Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US News : વિદેશમાં વસતા ગુજરાતી મહિલાઓની શક્તિનું સન્માન, મોટી સંખ્યામાં ઉમટ્યા NRI

US News : અમેરિકાની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને સમુદાયનું નામ રોશન કરતો એક ભવ્ય કાર્યક્રમ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. ભારતીય અમેરિકન વરિષ્ઠ વારસો અને દક્ષિણ અમેરિકન ગુજરાતી સમાજના સંયુક્ત બેનર હેઠળ આ વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
us news   વિદેશમાં વસતા ગુજરાતી મહિલાઓની શક્તિનું સન્માન  મોટી સંખ્યામાં ઉમટ્યા nri
Advertisement
  • US News : લોસ એન્જલસમાં ગુજરાતીઓનો દબદબો !
  • USના વિવિધ શહેરમાંથી 1500 લોકો રહ્યાં હાજર
  • Senior Women Achievementના કાર્યક્રમમાં યોગી પટેલના માતા ઉર્મિલા પટેલનું કરાયું સન્માન

US News : અમેરિકાની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને સમુદાયનું નામ રોશન કરતો એક ભવ્ય કાર્યક્રમ (Community Event) તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. ભારતીય અમેરિકન વરિષ્ઠ વારસો (Indian American Senior Heritage) અને દક્ષિણ અમેરિકન ગુજરાતી સમાજ (South American Gujarati Samaj) ના સંયુક્ત બેનર હેઠળ આ વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાની ઉંમરે અસાધારણ અને ગૌરવશાળી સિદ્ધિ મેળવનાર વરિષ્ઠ મહિલાઓ (Senior Women Achievement) ના યોગદાનને બિરદાવવાનો અને તેમનું સન્માન કરવાનો હતો. આ કાર્યક્રમમાં મુળ સુરતના અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા યોગી પટેલના માતા ઉર્મિલા બેન પટેલનું પણ શોલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું.

USના વિવિધ શહેરમાંથી 1500 લોકો રહ્યાં હાજર

આ ગૌરવશાળી ક્ષણના સાક્ષી બનવા માટે અમેરિકાના વિવિધ શહેરોમાંથી લગભગ 1500 જેટલા લોકો ઉપસ્થિત રહ્યાં હતા. પ્રવાસી ભારતીયોના આ વિશાળ મેળાવડાએ વિદેશમાં વસતા ગુજરાતીઓની એકતા અને સામાજિક સદ્ભાવના દર્શાવી હતી. કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ મેળવેલી સિદ્ધિઓની ગાથા રજૂ કરવામાં આવી ત્યારે સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યો હતો.

Advertisement

કોણ છે યોગી પટેલ?

મૂળ સુરતના વતની અને છેલ્લા 20 વર્ષથી લોસ એન્જલસમાં સ્થાયી થયેલા યોગી પટેલ વ્યવસાયે કેમિકલ એન્જિનિયર (Chemical Engineer) છે અને તેમણે ઉચ્ચ શિક્ષણ વિદેશમાં જ મેળવ્યું છે. વ્યવસાયિક ક્ષેત્રે તેમણે રિયલ એસ્ટેટ (Real Estate), હોટેલ એન્ડ મોટેલ ઇન્ડસ્ટ્રીઝ તેમજ કોમર્શિયલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં મોટુ નામ મેળવ્યું છે. યોગી પટેલ છેલ્લા સમયથી સામાજિક સેવા સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત વિવિધ હોદ્દાઓ પર પણ સેવા પુરી પાડી રહ્યાં છે.

Advertisement

છેલ્લા કેટલાક વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સક્રિય રીતે જોડાયેલા યોગી પટેલ વિદેશની ધરતી પર ભારતીય સમુદાયનો મજબૂત અવાજ બન્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, ઓરેન્જ કાઉન્ટીના સેનેટર કિમ યાંગ (Senator Kim Young) દ્વારા યોગી પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમને પ્રતિષ્ઠિત 'સાઉથ ઇન્ડિયન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એવોર્ડ' (South Indian Business Administration Award) પણ એનાયત કરાયો હતો.

China Breaking News : ચીનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ, 90 લોકોના મોત

Tags :
Advertisement

.

×