Xi Jinping Coup Attempt : હોટલમાં જિનપિંગનું 'ઢીમ' ઢાળી દેવાનો પ્લાન હતો? સેનામાં ભૂકંપ!
- જિનપિંગના ખાસ જનરલ ઝાંગ યુશિયાની ધરપકડ
- બેઈજિંગની હોટલમાં રાષ્ટ્રપતિને કેદ કરવાનું હતું ષડયંત્ર
- સેના દ્વારા સત્તા પલટાવવાનો પ્લાન સુરક્ષાકર્મીઓએ નિષ્ફળ બનાવ્યો
- જિનપિંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં ચોથી વખત કાવતરું ઘડાયું
- ચીની સેનાના મોટા અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ શરૂ
Xi Jinping Coup Attempt: ચીન (China) ના રાજકારણ અને સૈન્ય વર્તુળમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) ના અત્યંત નજીકના ગણાતા અને દેશની સેનાના સૌથી શક્તિશાળી જનરલ ઝાંગ યુશિયા (General Zhang Youxia) અને સરકારના રણનીતિક સલાહકાર લિયુ ઝેનલી (Liu Zhenli) ની ધરપકડ કરવામાં આવી છે. આ બંને ઉચ્ચ અધિકારીઓ પર કાયદાનું ઉલ્લંઘન અને શિસ્તભંગના આરોપો મૂકીને તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ આ ધરપકડ પાછળનું મુખ્ય કારણ શી જિનપિંગની સરકાર ઉથલાવવાનો પ્રયાસ એટલે કે તખ્તાપલટ (Coup Attempt) હોવાનું માનવામાં આવે છે.
Xi Jinping Coup Attempt : હોટલમાં જિનપિંગને નજરકેદ કરવાનું પ્લાનિંગ
ચીની સેનામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનની આડમાં આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેનેડા (Canada) સ્થિત પ્રખ્યાત ચીની લેખિકા શેંગ શુએ (Sheng Xue) એ પોતાના એક લેખમાં સનસનીખેજ દાવો કર્યો છે કે ગત 18 જાન્યુઆરીની સાંજે શી જિનપિંગને કસ્ટડીમાં લેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ માટે બેઈજિંગ (Beijing) ની જિંગશી હોટલ (Jingshi Hotel) માં ધામા નાખવામાં આવ્યા હતા. જિનપિંગ છેલ્લા કેટલાક સમયથી સુરક્ષાના કારણોસર કોઈ એક ચોક્કસ ઠેકાણે રહેતા નથી, પરંતુ આ દિવસે તેઓ હોટલમાં હતા. જોકે, જિનપિંગના સુરક્ષાકર્મીઓને સેનાના આ પ્લાનની ગંધ આવી જતા તેમણે તાત્કાલિક જિનપિંગને હોટલની અંદર જ નજરકેદ કરી સુરક્ષિત કરી લીધા હતા અને બળવો નિષ્ફળ બનાવ્યો હતો.
解放军报社论:坚决打赢军队反腐败斗争攻坚战持久战总体战
An editorial to be published by a flagship newspaper of the Chinese People's Liberation Army (#PLA) on Sunday vows to fight and win the war against corruption in the military.China on Saturday announced the investigation… pic.twitter.com/b0rIIE3VMK
— China Military Bugle (@ChinaMilBugle) January 24, 2026
કોણ છે જનરલ ઝાંગ યુશિયા?
75 વર્ષીય જનરલ ઝાંગ યુશિયા ચીની સેનાના સૌથી કદાવર નેતા માનવામાં આવતા હતા. તેઓ સેન્ટ્રલ મિલિટરી કમિશન (CMC) ના ઉપાધ્યક્ષ હતા, જે સીધું રાષ્ટ્રપતિ જિનપિંગને રિપોર્ટ કરે છે. ઝાંગ યુશિયાના પિતા પણ કમ્યુનિસ્ટ પાર્ટી (Communist Party) માં જનરલ હતા. 1968માં પીપલ્સ લિબરેશન આર્મી (PLA) જોઈન કરનાર ઝાંગ પાસે યુદ્ધ લડવાનો બહોળો અનુભવ હતો, જેના કારણે જિનપિંગે તેમને સેનામાં ઉચ્ચ સ્થાન આપ્યું હતું. હવે તેમના પર જ ગદ્દારીનો આરોપ લાગ્યો છે.
અગાઉ 9 જનરલો સસ્પેન્ડ અને જિનપિંગ પર ચોથો હુમલો
આ ધરપકડનો દોર ઓક્ટોબર 2025થી શરૂ થયો હતો, જ્યારે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીએ સેનાના 9 મોટા જનરલોને સસ્પેન્ડ કરી દીધા હતા. શેંગ શુએના દાવા મુજબ, શી જિનપિંગ વિરુદ્ધ કાવતરું રચાયું હોય તેવી આ ચોથી ઘટના છે. આ પહેલાં વર્ષ 2013માં પણ તેમના પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં ગોળી તેમના પગને સ્પર્શીને નીકળી ગઈ હતી અને તેમના સુરક્ષાકર્મીનું મોત થયું હતું. હાલમાં ઝાંગ યુશિયા અને લિયુ ઝેનલીની ધરપકડ બાદ ચીની સેનામાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો : Bangladesh : વધુ એક હિન્દુની હત્યા ! 23 વર્ષી ચંચલ ભૌમિકને ગેરેજની અંદર જ જીવતો સળગાવ્યો


