World Cancer Day 2025: 4 ફેબ્રુઆરીએ જ કેમ મનાવાય આ દિવસ જાણો
- આજે વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ
- વૈશ્વિક સ્તરે પ્રયાસોને મજબૂત કરવાનો છે
- ભારતમાં 2040 સુધીમાં કેન્સરના કેસ બમણા થઈ જશે
World Cancer Day :દર વર્ષે 4 ફેબ્રુઆરી વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day 2025) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં કેન્સર વિશે જાગૃતિ વધારવાનો અને આ રોગ સામે લડવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસોને મજબૂત કરવાનો છે. કેન્સર આજે વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ, ભારતમાં વર્ષ 2023માં કેન્સરના 14,96,972 કેસ નોંધાયા હતા .
ભારતમાં 2040 સુધીમાં કેન્સરના કેસ બમણા થઈ જશે
એવો અંદાજ છે કે ભારતમાં 2040 સુધીમાં કેન્સરના કેસ બમણા થઈ જશે. વિશ્વ કેન્સર દિવસનો ઉદ્દેશ્ય માત્ર લોકોને આ રોગ વિશે જાગૃત કરવાનો નથી પરંતુ તેની રોકથામ, સારવાર અને નિવારણ માટે સંયુક્ત પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો પણ છે.
World Cancer Dayનો ઇતિહાસ
World Cancer Dayની ઉજવણી 4 ફેબ્રુઆરી 2000ના રોજ પેરિસમાં શરૂ થઈ. તેની સ્થાપના યુનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (UICC) દ્વારા કરવામાં આવી હતી, જે કેન્સર સામેની લડાઈમાં અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આ દિવસે કેન્સરને લગતા વિવિધ કાર્યક્રમો, સેમિનાર, વર્કશોપ અને જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો -ટ્રમ્પે મેક્સિકો સામે 'ટેરિફ વોર' એક મહિના માટે મુલતવી રાખી, કેનેડાના પીએમ ટ્રુડોને પણ ફોન લગાવ્યો
વિશ્વ કેન્સર દિવસનું મહત્વ
વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ લોકોને કેન્સર સંબંધિત તમામ પરિબળો વિશે જાગૃત કરવાનો અને આ રોગથી બચવા માટે તેમને યોગ્ય માહિતી અને સંસાધનો આપવાનો છે. તમને જણાવી દઈએ કે, વિશ્વ કેન્સર દિવસનો મુખ્ય ધ્યેય કેન્સરથી થતા રોગ અને મૃત્યુને ઘણી હદ સુધી ઘટાડવાનો છે.
આ પણ વાંચો -PM Modi જશે બે દિવસ અમેરિકાના પ્રવાસે,જાણો સંપૂર્ણ કાર્યક્રમ
વિશ્વ કેન્સર દિવસ 2025 ની થીમ
દર વર્ષે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી માટે થીમ રાખવામાં આવે છે. વર્ષ 2025ની થીમ 'યુનાઈટેડ બાય યુનિક' રાખવામાં આવી છે. આ થીમ રાખવાનો હેતુ લોકોને જણાવવાનો છે કે કેન્સર એ માત્ર સારવાર દ્વારા જ નહીં પરંતુ લોકો સાથે મળીને જીતવાની લડાઈ છે, જેને આપણે તેના મૂળમાંથી નાબૂદ કરવી પડશે.
કેન્સરને રોકવા માટે આપણે કયા પગલાં લઈ શકીએ?
કેન્સરથી બચવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી ખૂબ જ જરૂરી છે. આમાં તાજા ફળો અને શાકભાજીનું સેવન, નિયમિત શારીરિક વ્યાયામ, તમાકુ અને આલ્કોહોલથી દૂર રહેવું અને તડકામાં વધુ સમય ન વિતાવવો શામેલ છે. આ ઉપરાંત, નિયમિત આરોગ્ય તપાસ કરાવવી અને જોખમી પરિબળોને ટાળવું પણ મહત્વપૂર્ણ છે.