China ની પરમાણુ મિસાઈલોમાં ઈંધણની જગ્યાએ ભરેલું હતું પાણી? શું Jinping એ સેનામાં એટલે કરી કાર્યવાહી?
. China ની રોકેટ ફોર્સમાં ગંભીર ભ્રષ્ટાચાર
. પરમાણુ મિસાઈલોમાં ઈંધણના સ્થાને પાણી ભરાયું
. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે (Xi Jinping) શરૂ કર્યું સૈન્યમાં સફાઈ અભિયાન
Chinese Military News: ચીની સેનાના વરિષ્ઠ જનરલોની બરખાસ્તગીના અહેવાલો હવે સામાન્ય સમાચાર જેવી ઘટનાઓ થઈ ગઈ છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સતત ટોચના સૈન્યાધિકારીઓને ભ્રષ્ટાચારના ગંભીર આરોપોમાં નોકરીમાંથી હટાવી રહ્યા છે. પરંતુ તાજેતરમાં થયેલો ખુલાસો દુનિયાને ચોંકાવનારો છે.
અમેરિકાના ગુપ્ત અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમી ચીનમાં લોનચ માટે તૈયાર ઉભેલી ચીની પરમાણુ મિસાઈલોમાં ઈંધણના સ્થાને પાણી ભરેલું હતું. જો મિસાઈલોને ફાયર કરવામાં આવત, તો તે ઉડાણ ભરી શકત નહીં. આ કારણે રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે ચીની રોકેટ ફોર્સના પ્રમુખ જનરલ ઝાંગ યૂક્સિયાને બરખાસ્ત કર્યા હતા.
જનરલ ઝાંગ યૂક્સિયાનો પરિચય
જનરલ ઝાંગ યૂક્સિયા ચીનના ટોચના સૈન્ય અધિકારી અને રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના નિકટવર્તી હતા. ચીનના કેન્દ્રીય સૈન્ય કમિશનમાં રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ બાદ જનરલ ઝાંગ યૂક્સિયા જ સૌથી વધુ સિનિયર હતા. કેન્દ્રીય સૈન્ય કમિશન, ચીની કમ્યુનિસ્ટ પાર્ટી અને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાનું સર્વોચ્ચ સૈન્ય નેતૃત્વનું એકમ છે. આ કમિશન પીપલ્સ લિબરેશન આર્મી, પીપલ્સ આર્મ્ડ પોલીસ અને મિલિશિયા ઓફ ચાઈનાનું નેતૃત્વ કરે છે.
આ પણ વાંચો : વેનેઝુએલા સંકટ પર ચીનની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી, કહ્યુ-દાદાગીરી નહીં ચાલે
અમેરિકાના ગુપ્ત રિપોર્ટમાં ચીનને લઈને ટીપ્પણીઓ
અમેરિકાના ગુપ્ત અહેવાલો પ્રમાણે, જનરલ ઝાંગ યૂક્સિયાને 19 જાન્યુઆરીના રોજ ચીનને ન્યૂક્લિયર શસ્ત્રોના ડેટા અમેરિકાના લીક કરવા, પ્રમોશન માટે લાંચ લેવી અને પીપલ્સ લિબરેશન આર્મીની યુદ્ધની તૈયારીથી સમજૂતી કરવાના આરોપમાં અટકાયત કરવામાં આવી હતી.
ચીનના સૈન્ય મુખપત્ર પીએલએ ડેલીના એક આર્ટિકલને ટાંકીને સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે રવિવારે લખ્યું કે આપણે ભ્રષ્ટાચારના સમાપ્ત કરવા માટે આકરા અને કડક પગલા ઉઠાવવા પડશે, જે યુદ્ધ ક્ષમતાઓના નિર્માણને નબળું કરેછે અને આ મોટા ઉંદરડાની સંપૂર્ણપણે તપાસ કરવી પડશે અને તેમને મૂળથી સમાપ્ત કરવા પડશે જે સૈન્ય ખર્ચમાં હેરફેર કરે છે.
આ પણ વાંચો : Xi Jinping Coup Attempt : હોટલમાં જિનપિંગનું 'ઢીમ' ઢાળી દેવાનો પ્લાન હતો? સેનામાં ભૂકંપ!
ચીની રોકેટ ફોર્સમાં ભ્રષ્ટાચારનો ખુલાસો
બ્લૂમબર્ગના 2024ના રિપોર્ટમાં અમેરિકાના ગુપ્તચર અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે પશ્ચિમી ચીનના શિનજિયાંગ મિસાઈલ ક્ષેત્ર સાઈલોમાં એવા ઢાંકણા લગાવાયા હતા, જે મિસાઈલોને પ્રભાવીપણે લોન્ચ થવાથી રોકતા હતા.
તેમાં એ પણ કહેવામાં આવ્યું, ચીની સેનામાં સફાઈ અભિયાન હથિયારો અને ઉપકરણોમાં ગંભીર સમસ્યાઓને કારણે થયું. ઉદાહરણ આપવામાં આવ્યું કે આ સાઈલોમાં રાખવામાં આવેલી કેટલીક મિસાઈલોમાં ફ્યૂલના સ્થાને પાણી ભરેલું હતું.
ચીની મિસાઈલોમાં ફ્યૂલના સ્થાને પાણી ભરેલું હતું?
સેન્ટર ફોર સ્ટ્રેટજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ (CSIS) એ પોતાના એક રિપોર્ટમાં કહ્યું, જો કે ચીનની કેટલીક મિસાઈલોમાં હજી પાણી હોઈ શકે છે, પરંતુ આ માની શકાય નહીં કે આવું જ રહેશે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ શી જિનપિંગની કાર્યવાહી પરથી ઉજાગર થાય છે કે તે ચીનની પરમાણુ શક્તિઓને મજબૂત કરવાને લઈને ગંભીર છે.
જો કે ધ એશિયા ટાઈમ્સે બ્લૂમબર્ગના રિપોર્ટને ફગાવતા કહ્યું હતું કે મિસાઈલોમાં પાણી નાખવાનું કોઈ કારણ નહીં હોય, જ્યાં સુધી કે તેને જાણીજોઈને કરવામાં ન આવ્યું હોય.
આ પણ વાંચો : China માં જિનપિંગના તખ્તાપલટની કોશિશ, જનરલે US ને ન્યૂક્લિયર સિક્રેટ લીક કર્યા!


