Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

"કામના સ્ટ્રેસથી લોકો બની જાય છે GAY": મંત્રીજીનું જ્ઞાન બન્યું ઠેકડીનું કારણ

ઓફિસમાં કામ કરતી વખતે ઘણીવાર એવું લાગતું હશે કે ક્યારેક ક્યારેક વર્કલોડ ઘણો વધારો હોય છે. તેના કારણે તમે ઘણાં તણાવમાં આવી ગયા હશો. પરંતુ શું તમે વિચાર્યું છે કે કોઈ આ તણાવને કારણે સમલૈંગિક (GAY) પણ બની શકે છે? આ કહેવું છે મલેશિયાના એક મંત્રીનું. મંત્રીજીએ કહ્યુ છે કે કામના તણાવને કારણે લોકો ગે એટલે કે સમલૈંગિક બની જાયછે. તેમનું આ નિવેદન ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયું છે અને લોકો તેના પર મજેદાર રિએક્શન આપીને ઠેકડી પણ ઉડાડી રહ્યા છે.
 કામના સ્ટ્રેસથી લોકો બની જાય છે gay   મંત્રીજીનું જ્ઞાન બન્યું ઠેકડીનું કારણ
Advertisement

. મલેશિયાના ધાર્મિક મામલાના મંત્રી ઝુલ્ફિકાર અલી હસનની ટીપ્પણીની થઈ રહી છે મજાક
. તણાવ "LGBT જીવનશૈલી" તરફ આકર્ષિત કરતો હોવાનો મલેશિયાના મંત્રીનો દાવો
. મલેશિયાની સંસદમાં વિપક્ષના સાંસદે માંગ્યા હતા LGBT સાથે જોડાયેલા આંકડા

કુઆલાલંપુર: ઓફિસમાં કામ કરતી વખતે ઘણીવાર એવું લાગતું હશે કે ક્યારેક ક્યારેક વર્કલોડ ઘણો વધારો હોય છે. તેના કારણે તમે ઘણાં તણાવમાં આવી ગયા હશો. પરંતુ શું તમે વિચાર્યું છે કે કોઈ આ તણાવને કારણે સમલૈંગિક (GAY) પણ બની શકે છે? આ કહેવું છે મલેશિયાના એક મંત્રીનું. મંત્રીજીએ કહ્યુ છે કે કામના તણાવને કારણે લોકો ગે એટલે કે સમલૈંગિક બની જાયછે. તેમનું આ નિવેદન ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયું છે અને લોકો તેના પર મજેદાર રિએક્શન આપીને ઠેકડી પણ ઉડાડી રહ્યા છે.

Advertisement

મલેશિયાના ધાર્મિક મામલાના મંત્રી ઝુલ્ફિકાર અલી હસને વિપક્ષી નેતા દ્વારા પુછવામાં આવેલા એક સવાલનો જવાબ આપ્યો હતો. વિપક્ષના સાંસદે મલેશિયામાં એલજીબીટી સાથે જોડાયેલા આંકડા માંગ્યા હતા. આ દરમિયાન હસને કહ્યુ કે કામ સાથે જોડાયેલા તણાવ એક કારણોમાંથી એક છે જેના કારણે લોકો "LGBT જીવનશૈલી" તરફ આકર્ષિત થાય છે. હસને કહ્યુ કે લોકો કથિતપણે કામના તણાવ, સામાજિક દબાણ, યૌન અનુભવો અને ધાર્મિક અભ્યાસની ઉણપના કારણે સમલૈંગિક થઈ જાય છે. તેમણે પોતાના વાત રજૂ કરતી વખતે 2017ના એક અભ્યાસને ટાંક્યો પણ હતો, જેમાં કામ સાથે સંબંધિત તણાવ અને સમલૈંગિકતા વચ્ચે સંબંધ જણાવવામાં આવ્યો હતો.

Advertisement

રિપોર્ટ્સ મુજબ, મંત્રીએ સવાલનો જવાબ આપતા કહ્યુ કે સરકાર "LGBT સમુદાયના આકાર પર વ્યાપક ડેટા રાખતી નથી અને સત્તાવાર આંકડા મર્યાદીત છે. મહત્વપૂર્ણ છે કે મલેશિયામાં સમલૈંગિક સંબંધને કાયદાકીય માન્યતા મળતી નથી. વધુ એક સવાલનો જવાબ આપતા મંત્રીએ ક્હયુ કે 2022 અને 2025 વચ્ચે LGBT સાથે સંબંધિત ગતિવિધિઓમાં 135 લોકોની ધરપકડ કરાઈ છે.

રજા લેવાની નવી રીત

મલેશિયાના મંત્રીનું આ નિવેદન સામે આવતા જ લોકો ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. જ્યાં એક નાના વર્ગે મંત્રીની વાતનું સમર્થન કર્યું છે, તો મોટાભાગના લોકોએ આ ટીપ્પણીની મજાક ઉડાડી છે. એક યૂઝરે એક્સ પર લખ્યું છે કે આ તર્કથી મને ખરેખર હેરાની છે કે મારી આખી ઓફિસ અત્યાર સુધી ગે કેમ નથી થઈ ગઈ.

એક અન્ય યૂઝરે તો ત્યાં સુધી પૂછી લીધું કે શું મંત્રીજીની સંસદમાં કઈ ક્યારેય ખૂબ મહેનત નથી કરતું? તો એક અન્ય યૂઝરે લખ્યું કે કામથી ઑફ લેવાની એક નવી પદ્ધતિ.

આ પણ વાંચો: થાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નને મળી કાયદાકીય માન્યતા, આજથી અમલવારી શરૂ

Tags :
Advertisement

.

×