World Record : 3 મહિના સુધી પાણીમાં રહી આ શખ્સ વાસ્તવિક ઉંમર કરતા થઇ ગયો 10 વર્ષ નાનો
World Record : જો તમને કોઇ કહે કે તમારી ઉંમર ઘટી (Age Decrease) શકે છે તો શું તમે તેની વાત માનશો ? આ એક એવો પ્રશ્ન છે જેના વિશે દરેક ઉંમરના લોકો ચોક્કસપણે જાણવા માંગશે. જણાવી દઇએ કે, એક શખ્સે ચોંકાવનારો દાવો (Shocking Claim) કર્યો છે કે તે તેની વાસ્તવિક ઉંમર (Actual Age) કરતા 10 વર્ષ નાનો થઇ ગયો છે. મળી રહેલી માહિતી અનુસાર, એક શખ્સે પાણીની અંદર રહીને તેની ઉંમર '10 વર્ષ' ઓછી કરી છે. વાસ્તવમાં, વ્યક્તિએ એક સંશોધનમાં ભાગ લીધો હતો અને જ્યારે સંશોધનના પરિણામો સામે આવ્યા ત્યારે જાણવા મળ્યું કે તેની ઉંમર '10 વર્ષ' ઘટી ગઈ છે.
Underwater Record in Atlantic Ocean
3 મહિનાથી વધુ સમય પાણીમાં રહી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
આપને જાણીને નવાઈ લાગશે કે નિવૃત્ત નૌસેના અધિકારી જોસેફ ડિતુરીએ એટલાન્ટિક મહાસાગરમાં કોમ્પેક્ટ પોડમાં 93 દિવસ પાણીની અંદર વિતાવ્યા હતા. જોસેફ ડિતુરી એક નિવૃત્ત નૌકા અધિકારી હતા, 93 દિવસ સુધી પાણીની અંદર રહેવું એ માત્ર સાહસિક કાર્ય જ નહોતું પરંતુ તે મહત્વપૂર્ણ સંશોધનનો પણ એક ભાગ હતો. પાણીની નીચે દબાણયુક્ત વાતાવરણમાં રહેવાથી માનવ શરીર પર શું અસર પડે છે તે જાણવા માટે સંશોધન ચાલી રહ્યું હતું. એક રિપોર્ટ અનુસાર જોસેફ ડિતુરીએ 93 દિવસ પાણીની અંદર રહીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. અગાઉ 73 દિવસ પાણીની નીચે રહેવાનો રેકોર્ડ હતો. જોસેફ બહાર આવ્યો અને તેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેના શરીર પર ઘણી સકારાત્મક અસરો થઇ હતી. જણાવી દઇએ કે, જ્યારે ડોક્ટરોએ જોસેફની તપાસ કરી તો એક ચોંકાવનારી વાત સામે આવી. જોસેફ જ્યારે પાણીની અંદર ગયો ત્યારે તેના સ્ટેમ સેલ 10 ગણા વધી ગયા હતા.
Joseph Dituri
વાસ્તવિક ઉંમર કરતા 10 વર્ષ નાની થઇ ઉંમર
જોસેફે કહ્યું કે તે અઠવાડિયામાં 4 થી 5 દિવસ એક કલાક કસરત કરતો હતો. આ કારણે તેનું શરીર દુબળું થઈ ગયું અને મેટાબોલિઝમ વધી ગયું. આ સિવાય જોસેફનો દાવો છે કે તેમનું કોલેસ્ટ્રોલ 72 પોઈન્ટ્સ ઘટી ગયું છે. આ કારણે તેની ઉંમર પણ ઘટી છે. જોસેફને પાણીની અંદર અનુભવાયેલો એક મહત્ત્વનો અનુભવ એ હતો કે તેની ઊંઘની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો હતો અને તેણે ગાઢ ઊંઘમાં વિતાવેલી રાતોની સંખ્યા સામાન્ય કરતાં ઘણી વધારે હતી. આ પણ એક કારણ છે કે તે તેની વાસ્તવિક ઉંમર કરતા 10 વર્ષ નાની દેખાય છે. કોઈપણ રીતે પૂરતી ઊંઘ લેવાથી વ્યક્તિ તાજગી અનુભવે છે.
World Record in Underwater
જોસેફ ડિતુરી કોણ છે?
જોસેફ ડિતુરી 1985માં US નેવીમાં જોડાયા હતા. તેણે ઘણા જહાજો પર સતત સેવા આપી છે. ડાઇવિંગ અને શિપ રિપેરમાં પણ તેઓ સામેલ રહ્યા છે. તેણે યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિનામાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. ડાઇવિંગ ઓફિસર બન્યા પછી, ડિતુરીએ પર્લ હાર્બર નેવલ શિપયાર્ડમાં પરમાણુ પ્રોજેક્ટ સુપરિન્ટેન્ડન્ટ, પ્રોજેક્ટ મેનેજર, ડોકિંગ ઓફિસર, ડાઇવિંગ ઓફિસર અને બિઝનેસ ઓપરેશન્સ ઓફિસર તરીકે સેવા આપી હતી.
આ પણ વાંચો - Crypto King Alleged: યુવાનો સાથે છેતરપિંડીના મામલે Aiden Pleterski ની કરાઈ ધરપકડ
આ પણ વાંચો - નેપાળી શેરપાનું અદભૂત પરાક્રમ, 29 મી વખત Mount Everest પર ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો…