Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

વેનેઝુએલાને ટ્રમ્પે આખરે શા માટે બનાવ્યું નિશાન? અમેરિકાની માદુરોના ક્યા ખજાના પર છે નજર?

વેનેઝુએલા પર અમેરિકા રોકેટ છોડી રહ્યું છે અમેરિકાએ વેનેઝુએલાની રાજધાના કારાકાસમાં મોટા મિલિટ્રી બેઝ પર હુમલો કર્યો છે. શનિવારે વહેલી સવારે 2 વાગ્યે વેનેઝુએલાની કારાકાસ પર હુમલો કર્યો. અમેરિકાના હુમલાથી આખા શહેરમાં બ્લેકઆઉટ થઈ ગયો. તેવામાં લોકોના મનમાં સવાલ ઉભો થયો છે કે આખરે નાનાકડાં ગરીબ દેશ પાસે એવું તે શું છે કે તેની પાછળ અમેરિકા જેવો દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ પડયો છે?
વેનેઝુએલાને ટ્રમ્પે આખરે શા માટે બનાવ્યું નિશાન  અમેરિકાની માદુરોના ક્યા ખજાના પર છે નજર
Advertisement

. વેનેઝુએલામાં દુનિયાનો સૌથી મોટો ખનીજતેલનો ખજાનો

. ખનીજતેલના ખજાના પર જગત જમાદારની નજર

Advertisement

. ખનીજતેલ-કુદરતી ગેસના ખજાના પર નિયંત્રણનો ખેલ

Advertisement

નવી દિલ્હી: કેલિફોર્નિયાથી લગભગ બેગણા આકારનો દેશ, જેની પાસે મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ છે. ક્રૂડ ઓઈલના અથાગ ભંડારને કારણે અહીં પાણીથી સસ્તું તો પેટ્રોલ વેચાય છે. પરંતુ આ ગરીબ દેશમાં લોકો ઉકરડાંમાંથી ખાવાનું ફંફોસવા માટે લાચાર છે. ગરીબ અને જર્જરતી દેશની પાછળ હવે અમેરિકા જેવું સુપરપાવર દેશ પણ પડી ગયું છે. જે દેશની લગભગ 92 ટકા વસ્તી ભૂખથી તડપી રહી છે, તે દેશ પર અમેરિકાએ પોતાના ડ્રોન તાણી દીધા છે. વેનેઝુએલા પર અમેરિકા રોકેટ છોડી રહ્યું છે અમેરિકાએ વેનેઝુએલાની રાજધાના કારાકાસમાં મોટા મિલિટ્રી બેઝ પર હુમલો કર્યો છે. શનિવારે વહેલી સવારે 2 વાગ્યે વેનેઝુએલાની કારાકાસ પર હુમલો કર્યો. અમેરિકાના હુમલાથી આખા શહેરમાં બ્લેકઆઉટ થઈ ગયો. તેવામાં લોકોના મનમાં સવાલ ઉભો થયો છે કે આખરે નાનાકડાં ગરીબ દેશ પાસે એવું તે શું છે કે તેની પાછળ અમેરિકા જેવો દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ પડયો છે? વેનેઝુએલામાં એવો તો ક્યો ખજાનો છે કે ટ્રમ્પ તેના પર કબજો કરવા માંગે છે? વેનેઝુએલા પર હંમેશાથી ટ્રમ્પને શું મેળવી લેવું છે?

વેનેઝુએલા પર શા માટે થઈ રહ્યા છે અમેરિકાના હુમલા?

અમેરિકા અને વેનેઝુએલા પર લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાર્કો ટેરરિઝ્મની વિરુદ્ધની લડાઈ ગણાવી છે. ટ્રમ્પ દ્વારા વેનેઝુએલા પર ડ્રગ તસ્કરીનો આરોપ લગાવાયો. માદુરોને સત્તાથી હટાવવા માટે તમામ કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા. જ્યાં ટ્રમ્પ આ તણાવનું કારણ ડ્રગ્સ ગણાવી રહ્યા છે, તો વેનેઝુએલા આરોપ લગાવી રહ્યું છે કે અમેરિકા તેના ક્રૂડ ઓઈના ભંડારને કબજે કરવા માંગે છે. માદુરોનો આરોપ છે કે અમેરિકા તેમને સત્તા પરથી હટાવીને વેનેઝુએલાના મોટા ક્રૂડ ઓઈલ ભંડાર અને અન્ય ખનીજ સંધાનો પર પોતાનો કબજો કરવા માંગે છે.

વેનેઝુએલામાં છૂપાયેલો છે ખજાનો

વેનેઝુએલા પાસે દુનિયાનો સૌથી વિશાળ ક્રૂડ ઓઈલ ભંડાર છે. વર્લ્ડોમીટરના આંકડા મુજબ, દુનિયાનો સૌથી મોટો ઓઈલ ભંડાર વેનેઝુએલા પાસે છે, તેની પાસે 303,008 મિલિયન બેરલ ઓઈલ રિઝર્વ છે. ઓઈલથી થનારી કમાણી જ તેમની ઈકોનોમીની કરોડરજ્જૂછે. દેશને થનારી કમાણીમાં ઓઈલની હિસ્સેદારી 90 ટકા છે. આ સિવાય કુદરતી ગેસ, સોનું, બોક્સાઈટ અને કોલસો પણ ભરપૂર માત્રામાં જમીનના પેટાળમાંથી નીકળે છે.

ટ્રમ્પની નજર ઓઈલ પર હોવાનો આરોપ

આ પહેલો મોકો નથી, જ્યારે અમેરિકાએ વેનેઝુએલા પર પોતાના પ્રભાવને સ્થાપિત કરવાની મનસા વ્યક્ત કરી છે. વેનેઝુએલાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ હ્યુગો શાવેજથી લઈને હાલના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો સુધી સૌએ અમેરિકાના આ ષડયંત્રને પારખ્યું અને તેનાથી અંતર જાળવવાનો પ્રયત્ન પણ કર્યો. વેનેઝુએલાએ અમેરિકાની તાનાશાહી નીતિઓની સામે નહીં ઝુકવાની હિંમત દેખાડી, જ્યારે અમેરિકા ત્યાં સતત પોતાનો હસ્તક્ષેપ વધારી રહ્યું છે. ટ્રમ્પ પણ આ કોશિશોમાં લાગેલા છે. ટ્રમ્પ વેનેઝુએલાના ઓઈલ ભંડાર પર કબજો કરવાની મનસા ધરાવે છે. જો ત્યાંના ઓઈલ અને ગેસ પર અમેરિકાનું પ્રભુત્વ સ્થાપિતથઈ જાય છે, તો તેની શક્તિ વધી જશે. રશિયા પર તેણે પહેલા જ પ્રતિબંધ લગાવી રાખ્યો છે. જો વેનેઝુએલા પર અમેરિકાનો કબજો સ્થાપિત થઈ જાય છે, તો ઓઈલનો કારોબાર અમેરિકાના હિસાબથી ચાલી શકશે.

પહેલા પ્રતિબંધ પછી કબજો કરવાની કોશિશ

વેનેઝુએલા દર મહિને લગભગ 10 લાખ બેરલ ઓઈલનું ઉત્પાદન કરે છે. જે વર્ષ 2013થી પહેલા સુધી 35 લાખ બેરલ હતું. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો, ગંભીર આર્થિક સંકટ, ભ્રષ્ટાચાર, રાજકીય અસ્થિરતાને કારણે વર્ષ વીતવાની સાથે ઓઈલનું ઉત્પાદન ઘટતું ગયું. અમેરિકાની સરકારે 2005માં વેનેઝુએલા પર પ્રતિબંધ લગાવ્યો, 2019માં ટ્રમ્પ પ્રશાસને સરકારી ઓઈલ કંપની પેટ્રોલેસ ડી વેનેઝુએલા પર પ્રતિબંધ લગાવ્યો. માર્ચ 2025માં ટ્રમ્પે જૉ બાઈડનના 2022ના એ નિર્ણયને પણ પલટી નાખ્યો, જેમાં વેનેઝુએલાની કંપની શેવરોનને ઓપરેશનની પરમિટ અપાઈ હતી.

ઓઈલની સાથે અમેરિકા શું ખેલ કરવા માંગે છે?

અમેરિકા પાસે 47,730 મિલિયન બેરલ ઓઈલનો ભંડાર છે. પરંતુ તેને તેમ છતાં પણ ઓઈલની આયાત કરવી પડે છે. ખાસ કરીને વેનેઝુએલાન ખનીજતેલની તેને જરૂર પડે છે. અમેરિકાને વેનેઝુએલાના ઘટ્ટ ખનીજતેલની જરૂર પડે છે, જેમાં ડઝલ, ડામર અને ભારે મશીનો માટે ઈંધણ તૈયાર થાય છે. વેનેઝુએલા અમેરિકાની નજીક છે અને તેનું ઓઈલ તુલનાત્મક રીતે સસ્તું છે. અમેરિકાની રિફાઈનરીઓમાં વેનઝુએલાના ભારે ખનીજતેલને રિફાઈન કરવામાં આવે છે. અમેરિકા આ નિર્ભરતાને સમાપ્ત કરીને ખનીજતેલનો બાદશાહ બનવા માંગે છે. જેમની પાસે જેટલું ઓઈલ તે દેશ એટલો શક્તિશાળી. અમેરિકા પોતાની શક્તિ અને ઓઈલથી પોતાની તિજોરી ભરવા માટે આ પુરો ખેલ કરી રહ્યું છે.

વેનેઝુએલા પર હુમલો કરીને અમેરિકાને શું મળશે?

જો અમેરિકા વેનેઝુએલા પર કબજો કરશે, તો ઓઈલના ખજાના પર પણ તેનું નિયંત્રણ સ્થપાશે. વેનેઝુએલાના ખનીજતેલ ભંડાર અમેરિકા અને તેના સહયોગી દેશો માટે ખુલી જશે. અમેરિકાનો અધિકાર થવાથી પ્રતિબંધ હટશે અને વેનેઝુએલા મોટો આપૂર્તિકર્તા દેશ બની શકે છે. જો વેનેઝુએલામાં ટ્રમ્પની મંજૂરીથી સરકાર બનશે, તો ત્યાંના ઓઈલ અને ગેસ પર અમેરિકાની દખલગીરી પણ વધશે.

આ પણ વાંચો: Venezuela capital: હવાઈ હુમલાથી ધણધણી ઉઠી વેનેઝુએલાની રાજધાની કારાકાસ, 7 સ્થળોએ જોરદાર વિસ્ફોટ, અમેરિકાની એર સ્ટ્રાઈક?

Tags :
Advertisement

.

×