Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Nicolas Maduro Arrest : કોણ છે નિકોલસ માદુરો? જેને પકડવા અમેરિકાએ ખર્ચ્યા કરોડો રૂપિયા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક જાહેરાતે આખા વિશ્વમાં ભૂકંપ લાવી દીધો છે. વર્ષોથી જેની પાછળ અમેરિકી એજન્સીઓ કરોડો ડોલરનું ઈનામ લઈને ફરતી હતી, તે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો આખરે અમેરિકાના પંજામાં છે. આ ઓપરેશન પાછળના ગુપ્ત ઈરાદા અને વેનેઝુએલાની વર્તમાન સ્થિતિ શું છે? શું આ હુમલો ત્રીજા વિશ્વયુદ્ધ તરફનો સંકેત છે? આ રસાકસીભર્યો અહેવાલ અહીં વાંચો.
nicolas maduro arrest   કોણ છે નિકોલસ માદુરો  જેને પકડવા અમેરિકાએ ખર્ચ્યા કરોડો રૂપિયા
Advertisement
  • અમેરિકાનો વેનેઝુએલા પર હુમલો, રાષ્ટ્રપતિ Nicolas Maduro Arrest
  • માદુરો અને તેમની પત્નીને ઘરમાં ઘૂસીને દબોચી અમેરિકા લઈ જવાયા
  • ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર મધ્યરાત્રિના મિશનની કરી પુષ્ટિ
  • ડ્રગ ટ્રાફિકિંગના આરોપમાં માદુરો પર હતું ₹210 કરોડનું ઈનામ
  • માનવ અધિકાર ઉલ્લંઘન અને ગંભીર ગુનાઓ બદલ હાથ ધરાઈ કાર્યવાહી

Nicolas Maduro Arrest : વૈશ્વિક રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ વેનેઝુએલા પર ભીષણ હુમલો કર્યા બાદ ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી લીધી છે. ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે માદુરો અને તેમની પત્ની હવે અમેરિકાના કબજામાં છે. આ એક અત્યંત ગુપ્ત અને મધ્યરાત્રિએ હાથ ધરાયેલું 'એક્સ્ટ્રા ઓર્ડિનરી મિશન' હતું, જેણે આખા વિશ્વને ચોંકાવી દીધું છે.

Nicolas Maduro Arrest : કોણ છે નિકોલસ માદુરો?

નિકોલસ માદુરો વર્ષ 2013 થી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ પદે હતા. હ્યુગો શાવેઝના અનુગામી તરીકે સત્તામાં આવેલા માદુરોનો કાર્યકાળ આર્થિક પતન, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને વિવાદોથી ભરેલો રહ્યો છે. અમેરિકા વર્ષ 2020 થી જ તેમની પાછળ હતું. માદુરો પર માનવ અધિકારોનું ઉલ્લંઘન, ચૂંટણીમાં ગેરરીતિ અને 'નાર્કો-ટેરરિઝમ' (ડ્રગ ટ્રાફિકિંગ) ફેલાવવાના ગંભીર આરોપો છે.

Advertisement

Advertisement

Nicolas Maduro Arrest : કરોડો ડોલરનું ઈનામ અને ધરપકડનું કારણ

અમેરિકાએ 2020 માં માદુરો પર 15 મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું, જેને જાન્યુઆરી 2025 માં વધારીને 25 મિલિયન ડોલર કરી દેવામાં આવ્યું હતું. ટ્રમ્પ વહીવટીતંત્રનું માનવું હતું કે માદુરો ડ્રગ કાર્ટેલ સાથે મળીને અમેરિકામાં ડ્રગ્સ ઘુસાડવાનું કામ કરી રહ્યા છે. શુક્રવારે મોડી રાત્રે અમેરિકાએ વેનેઝુએલા પર મોટો હુમલો કર્યો અને મહિનાઓના દબાણ બાદ અંતે માદુરોને દેશની બહાર લઈ જવામાં આવ્યા છે.

વેનેઝુએલાની પ્રતિક્રિયા અને વર્તમાન સ્થિતિ

બીજી તરફ વેનેઝુએલાની ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ માદુરો અને તેમની પત્ની વિશે હાલમાં કોઈ સત્તાવાર માહિતી નથી. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ માદુરો જીવિત હોવાના પુરાવા માંગ્યા છે. આ હુમલા બાદ દક્ષિણ અમેરિકામાં રાજકીય અસ્થિરતા ચરમસીમાએ પહોંચી ગઈ છે.

વેનેઝુએલાની કથળતી આર્થિક સ્થિતિ અને માદુરોનો પ્રભાવ

નિકોલસ માદુરોના શાસનકાળ દરમિયાન વેનેઝુએલા દુનિયાના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થયું છે. એક સમયે તેલના ભંડારને કારણે સમૃદ્ધ ગણાતો આ દેશ માદુરોની નીતિઓને કારણે ભારે મોંઘવારી (Hyperinflation) અને ગરીબીમાં ધકેલાઈ ગયો. લાખો લોકોએ ભૂખમરો અને બેરોજગારીથી બચવા માટે દેશ છોડીને પડોશી દેશોમાં સ્થળાંતર કરવું પડ્યું હતું. માદુરો પર આરોપ છે કે તેમણે સૈન્યના જોરે સત્તા ટકાવી રાખી હતી અને વિપક્ષના નેતાઓને જેલમાં ધકેલી દીધા હતા. અમેરિકાએ આ પૂર્વે પણ અનેકવાર માદુરો સરકાર પર આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા જેથી તેમની સત્તા નબળી પડે, પરંતુ ચીન અને રશિયા જેવા દેશોના સમર્થનથી તેઓ ટકી રહ્યા હતા. હવે, ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી આ સીધી સૈન્ય કાર્યવાહીએ માત્ર વેનેઝુએલા જ નહીં પરંતુ રશિયા અને ચીન જેવા દેશો માટે પણ એક કડક ચેતવણી સમાન સંદેશ મોકલ્યો છે.

આ પણ વાંચો :  US Airstrike on Venezuela: વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો અને તેમની પત્નીની હવે એમેરિકાની કેદમાં!

Tags :
Advertisement

.

×