-લાકી ઈન્ડોનેશિયાની એક 1584 મીટર ઊંચો જ્વાળામુખી છે, જે ફ્લોરેસ દ્વીપ પર સ્થિત છે.આ જ્વાળામુખી એક જૂડવા પ્રણાલીનો ભાગ છે. બીજો જ્વાળામુખી લેવોટોબી પેરંપુઆન જે થોડો વધારે ઊંચો છે પરંતુ, સામાન્ય તે રૂપે શાંત રહે છે. સ્થાનિક સમયાનુસાર, સાંજે 5:35 વાગ્યે માઉન્ટ લેવોટોબી લાકી-લાકીમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કેસરી રંગનો એક વિશાળ મશરૂમ જેવો આકાર લઈને રાખનું વાદળ ગામડાઓની ઉપર ફેલાઈ ગયું. ઈન્ડોનેશિયાની જ્વાળામુખી એજન્સી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં આ નજારો સ્પષ્ટરૂપે જોઈ શકાય છે. જોકે, હજુ સુધી કોઈપણ પ્રકારના હવાઈ પરિવહનમાં રૂકાવટની સૂચના નથી મળી. નોંધનીય છે કે, માર્ચમાં થયેલા વિસ્ફોટના સમયે ઓસ્ટ્રેલિયાની જેટસ્ટાર અને ક્વાંટાસ એરવેઝ સહિત અનેક ફ્લાઇટ્સને બાલી જતા રોકવામાં આવી હતી.

આ પણ  વાંચો -Israel Iran War : ઈઝરાયલે મોટી ભૂલ કરી, તેની સજા મળશે:ઈરાન

કેમ વધારી ચેતવણી?

ઈન્ડોનેશિયાની ભૂ-વૈજ્ઞાનિક એજન્સીના પ્રમુખ મોહમ્મદ વાફિદે જણાવ્યું કે, 'ભારે વરસાદની સ્થિતિમાં લાવા વહેવાનું જોખમ વધી શકે છે. જેના કારણે તંત્રએ નાગરિકો અને પ્રવાસીઓને જ્વાળામુખી ક્રેટરથી ઓછામાં ઓછા 7 કિલોમીટરની દૂરી જાળવી રાખવાની સલાહ આપી છે.'મે મહિનામાં જ્યારે આ જ્વાળામુખી છેલ્લીવાર ફાટ્યો હતો, ત્યારે પણ આ પ્રકારની ચેતવણી આપવામાં આવી હતી. નવેમ્બર 2023માં થયેલા વિસ્ફોટમાં 9 લોકોના મોત નિપજ્યા હતા અને હજારો લોકોએ પોતાના ઘર છોડીને સુરક્ષિત જગ્યાએ ભાગવું પડ્યું હતું.

આ પણ  વાંચો -G7 Summit : વડાપ્રધાન મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે કરી વિશદ ચર્ચા-વિચારણા

કેમ આટલો સક્રિય છે આ વિસ્તાર?

ઈન્ડોનેશિયા 'પેસિફિક રિંગ ઑફ ફાયર' પર સ્થિત છે. જે ધરતીનું એ ક્ષેત્ર છે, જ્યાં ભૂગર્ભીય પ્લેટ્સની હલચલ સૌથી વધારે થાય છે. જેના કારણે અહીં ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ સામાન્ય છે.

અત્યારે શું છે સ્થિતિ?

હાલ કોઈ જાનહાનિની માહિતી નથી. તંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જોકે, હવામાન અને હવાની દિશા બદલાતા રાખનું વાદળ પર્યાવરણને પ્રભાવિત કરી શકે છે.

Tags :
Flights cancelledIndonesia Volcano eruptslava and ash clouds rise to height of 10 kilometers
Next Article