દાવોસમાં WEF ના મહેમાનોની પ્રોસ્ટિટ્યુટ્સ અને ઇન્ટિમેટ પાર્ટીઓની માંગ
- જાતીય પ્રવૃત્તિઓના આરોપ સાથે દાવોસની WEF બેઠક ચર્ચામાં
- વિવાદાસ્પદ WEF: દાવોસમાં એસ્કોર્ટ્સની ભારે માંગ
- WEF બેઠકમાં વિદેશી મહેમાનોની વિવાદાસ્પદ પ્રવૃત્તિઓ
- દાવોસમાં WEF અને એસ્કોર્ટ બુકિંગના ચોંકાવનારા આંકડા
Shocking demands of WEF guests in Davos : સ્વિટ્ઝર્લૅન્ડના સુંદર શહેર દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ની બેઠક વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ચર્ચાઓ માટે જાણીતી છે. આ વર્ષે, આબોહવા પરિવર્તન, વૈશ્વિક સુરક્ષા અને ઔદ્યોગિક ક્રાંતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ આ બેઠક હવે એક વિવાદાસ્પદ મુદ્દાને કારણે ચર્ચામાં છે. તાજેતરના અહેવાલો અનુસાર, WEF મીટિંગમાં હાજરી આપનારા વિદેશી મહેમાનો અને અધિકારીઓની જાતીય પ્રવૃત્તિઓની માંગ જોવા મળી છે.
એસ્કોર્ટ એજન્સીઓ અને સેક્સ પાર્ટીઓની માંગ
દાવોસમાં WEFની બેઠક દરમિયાન એસ્કોર્ટ એજન્સીઓએ સે-ક્સ પાર્ટીઓની માંગમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો હતો. આ માટે વિશાળ રકમ ચૂકવવામાં આવી હતી. Titt4tat નામની વેબસાઇટ દ્વારા ગ્રુપ સે-ક્સ અને જંગલી સે-ક્સ પાર્ટીઓ માટે વિશેષ કૃત્યોની બુકિંગ કરવામાં આવી હતી. આ બાબતે Titt4tat વેબસાઇટના પ્રવક્તાએન્ડ્રેસ બર્જર નામના પ્રવક્તાએ જણાવ્યું હતું કે WEFના શરુ થતા જ લગભગ 300 મહિલાઓ અને ટ્રાન્સ મહિલાઓના બુકિંગ થઈ ચૂક્યા હતા. આમ વધુ માંગને ધ્યાનમાં રાખીને એસ્કોર્ટ્સ અને ટ્રાન્સ મહિલાઓએ NDA કરાર પર સહી કરવી પડી છે. આ કરાર અંગ્રેજી ભાષામાં તૈયાર કરવામાં આવે છે. એસ્કોર્ટ અવંતગાર્ડે એજન્સી સંચાલક સુઝૈનાએ ખુલાસો કર્યો કે WEFના મહેમાનો હસ્તમૈથુન જેવા જાતીય કૃત્યો પ્રત્યે વધુ આકર્ષિત છે. અહીં મુખ્ય રીતે અંગ્રેજી, જર્મન અને ફ્રેન્ચ ભાષા બોલતી મહિલાઓ માટેની માંગ છે.
મહિલાઓ માટે કલાકદીઠ ચૂકવણી
દાવોસમાં હાજર મહેમાનો તેમની સાંજ આકર્ષક અને બુદ્ધિશાળી મહિલાઓ સાથે વિતાવવા ઈચ્છે છે. આ માટે, મહિલાઓને પ્રતિ બુકિંગ £6,000 (અંદાજે 6.45 લાખ રૂપિયા) સુધીની રકમ ચૂકવવામાં આવી હતી. બુકિંગ સામાન્ય રીતે 4 કલાક માટે થતું હતું, અને ઘણા ગ્રાહકો કલાકદીઠ ચૂકવણી કરતા હતા. અહેવાલ મુજબ, WEF મીટિંગના 3 દિવસમાં એસ્કોર્ટ્સે આશરે 9.68 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો હતો. 300 બુકિંગમાંથી, એક એજન્સીએ જ CHF300,000 (રૂ. 2.9 કરોડ) કમાઈ લીધા હતા. આ કાર્યક્રમમાં વિશ્વભરના 3,000થી વધુ ઉદ્યોગપતિઓ, પત્રકારો, સેલિબ્રિટીઝ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
WEFની બેઠક અને વિવાદ
સામાન્ય રીતે WEF બેઠક વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ માટે મહત્વપૂર્ણ મંચ માનવામાં આવે છે. પરંતુ આ વખતે, દાવોસમાં જાતીય પ્રવૃત્તિઓની બાબતે જે અહેવાલો સામે આવ્યા છે તે WEFની પ્રજ્ઞાની છબીને નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : પ્લેબોય મોડેલ Gina Stewart દુનિયાની સૌથી જવાન દાદી! જાણો તેની સુંદરતાનું રહસ્ય