US President Donald Trump ના અધૂરા જ્ઞાન પર વિશ્વ નેતાઓએ ઉડાવી ઠેકડી, જુઓ Video
- અધૂરા જ્ઞાન મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ Trump ની ઠેકડી
- અલ્બેનિયાના PM એડી રામાનો વીડિયો વાયરલ
- યુદ્ધવિરામ અંગે ટ્રમ્પે કરેલા દાવાને લઈ ઠેકડી ઉડાવી
- ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સહિત રાષ્ટ્રધ્યક્ષો હસી પડ્યા
- જે યુદ્ધ થયું નહોતું એને ખત્મ કરાવ્યાનો ટ્રમ્પનો દાવો
- અઝરબૈજાન-અલ્બેનિયા વચ્ચે યુદ્ધ રોકાવ્યાનો દાવો
- આર્મેનિયાના બદલે વારંવાર ટ્રમ્પ અલ્બેનિયા બોલ્યા
ડેનમાર્કના કોપનહેગનમાં યોજાયેલી યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટી (EPC)ની બેઠક એક ગંભીર રાજકીય સંમેલન હોવા છતાં, US President Donald Trump ની 'અધૂરી ભૂગોળ'ની સમજણના કારણે હાસ્યનું કેન્દ્ર બની ગઈ. અલ્બેનિયાના વડાપ્રધાન એડી રામાએ આ બેઠક દરમિયાન ટ્રમ્પની એક મોટી ભૂલની જાહેરમાં મજાક ઉડાવી, જેના પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સહિત અન્ય વૈશ્વિક નેતાઓ પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં. આ ક્ષણનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.
જે યુદ્ધ થયું જ નહોતું, તેને ટ્રમ્પે ખત્મ કરાવ્યું હોવાનો કર્યો દાવો
અલ્બેનિયન વડા પ્રધાન એડી રામાએ જે ભૂલ અંગે Trump પર કટાક્ષ કર્યો, તે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકેના બીજા કાર્યકાળ દરમિયાનના વિવાદાસ્પદ આંતરરાષ્ટ્રીય નિવેદનો સાથે જોડાયેલી છે. ટ્રમ્પ સતત એવો ખોટો દાવો કરી રહ્યા છે કે તેમણે અઝરબૈજાન અને અલ્બેનિયા વચ્ચે ચાલી રહેલા 'યુદ્ધ'નો અંત લાવીને શાંતિ કરાર કરાવ્યો છે. પૂર્વીય યુરોપીય દેશોના સંઘર્ષને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર ભૂલ કરી છે અને અઝરબૈજાન અને અલ્બેનિયા વચ્ચે યુદ્ધનું દાવો કર્યો છે. વાસ્તવમાં, સંઘર્ષ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે થયો હતો અને અલ્બેનિયા તેની સાથે ક્યારેય સામેલ નથી રહી. ટ્રમ્પની આ વારંવારની ભૂલ તેમની વિશ્વના નકશા અને ભૂગોળ અંગેની સમજણમાં મૂંઝવણ દર્શાવે છે અને તેમના દાવા વૈશ્વિક રાજકારણમાં વિચિત્ર સ્થિતિ ઊભી કરે છે.
PM રામાનો કટાક્ષ અને વૈશ્વિક નેતાઓનું હાસ્ય
EPC બેઠક દરમિયાન જ્યારે અલ્બેનિયન વડા પ્રધાન એડી રામા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે કોઈએ તેમની વાતચીત રેકોર્ડ કરી લીધી. એડી રામાએ હસતાં-હસતાં મેક્રોનને કહ્યું, "તમારે અમારી માફી માંગવી જોઈએ, કારણ કે તમે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા અલ્બેનિયા અને અઝરબૈજાન વચ્ચે હસ્તાક્ષર કરાયેલ શાંતિ કરાર માટે અમને અભિનંદન આપ્યા ન હતા." રામાની આ કટાક્ષભરી ટિપ્પણી સાંભળીને મેક્રોન અને અલીયેવ બંને હાસ્યમાં ફસાઈ ગયા હતા. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના માત્ર એક મજાક નહોતી, પરંતુ વિશ્વના નેતાઓ વચ્ચે ટ્રમ્પની ભૂલોને લઈને ચાલી રહેલી ખાનગી ચર્ચા જાહેરમાં આવી ગઈ હતી. રામાની ટિપ્પણી ટ્રમ્પના અધૂરા જ્ઞાન પર સીધો પ્રહાર હતો.
Trump ની ભૂગોળની મૂંઝવણ
ડોનાલ્ડ ટ્રમ્પ માટે વિશ્વના દેશોના ભૂગોળ અને તફાવત અંગે મૂંઝવણ થવી એ કોઈ નવી વાત નથી. આ પહેલા સપ્ટેમ્બર 2024 માં ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં પણ ટ્રમ્પે આર્મેનિયાને બદલે ભૂલથી અલ્બેનિયાનો ઉલ્લેખ કરીને બીજા યુદ્ધનો અંત લાવવાનો શ્રેય લીધો હતો. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર સાથેની એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ તેમણે અઝરબૈજાન અને અલ્બેનિયા વચ્ચે શાંતિ કરાર કરાવ્યાનો દાવો કર્યો હતો. ટ્રમ્પની મૂંઝવણ અહીં જ અટકી ન હતી. એક રાત્રિભોજન પાર્ટીમાં તેમણે કંબોડિયા અને આર્મેનિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાનો દાવો કર્યો હતો. હકીકતમાં, આ બંને દેશો વચ્ચે 4,000 માઇલનું અંતર છે અને તેઓ ક્યારેય એકબીજા સાથે યુદ્ધ કર્યું નથી.
આ પણ વાંચો : 'આસિમ મુનીર સેલ્સમેન જેવા લાગે છે', ટ્રમ્પ સામે પાકિસ્તાની સેના પ્રમુખની હરકતોથી પાકિસ્તાની સાંસદો ગુસ્સે થયા