Washington Hotel Shooting : ટ્રમ્પની હાજરીમાં ગોળીબાર કરનાર શખ્સ ઝડપાયો, જાણો કોણ છે આ હુમલાખોર?
- Washington Hotel ટ્રમ્પની હાજરીમાં Shooting , સમગ્ર અમેરિકામાં હડકંપ
- કેલિફોર્નિયાના 31 વર્ષીય શૂટર કોલ થોમસ એલનની હથિયાર સાથે ધરપકડ
- હુમલાખોરે સિક્રેટ સર્વિસ એજન્ટ પર કર્યું ફાયરિંગ, બુલેટપ્રૂફ વેસ્ટે બચાવ્યો જીવ
- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ સુરક્ષિત: વ્હાઇટ હાઉસ
- ટ્રમ્પે હુમલાખોરને ગણાવ્યો માનસિક બીમાર, સુરક્ષા એજન્ટોની બહાદુરીને બિરદાવી
Washington Hotel Shooting : અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલી પ્રતિષ્ઠિત હિલ્ટન હોટેલમાં (Hilton Hotel) ગોળીબારની ઘટનાને પગલે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એક કાર્યક્રમમાં હાજર હતા તે દરમિયાન આ હુમલો થયો હતો. જોકે, સુરક્ષા એજન્સીઓએ ત્વરિત કાર્યવાહી કરીને શંકાસ્પદ હુમલાખોરને કસ્ટડીમાં લઈ લીધો છે.
Washington Hotel Shooting : કોણ છે હુમલાખોર અને કેવી રીતે ઘૂસ્યો?
અમેરિકન મીડિયા (US Media) દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો અનુસાર, પકડાયેલા હુમલાખોરની ઓળખ 31 વર્ષીય કોલ થોમસ એલન (Cole Thomas Allen) તરીકે થઈ છે, જે કેલિફોર્નિયાના ટોરેન્સનો રહેવાસી છે. સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે કડક સુરક્ષા ઘેરો (Security Perimeter) હોવા છતાં આ હુમલાખોર શૉટગન (Shotgun) જેવા હથિયાર સાથે હોટેલની અંદર કેવી રીતે પ્રવેશવામાં સફળ રહ્યો. સામે આવેલા ફોટામાં સુરક્ષાકર્મીઓ હુમલાખોરને જમીન પર પછાડીને કાબૂમાં લેતા જોવા મળી રહ્યા છે.
સુરક્ષા એજન્ટ પર ફાયરિંગ
એફબીઆઈ (FBI) ના જણાવ્યા અનુસાર, હુમલાખોરે ચેકપોઇન્ટ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને એક સિક્રેટ સર્વિસ એજન્ટ (Secret Service Agent) પર ગોળીબાર કર્યો હતો. સદભાગ્યે, એજન્ટે બુલેટપ્રૂફ વેસ્ટ (Bulletproof Vest) પહેર્યો હોવાથી તેનો જીવ બચી ગયો હતો. આ હુમલા બાદ સિક્રેટ સર્વિસે પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ (Melania Trump) સંપૂર્ણપણે સુરક્ષિત છે.
New media post from Donald J. Trump
( Donald J. Trump - TS: Apr 25 2026, 10:29 PM ET ) pic.twitter.com/BoGayJyQZH
— Commentary: Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) April 26, 2026
હુમલાખોરને ગણાવ્યો 'માનસિક બીમાર'
ઘટના બાદ વ્હાઇટ હાઉસ (White House) ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે સુરક્ષા કર્મચારીઓની બહાદુરીને બિરદાવી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે, "હુમલાખોર પાસે અનેક હથિયારો હતા અને તે માનસિક રીતે બીમાર (Mentally Ill) હોવાનું જણાય છે." તેમણે વધુમાં ઉમેર્યું કે સુરક્ષા એજન્ટોની સતર્કતાને કારણે એક મોટી હોનારત ટળી ગઈ છે. હાલમાં એફબીઆઈ અને સિક્રેટ સર્વિસ દ્વારા હોટેલના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.


