ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India-China Relations: સરહદ વિવાદથી વેપાર સુધી...શું SCO સમિટમાં ભારત-ચીન સંબંધોમાં આવશે ટર્નિંગ પોઇન્ટ?

India-China Relations : ભારત અને ચીન (India-China Relation)વચ્ચેના સંબંધોમાં ગલવાન (2020) અને ડોકલામ (2017) જેવી ઘટનાઓએ ઊંડી તિરાડો પાડી હતી, પરંતુ હવે વાતચીતના નવા રાઉન્ડ અને શાંઘાઈ સહકાર સંગઠન (SCO) સમિટની તૈયારીઓ સાથે આ બરફ પીગળવાના સંકેતો દેખાઈ રહ્યા છે.31...
04:22 PM Aug 20, 2025 IST | Hiren Dave
India-China Relations : ભારત અને ચીન (India-China Relation)વચ્ચેના સંબંધોમાં ગલવાન (2020) અને ડોકલામ (2017) જેવી ઘટનાઓએ ઊંડી તિરાડો પાડી હતી, પરંતુ હવે વાતચીતના નવા રાઉન્ડ અને શાંઘાઈ સહકાર સંગઠન (SCO) સમિટની તૈયારીઓ સાથે આ બરફ પીગળવાના સંકેતો દેખાઈ રહ્યા છે.31...
Modi Xi Jinping meeting
India-China Relations : ભારત અને ચીન (India-China Relation)વચ્ચેના સંબંધોમાં ગલવાન (2020) અને ડોકલામ (2017) જેવી ઘટનાઓએ ઊંડી તિરાડો પાડી હતી, પરંતુ હવે વાતચીતના નવા રાઉન્ડ અને શાંઘાઈ સહકાર સંગઠન (SCO) સમિટની તૈયારીઓ સાથે આ બરફ પીગળવાના સંકેતો દેખાઈ રહ્યા છે.31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ચીનના તિયાનજિનમાં યોજાનારી SCO સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત પર બધાની નજર છે. આ બેઠક માત્ર એક ઔપચારિક મુલાકાત નથી, પરંતુ બંને દેશો વચ્ચેના સરહદી તણાવ,વેપાર,વિઝા નીતિઓ અને લોકોના સંપર્કને મજબૂત કરવા જેવા મુદ્દાઓ પર નિર્ણાયક ચર્ચાઓનું મંચ બની શકે છે. આ લેખમાં આ બેઠકના એજન્ડા, ચીનની તાજેતરની છૂટછાટો અને સંબંધોના ભવિષ્યનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. 

મોદી-જિનપિંગ બેઠકનો એજન્ડા (India-China Relations)

લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર 2020ના ગલવાન સંઘર્ષ પછી થયેલા ડિ-એસ્કેલેશન પગલાંને વધુ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત થશે. બંને દેશો વચ્ચે સરહદી વિવાદના ઉકેલ માટે સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ્સ (SR) મિકેનિઝમ હેઠળ ચર્ચાઓ ચાલુ છે, અને આ બેઠકમાં આ માટે નવો રોડમેપ નક્કી થઈ શકે છે.કૈલાશ માનસરોવર યાત્રાનું વિસ્તરણનીઆ યાત્રા ભારતીય યાત્રાળુઓ માટે આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. ચીન સાથેની વાતચીતમાં આ યાત્રાને સરળ અને વધુ સુલભ બનાવવા પર ચર્ચા થઈ શકે છે.સરહદી વેપારની પુનઃસ્થાપના લિપુલેખ, શિપકી લા અને નાથુ લા જેવા સરહદી વેપારી માર્ગો, જે 2020ની મહામારી અને સરહદી તણાવને કારણે બંધ થયા હતા, તેને ફરીથી ખોલવા માટે વાટાઘાટો ચાલી રહી છે.આનાથી સ્થાનિક અર્થતંત્રને ફાયદો થશે.

આ પણ  વાંચો -UNSC માં ભારતે પાકિસ્તાનનો કર્યો પર્દાફાશ, જાતીય હિંસા મુદ્દે કર્યા વાકપ્રહાર

ભારતે-ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા ફરીથી શરૂ કર્યા

ભારતે-ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા ફરીથી શરૂ કર્યા છે,અને બંને દેશો ડાયરેક્ટ ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવા માટે "એડવાન્સ્ડ સ્ટેજ"માં ચર્ચાઓ કરી રહ્યા છે. આનાથી લોકોના સંપર્કમાં વધારો થશે.બંને દેશો SCO અને BRICS જેવા બહુપક્ષીય મંચોમાં સહકાર વધારવા માટે પ્રતિબદ્ધ છે.આ મંચો દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં મદદ કરી શકે છે. જેમાં બ્રહ્મપુત્રા અને સતલજ જેવી નદીઓના પાણીની વહેંચણી પર ચીન સાથે કરાર એ ભારત માટે મહત્વનો મુદ્દો છે જે આ બેઠકમાં ચર્ચાઈ શકે છે.

આ પણ  વાંચો -Afghanistan માં રુવાડા ઉભા કરી દે તેવો થયો અકસ્માત, 50થી વધુના મોત

મુલાકાત સાબિત થશે ટર્નિંગ પોઇન્ટ ?

ભારત અને ચીનના સંબંધોમાં ડોકલામ અને ગલવાની સમસ્યાએ ખટાશ પેદા કરી હતી. બન્ને દેશ વચ્ચેની સૈન્ય અને કૂટનીતિની વાતચીત બાદ વર્તમાન સમયમાં સંબંધો થોડા સુંવાળા બન્યા છે. પરંતુ સંપૂર્ણ રીતે વિશ્વાસ મેળવવો હજુ ક્યાંક કચાશ સાબિત કરે છે. તેથી બન્ને દેશ વચ્ચેની મુલાકાત ટર્નિંગ પોઇન્ટ સાબિત કરી શકે છે. ચીનના વિદેશ મંત્રીની ભારત મુલાકાત અને પીએમ મોદીએ સમિટ માટે સ્વીકારેલુ આમંત્રણ સકારાત્મક ભૂમિકા તરફ સંકેત આપતુ હોવાનુ જોવા મળી રહ્યુ છે.

Tags :
India China future tiesIndia China trade talksIndia-China border disputeIndia-China relationsModi Xi Jinping MeetingSCO Summit 2025Tianjin SCO meeting
Next Article