શું Microsoft ખરીદી લેશે TikTok? ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
- અમેરિકામાં ટીકટોકને હવે પોતાની માલિકી વેચવી પડે તે જરૂરી
- માઇક્રોસોફ્ટ ઉપરાંત મિસ્ટર બિસ્ટ પણ ખરીદવા માંગે છે ટિકટોક
- ટ્રમ્પના ખાસ તેવા એલોન મસ્ક પણ ટિકટોકને ઓફર આપી ચુક્યા છે
વોશિંગ્ટન : અમેરિકામાં વેચાણની કગાર પર ઉભેલું TikTok ને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, માઇક્રોસોફ્ટ આ દિશામાં વાતચીત કરી રહ્યું છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કર્યો મોટો ઇશારો
અમેરિકી કંપની Microsoft શોર્ટ વીડિયો પ્લેટફોર્મ TikTok ને ખરીદી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, માઇક્રોસોફ્ટ ટિકટોકને ખરીદવા માટે વાતચીત ચલાવી રહ્યું છે. તેમણે તેમ પણ જણાવ્યું કે, ટિકટોકના વેચાણ માટે બોલી લાગવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ટિકટોકનો માલિકી હક ચીની કંપની ByteDance પાસે છે. જો તેને અમેરિકામાં ટિકટોકનું સંચાલન કરવું હોય તો તેને અમેરિકી કંપનીને વેચવું પડશે.
આ પણ વાંચો : Ahmedabad: ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો પર્દાફાશ, આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
અનેક કંપનીઓ ટિકટોકની ખરીદી માટે પડાપડી
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું માઇક્રોસોફ્ટ ટિકટોક માટે બોલી લગાવવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે તેમણે હામાં જવાબ આપ્યો. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઘણી કંપનીઓ આમાં રસ ધરાવે છે. બાઈટડાન્સે 2020 માં ટિકટોક વેચવા માટે માઇક્રોસોફ્ટનો પણ સંપર્ક કર્યો હતો. ત્યારે આ સોદો અંતિમ સ્વરૂપ પામી શક્યો ન હતો. આ પછી, ચીની કંપનીએ ઓરેકલ પાસે પણ આવો જ પ્રસ્તાવ લીધો, પરંતુ અહીં પણ સોદો અંતિમ સ્વરૂપ મેળવી શકાયો નહીં. હવે, જો આ સોદો થાય છે, તો TikTok ની પેરેન્ટ કંપની Bytedance પાસે તેમાં લઘુમતી હિસ્સો હશે, જ્યારે અમેરિકન કંપની પાસે અડધાથી વધુ હિસ્સો હશે.
TikTok ને કેમ વેચવાની ફરજ પડી?
બાઈટડાન્સ પર ટિકટોક યુઝર્સનો ડેટા ચીની સરકાર સાથે શેર કરવાનો આરોપ હતો. અમેરિકન અદાલતોએ પણ આ આરોપને સાચો માન્યો અને TikTok ને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જાહેર કર્યો. સમયમર્યાદા પછી પણ વેચાણ ન કરી શકનાર TikTok પર 19 જાન્યુઆરીએ થોડા કલાકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કંપનીને થોડી રાહત આપી હતી. આ પછી, અમેરિકામાં TikTok નું સંચાલન ફરી શરૂ થયું.
આ પણ વાંચો : અયોધ્યામાં ભક્તોની ભીડને લઈને ચંપત રાયે શું કરી અપીલ?
ખરીદદારોની યાદીમાં આ મોટા નામો પણ છે
માઈક્રોસોફ્ટ ઉપરાંત, ઘણા અન્ય મોટા નામો પણ ટિકટોક ખરીદવામાં રસ ધરાવે છે. આમાં અમેરિકન અબજોપતિ એલોન મસ્ક, યુટ્યુબર મિસ્ટરબીસ્ટ, ઓરેકલના વડા લેરી એલિસન અને અબજોપતિ રોકાણકાર ફ્રેન્ક મેકકોર્ટ વગેરેના નામ શામેલ છે.
આ પણ વાંચો : Jamnagar: ફરી એકવાર કોંગો ફીવરની દસ્તક, જામનગરમાં આધેડ વયના વ્યક્તિનું મોત