Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

વોશિંગ્ટન Hilton હોટલ ફાયરિંગ કેસમાં કોલ થોમસ એલન અંગે થયા ચોંકાવનારા ખુલાસા

વોશિંગ્ટનની હિલ્ટન હોટેલમાં વ્હાઇટ હાઉસ ડિનર દરમિયાન થયેલા ગોળીબારે અમેરિકાની સુરક્ષા વ્યવસ્થા હચમચાવી દીધી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, 'ટીચર ઓફ ધ મન્થ' નો એવોર્ડ જીતનાર એક ઉચ્ચ શિક્ષિત એન્જિનિયર જ ટ્રમ્પના વહીવટીતંત્રને ખતમ કરવાના ઈરાદે આવ્યો હતો. તેની પાસેથી મળેલા હથિયારો અને તેની ચોંકાવનારી બેકગ્રાઉન્ડ પાછળ કયું મોટું રહસ્ય છુપાયેલું છે? જાણો આ લોન વુલ્ફ હુમલાની અત્યંત ખતરનાક વિગતો.
વોશિંગ્ટન hilton હોટલ ફાયરિંગ કેસમાં કોલ થોમસ એલન અંગે થયા ચોંકાવનારા ખુલાસા
Advertisement
  • સિક્રેટ સર્વિસ એજન્ટને ગોળી મારી સુરક્ષા તોડવાનો કર્યો પ્રયાસ (Washington Hilton Firing)
  • કેલિફોર્નિયાથી વોશિંગ્ટન સુધી ટ્રેનમાં કરી હતી મુસાફરી
  • હુમલાખોર પાસેથી શૉટગન, હેન્ડગન અને છરીઓ મળી આવી

અમેરિકાની સૌથી હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટ ગણાતા વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ એસોસિએશન ડિનર (White House Correspondents' Association Dinner) દરમિયાન થયેલા ગોળીબારમાં ખળભળાટ મચાવનારા તથ્યો સામે આવ્યા છે. કાર્યકારી એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે (Todd Blanche) રવિવારે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, હુમલાખોરનો મુખ્ય હેતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના વહીવટીતંત્રના સભ્યોને નિશાન બનાવવાનો હતો.

Washington Hilton Firing : શિક્ષકથી હુમલાખોર સુધીની સફર

નોંધનીય છે કે NBCના કાર્યક્રમ "મીટ ધ પ્રેસ" (Meet the Press) માં ટોડ બ્લેન્ચે (Todd Blanche) જણાવ્યું હતું કે, પકડાયેલા શંકાસ્પદની ઓળખ કેલિફોર્નિયાના રહેવાસી કોલ થોમસ એલન (Cole Thomas Allen) તરીકે થઈ છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે, એલન કોઈ  ગુનેગાર નથી પરંતુ ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ છે. તેણે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (Caltech) માંથી મિકેનિકલ એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. તે એક ગેમ ડેવલપર અને પ્રતિષ્ઠિત શિક્ષક પણ છે, જેને વર્ષ 2024માં 'ટીચર ઓફ ધ મન્થ' (Teacher of the Month) નો એવોર્ડ પણ મળ્યો હતો.

Advertisement

Advertisement

ચોકસાઈપૂર્વક ઘડાયેલું કાવતરું

તપાસમાં બહાર આવ્યું છે કે એલન કેલિફોર્નિયાથી ટ્રેન દ્વારા શિકાગો અને ત્યારબાદ વોશિંગ્ટન પહોંચ્યો હતો. તેણે વોશિંગ્ટન હિલ્ટન હોટેલ (Washington Hilton Hotel) માં જ મહેમાન તરીકે ચેક-ઇન કર્યું હતું જેથી તે સુરક્ષા ઘેરાની નજીક રહી શકે. જ્યારે બોલરૂમમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ (Melania Trump), અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ (J.D. Vance) હાજર હતા, ત્યારે એલને સુરક્ષા કવચ તોડવાનો પ્રયાસ કર્યો હતો.તેની પાસેથી એક શૉટગન (Shotgun), હેન્ડગન અને અનેક છરીઓ મળી આવી હતી. હુમલા દરમિયાન તેણે ફાયરિંગ કર્યું હતું, જેમાં એક સિક્રેટ સર્વિસ એજન્ટ (Secret Service Agent) ને ગોળી વાગી હતી. સદનસીબે, સુરક્ષા દળોએ સમયસૂચકતા વાપરી એલનને તુરંત અટકાયતમાં લીધો હતો.

પોલીસે કર્યો મોટો ખુલાસો

પોલીસ વડા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ઘટનાને 'લોન વુલ્ફ' (Lone Wolf) હુમલો ગણાવ્યો છે, એટલે કે એલને આ હુમલો એકલા હાથે જ અંજામ આપ્યો હતો. જોકે, એલને પૂછપરછમાં વહીવટી અધિકારીઓને નિશાન બનાવવાની વાત કબૂલી છે, પરંતુ પોલીસ હજુ પણ તેના ચોક્કસ ઉદ્દેશ્યની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આરોપીને ટૂંક સમયમાં ફેડરલ કોર્ટ (Federal Court) માં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:  Hilton Shooting: અમેરિકાની હોટલ હિલ્ટનનો 'શાપિત' ઈતિહાસ!

Tags :
Advertisement

.

×