Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Blood Money : ખાડી દેશોમાં ચર્ચાસ્પદ બનેલો ‘બ્લડ મની’ કાયદો શું છે? જાણો સંપૂર્ણ વિગતો

Blood Money : સાઉદી અરેબિયા (Saudi Arabia) ની જેલમાં ફાંસીની સજાના આરે ઉભેલા કેરળના અબ્દુલ રહીમ (Abdul Rahim) કરોડો રૂપિયાની બ્લડ મની (Blood Money) ચૂકવીને આખરે હેમખેમ વતન પરત ફર્યા છે. આ ચોંકાવનારી ઘટના બાદ ખાડી દેશોનો વર્ષો જૂનો ઇસ્લામિક 'દિયા' (Diyya) કાયદો આખા વિશ્વમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે આવો જાણીએ કે શું છે આ કાયદો..
blood money   ખાડી દેશોમાં ચર્ચાસ્પદ બનેલો ‘બ્લડ મની’ કાયદો શું છે  જાણો સંપૂર્ણ વિગતો
Advertisement

Blood Money :  સાઉદી અરેબિયાની જેલમાંથી મુક્ત થયેલા કેરળના રહીમ અબ્દુલ રહીમને બ્લડ મની આપીને ભારતમાં પરત લાવવામાં આવ્યો છે. તેથી હાલમાં દરેક જગ્યાએ બ્લડ મનીનો કાયદો ખૂબ જ ચર્ચામાં છે. બ્લડ મની (Blood Money) એટલે કે 'લોહીની કિંમત'. કાયદાકીય અને શરિયા (ઇસ્લામિક) કાયદાની પરિભાષામાં તેને 'દિયા' (Diyya) તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા અજાણતા કે ભૂલથી કોઈની હત્યા થઈ જાય અથવા કોઈ શારીરિક નુકસાન પહોંચે, ત્યારે પીડિત પરિવારને વળતર અથવા દંડ પેટે આપવામાં આવતી રકમને 'બ્લડ મની' કહેવામાં આવે છે.

Blood Money :  ઇસ્લામિક કાયદામાં શું છે મહત્વ

ખાડી દેશો જેમ કે સાઉદી અરેબિયા, UAE, કુવૈત વગેરેમાં બ્લડ મનીનો કાયદો ખૂબ મહત્વનો છે. જો ગુનેગાર પીડિત પક્ષને નક્કી કરેલી રકમ ચૂકવી દે અને પીડિત પરિવાર તેને માફ કરવા તૈયાર થઈ જાય, તો અદાલત ગુનેગારની ફાંસી કે જેલની સજા માફ કરી શકે છે અથવા ઘટાડી શકે છે.

Advertisement

Blood Moneyના કેટલા પ્રકાર

અજાણતા થયેલી ભૂલ (Accidental): જો કોઈ માર્ગ અકસ્માત કે કામ દરમિયાન અજાણતા કોઈનું મૃત્યુ થાય, તો કાયદાકીય રીતે બ્લડ મની ચૂકવીને સમાધાન થઈ શકે છે.

Advertisement

ઇરાદાપૂર્વક કરેલો ગુનો (Intentional): જો ગુનો જાણીજોઈને કરવામાં આવ્યો હોય, તો સામાન્ય રીતે 'જેવા સાથે તેવો' નો નિયમ લાગુ પડે છે. પરંતુ, જો પીડિત પરિવાર પોતે સામેથી બ્લડ મની સ્વીકારીને માફી આપવા તૈયાર થાય, તો જ ફાંસીની સજા ટળી શકે છે.

રકમનું નિર્ધારણ કેવી રીતે થાય ?

બ્લડ મનીની રકમ કોઈ એક નિશ્ચિત હોતી નથી. તે અલગ-અલગ દેશોના કાયદા, ગુનાની ગંભીરતા અને પીડિત પરિવારની માગણી પર નિર્ભર કરે છે. ઘણીવાર સ્થાનિક સરકારો તેની ન્યૂનતમ મર્યાદા નક્કી કરતી હોય છે, પરંતુ પરસ્પર સંમતિથી આ રકમ કરોડો રૂપિયા સુધી પણ પહોંચી શકે છે.

ભારતીયોના સંદર્ભમાં મહત્વ

ગલ્ફ દેશોમાં કામ કરતા ઘણા ભારતીય શ્રમિકો ક્યારેક અકસ્માતોમાં ફસાઈ જાય છે ત્યારે આ કાયદો ચર્ચામાં આવે છે. જો કોઈ ગરીબ ભારતીય આટલી મોટી રકમ ચૂકવી શકે તેમ ન હોય, તો ઘણીવાર સામાજિક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ અથવા ક્યારેક સરકાર અને લોકફાળો ભેગો કરીને 'બ્લડ મની' ચૂકવવામાં આવે છે જેથી ભારતીય નાગરિક જેલમુક્ત થઈને સ્વદેશ પાછો આવી શકે.

ડિસ્ક્લેમર: આ અહેવાલ માત્ર સામાન્ય માહિતી અને પ્રચલિત કાયદાકીય પ્રથાઓ પર આધારિત છે, જેને સત્તાવાર કાયદાકીય સલાહ ગણવી નહીં. અલગ-અલગ દેશોના નિયમોમાં ફેરફાર હોઈ શકે છે, આ માહિતીનું ગુજરાત ફર્સ્ટ પુષ્ટી કરતું નથી.  તેથી સચોટ વિગતો માટે સંબંધિત કાનૂની નિષ્ણાતોનો સંપર્ક કરવો.

આ પણ વાંચો : Mount Everest Death Zone : પર્વતની ટોચ પર જીવન સામે મોતનું પલડું ભારી !

Tags :
Advertisement

.

×