US Jet Shot Down In Iran: યુદ્ધવિમાન તૂટયાની અમેરિકાએ પુષ્ટિ કરી, ઈરાનમાં સર્ચ ઓપરેશન
. પાયલટને બચાવવા માટે અમેરિકાની સ્પેશિયલ ફોર્સ ઈરાનના ખુજેસ્તાન પ્રાંતમાં ઉતરી
. અમેરિકાના કમાન્ડોઝ અને IRGC વચ્ચે ફાયરિંગના અહેવાલ
. ઈરાની મીડિયા ઈનામ જાહેર કરી પાયલટને પકડવાની અપીલ કરી
US Jet Shot Down In Iran: મિડલ - ઈસ્ટ (Middle-East) માં ચાલી રહેલા તણાવની વચ્ચે સતત પરિસ્થિતિ વધારે ગુંચવાઈ રહી છે અને હવે યુદ્ધવિમાનોને લઈને દાવા-પ્રતિદાવાઓનું યુદ્ધ પણ તેજ થયું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના નેતૃત્વમાં અમેરિકા (US) અને ઈરાન (Iran) વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ હવે સીધા સૈન્ય ટકરાવની દિશામાં આગળ વધી રહ્યા છે.
તાજેતરના ઘટનાક્રમમાં શુક્રવારે અમેરિકાએ પુષ્ટિ કરી છે કે તેમનું એક યુદ્ધવિમાન ઈરાન (Iran) માં તૂટયું છે. જો કે રિપોર્ટ્સમાં આ યુદ્ધ વિમાન F-15 હોવાનું જણાવાય રહ્યું છે. આ યુદ્ધવિમાનમાં સવાર પાયલટની હજી સુધી કોઈ ભાળ મળી નથી. જેના કારણે સ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ છે. પાયલટની તલાશ માટે અમેરિકાની એરફોર્સે ઈરાનની અંદર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સે અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે અમેરિકાના સૈનિકો ઈરાન પહોંચીને સર્ચ ઓપરેશન અને બચાવમાં જોડાયા છે.
🚨 BREAKING
Reports that a US pilot has fallen into the "grip" of the Revolutionary Guard after an F-15E fighter jet was shot down, with the ejection seat discovered inside Iran. pic.twitter.com/O49GHFBgHs
— GBX (@GBX_Press) April 3, 2026
આ પણ વાંચો: Iran થી ગુજરાત આવી રહેલું 6 લાખ બેરલ Oil સાથેનું ટેન્કર ચીન તરફ વળ્યું!
પાયલટને શોધવા Iran માં ઘૂસ્યા અમેરિકી સૈનિકો
ઈરાન (Iran) તરફથી પહેલા એ દાવો કરાયો કે તેણે અમેરિકાનું એફ-35 (F-35) યુદ્ધવિમાન તોડી પાડયું છે. તેના પછી કેટલાક રિપોર્ટ્સ સામે આવ્યા કે એક અમેરિકન એફ-15-ઈ (F-15E)યુદ્ધવિમાનને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. તેના કારણે સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે.
ઈરાની સરકારી મીડિયાએ અધિકારીઓને ટાંકીને કહ્યુ છે કે એફ-35 (F-35) યુદ્ધવિમાન સેન્ટ્રલ ઈરાનમાં તોડી પાડવામાં આવ્યું અને તેના પાયલટના બચવાની સંભાવના ઘણી ઓછી છે. તો કેટલાક અન્ય રિપોર્ટ્સમાં દાવો કર્યો છે કે પાયલટને જીવતો પકડવામાં આવ્યો છે અને તેને બંધક બનાવી લેવાયો છે. જો કે આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ હજી સુધી થઈ નથી.
અમેરિકા તરફથી આ દાવાઓ પર સ્પષ્ટ અને વિસ્તૃત સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ જો આ દાવાઓ યોગ્ય સાબિત થાય છે, તો તે સંઘર્ષને વધુ ખતરનાક વળાંક આપી શકે છે. હાલ પાયલટની સ્થિતિને લઈને અનિશ્ચિતતા બનેલી છે અને આ આખા ઘટનાક્રમ પર સૌથી મોટો સવાલ પણ ઉભો થયો છે.
Iran’s state-run Mehr News Agency calls on Iranian civilians to help capture the pilot and weapons officer of an American F-15E Strike Eagle that was allegedly shot down this morning over Southern Iran. pic.twitter.com/e2OsvaDB5t
— OSINTdefender (@sentdefender) April 3, 2026
અમેરિકન યુદ્ધવિમાન તોડી પાડવાનો દાવો
ઈરાનના મીડિયા મુજબ દક્ષિણ ઈરાનના ખુજેસ્તાન પ્રાંતમાં Islamic Revolutionary Guard Corps (IRGC) અને અમેરિકાની સ્પેશયલ ફોર્સ વચ્ચે ઘર્ષણ થયું છે. જ્યાં બંને પક્ષો વચ્ચે સામસામે ફયારિંગના અહેવાલ છે. આના પહેલા પણ દાવો કરાયો હતો કે અમેરિકાના હેલિકોપ્ટર્સે એક ઈરાની સૈન્ય કાફલા પર હુમલો કર્યો, જે કથિતપણે આ વિસ્તારમાં આગળ વધી રહ્યો હતો કે જ્યાં અમેરિકાના પાયલટના હોવાની આશંકા હતી.
એક સ્થાનિક ઈરાની ચેનલે દાવો કર્યો છે કે દક્ષિણ-પશ્ચિમી વિસ્તારમાં અમેરિકાના F-15E જેટના પાયલટે ખુદને ઈજેક્ટ કર્યો. ચેનલ પર એન્કરે લોકોને અપીલ કરી હતી કે જો કોઈ આ દુશ્મન પાયલટને પકડે છે, તો પોલીસને તેની સોંપણી કરે. તેના બદલામાં ઈનામ આપવાની પણ વાત કરવામાં આવી.
US F‑35 jets and MQ‑9 drones were also spotted supporting helicopter rescue operations over Iran, reportedly searching for the crew of a downed fighter jet, according to local reports. pic.twitter.com/oE3Ko9DfxX
— Open Source Intel (@Osint613) April 3, 2026
આ પણ વાંચો: અમેરિકાના પ્રમુખ Trump એ અટૉર્ની જનરલ પામ બૉન્ડીને કર્યા બરખાસ્ત, કારણો જાણીને ચોંકશો
અમેરિકાના હેલિકોપ્ટરને તોડવાનો દાવો
Tasnim News Agency એ જણાવ્યું છે કે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમે અમેરિકાના UH-60 Black Hawk હેલિકોપ્ટરને ઈરાકી એરસ્પેસમાં તોડી પાડયું છે. જો કે આ જાણકારી હજી સુધી ઈરાની અને કેટલાક ઈરાકી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે અને તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ઈરાકના મીડિયામાં પણ આ પ્રકારની અપુષ્ટ ખબરો ચાલી રહી છે. પરંતુ અમેરિકા અને કોઈ આંતરરાષ્ટ્રીય એજન્સીએ તેની પુષ્ટિ કરી નથી.
આ પણ વાંચો: Iran War : ઈરાને અમેરિકાનું બીજું F-35 ફાઈટર જેટ તોડી પાડયું!


