અંડરવેરમાં ફરતી યુવતીનું શું થયું? જાણીને તમે પણ ચોંકી જશો
- અંડરવેરમાં કેમ્પસમાં ફરતી યુવતીના કેસમાં મોટો ખુલાસો
- તેહરાનમાં મહિલાના પ્રદર્શન પાછળનું કારણ શું
- ઇરાનની યુનિવર્સિટીમાં યુવતીના અનોખા વિરોધની ચર્ચા
- હિજાબ વિવાદમાં યુવતીનું હિંમતભર્યું પગલું
- તેહરાનમાં યુવતીને લઈને કાયદાકીય કાર્યવાહી પર મોટું નિવેદન
- અંડરવેરમાં ફરતી યુવતીએ હિજાબનો કર્યો વિરોધ!
- ઇરાનમાં મહિલા હક્કો માટેના પ્રદર્શન પર ચર્ચા
- યુવતીના વિરોધ પછી ઈરાનના ન્યાયતંત્રનું નિવેદન
- તેહરાન યુનિવર્સિટીની ઘટનાએ સોશિયલ મીડિયામાં મચાવી હલચલ
Underwear protest Iran : તેહરાનની એક યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીનીએ અન્ડરવેર પહેરીને કેમ્પસમાં ફરતા વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઘટના ઈરાનમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુત્રોની માનીએ તો, મહિલાએ પોતાને થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આ પ્રતિકાત્મક પગલું ભર્યું હતું. 1979ની ઈસ્લામિક ક્રાંતિ પછીના કાયદાઓ મુજબ, ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવો અને માથું ઢાંકવું ફરજિયાત છે.
શું પગલાં લેવાયા?
મંગળવારે ઈરાનના ન્યાયતંત્રના પ્રવક્તાએ જણાવ્યું કે, આ મહિલાને હોસ્પિટલમાં લઇ જવામાં આવી જ્યા સામે આવ્યું કે તે બિમાર છે. આ વિશે જાણ થતા જ તેને તેના પરિવારને સોંપી દેવામાં આવી હતી અને તેની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટના ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટીની છે, જ્યાં મીડિયાના અહેવાલો મુજબ, સુરક્ષા દળો દ્વારા મહિલાને હેરાન કરવામાં આવી હતી અને તેને માર મારીને હિજાબ પહેરવા મજબૂર કરાઈ હતી.
In Iran, a student harassed by her university’s morality police over her “improper” hijab didn’t back down. She turned her body into a protest, stripping to her underwear and marching through campus—defying a regime that constantly controls women’s bodies. Her act is a powerful… pic.twitter.com/76ekxSK7bI
— Masih Alinejad 🏳️ (@AlinejadMasih) November 2, 2024
મહિલા હક્ક માટે સંઘર્ષનું પ્રતિક
પ્રસિદ્ધ ઇરાની પત્રકાર મસીહ અલીનેજાદે આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. તેમણે વીડિયો શેર કરતા લખ્યું કે, આ સ્ત્રીનો પ્રતિકાર એ ઇરાનમાં મહિલાઓની સ્વતંત્રતા માટેની લડતનું પ્રતિક છે. તેઓએ જણાવ્યું કે, “સ્ત્રીઓને તેમના દેખાતા વાળ અથવા હિજાબના ઉલ્લંઘન માટે હેરાન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમના પ્રતિકારનો પ્રતીક સ્વરૂપે શરીરનો ઉપયોગ આપણા હક્કો માટે લડવાનું હથિયાર બની શકે છે.” આ ઘટના ઈરાનમાં મહિલાઓના સ્વાતંત્ર્ય માટેના મજબૂત અવાજને પ્રોત્સાહન આપે છે. આ પ્રદર્શન ઈરાનમાં ચાલતા સમાજના કડક નિયમો સામે સ્ત્રીઓની અવાજ ઉઠાવવાની હિંમત બતાવે છે. આ દેશમાં મહિલાઓને આઝાદી મળશે કે નહીં તે હવે જોવું રહ્યું.
આ પણ વાંચો: હિજાબના વિરોધમાં કપડા ઉતારનારી મહિલા ક્યાં?