Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગૌમાંસ ખાવાના મુદ્દે ભારતના મોસ્ટ વોન્ટેડ ઝાકિર નાયકે જે કહ્યું તે જાણી ચોંકી જશો તમે

ઝાકિર નાઇકની પાકિસ્તાન મુલાકાત ગૌમાંસ મુદ્દે ઝાકિર નાઇકે પોતાનો બતાવ્યો દૃષ્ટિકોણ ગૌમાંસ ખાવું એ ઇસ્લામમાં ફરજ નથી : ઝાકિર નાઇક ભારતના મોસ્ટ વોન્ટેડ વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇક (Zakir Naik) સોમવારે પાકિસ્તાન પહોંચ્યો હતો. નાઈકનું પાકિસ્તાનમાં ઉષ્માભર્યું સ્વાગત થયું...
ગૌમાંસ ખાવાના મુદ્દે ભારતના મોસ્ટ વોન્ટેડ ઝાકિર નાયકે જે કહ્યું તે જાણી ચોંકી જશો તમે
  • ઝાકિર નાઇકની પાકિસ્તાન મુલાકાત
  • ગૌમાંસ મુદ્દે ઝાકિર નાઇકે પોતાનો બતાવ્યો દૃષ્ટિકોણ
  • ગૌમાંસ ખાવું એ ઇસ્લામમાં ફરજ નથી : ઝાકિર નાઇક

ભારતના મોસ્ટ વોન્ટેડ વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇક (Zakir Naik) સોમવારે પાકિસ્તાન પહોંચ્યો હતો. નાઈકનું પાકિસ્તાનમાં ઉષ્માભર્યું સ્વાગત થયું અને પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન મોહમ્મદ ઈશાક ડાર સહિત અનેક પ્રધાનો તેને મળ્યા હતા. આ દરમિયાન નાઈકનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ભારતમાં બીફ મુદ્દે વાત કરતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ (Pakistani news channel) ના પત્રકાર ઈરફાન સિદ્દીકી (Irfan Siddiqui) એ નાઈકને ભારતના ઘણા રાજ્યોમાં બીફ પર પ્રતિબંધ અંગે પ્રશ્ન કર્યો હતો અને પૂછ્યું હતું કે શું મુસ્લિમોએ તેનું સન્માન કરવું જોઈએ. જેના જવાબમાં નાઈકે કહ્યું કે ઈસ્લામ (Islam) મુજબ બીફ ખાવું ફરજ નથી, તેથી જો બીફ ખાવા પર પ્રતિબંધ લગાવતો કોઈ કાયદો હોય તો તેનું સન્માન કરવું જોઈએ.

Advertisement

બીફ પર પ્રતિબંધ અંગે શું વિચારે છે ઝાકિર નાઇક?

નાઈકે કહ્યું, 'ઈસ્લામિક શરિયત કહે છે કે તમે જે દેશમાં રહો છો તે દેશના કાયદાનું સન્માન કરો જ્યાં સુધી તે કાયદો અલ્લાહ અને અલ્લાહના મેસેન્જર વિરુદ્ધ ન જાય. ઉદાહરણ તરીકે, જો કોઈ દેશ એવો પ્રતિબંધ લાદે છે કે તમારે નમાઝ અદા ન કરવી જોઈએ... ઈસ્લામમાં નમાઝ અદા કરવી ફરજ છે, ત્યારે તમારે આ કાયદાનું પાલન ન કરવું જોઈએ. પરંતુ ગૌમાંસ (Beaf) ખાવું એ ઇસ્લામમાં ફરજ નથી અને જો કોઈ પ્રતિબંધ લાદે છે તો આપણે કાયદાનું સન્માન કરવું જોઈએ. બીફ ખાવા પર પોતાનો અંગત અભિપ્રાય આપતા ઝાકિરે આગળ કહ્યું, 'બીફ (Beaf) પર પ્રતિબંધ એ રાજકીય મુદ્દો છે કારણ કે હિન્દુઓ પણ તેને ખાય છે... તેઓ નોન-વેજ (Non-Veg) પણ ખાય છે, તેઓ મટન પણ ખાય છે, તેઓ બીફ પણ ખાય છે તેમના પુસ્તકોમાં લખેલું છે. ઝાકિરે કહ્યું કે બીફ પર પ્રતિબંધનો મુદ્દો રાજકીય છે. તેમણે કહ્યું, 'ઘણા રાજ્યોમાં બીફ પર પ્રતિબંધ છે અને હવે ઘણા રાજ્યોએ પણ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. કેટલાક દેશોમાં એવો કાયદો છે કે જો તમે બીફ ખાશો તો તમને 5 વર્ષની જેલની સજા થશે... કલ્પના કરો, જો તમે કોઈ છોકરીની છેડતી કરો છો, તો તમને 3 વર્ષની જેલની સજા થશે... જો તમે બીફ ખાશો, તમને 5 વર્ષની જેલની સજા થશે. હું માનું છું કે આમાં કોઈ તર્ક નથી.

નાઈક ​​શાહબાઝ શરીફના આમંત્રણ પર પાકિસ્તાન પહોંચ્યા

પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના આમંત્રણ પર ઝાકિર નાઇક તેમના પુત્ર ફારિક ઝાકિર નાઇક સાથે પાકિસ્તાન પહોંચ્યા હતા. નાઈક ​​28 ઓક્ટોબર સુધી પાકિસ્તાનમાં રહેશે અને આ દરમિયાન તે ઈસ્લામાબાદ, કરાચી અને લાહોરમાં ઈસ્લામિક ઉપદેશ આપશે. જણાવી દઇએ કે, નાઈક ​​પર ભડકાઉ ભાષણો, મની લોન્ડરિંગ અને આતંકવાદને પ્રોત્સાહન આપવા સહિતના અનેક આરોપો છે. 2016માં બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં તેનું નામ સામે આવ્યું હતું. એક હુમલાખોરે કહ્યું હતું કે, તે ઝાકિર નાઇકના વીડિયોથી પ્રભાવિત હતો. આ પછી નાઈક તેના પરિવાર સાથે ભારત ભાગી ગયો હતો. હવે તે મલેશિયામાં રહે છે.

Advertisement

પાકિસ્તાન જતા પહેલા નાઈકે ભારત વિશે શું કહ્યું?

પાકિસ્તાન જતા પહેલા ઝાકિર નાઇકનો એક ઈન્ટરવ્યુ સામે આવ્યો હતો જેમાં તે ભારત વિશે વાત કરતો જોવા મળ્યો હતો. પાકિસ્તાની યુટ્યુબર નાદિર અલી સાથે વાત કરતી વખતે, ઝાકિર નાઇકે કહ્યું કે વર્ષ 2019 માં, તેની ભારત પાછા જવાની તમામ શક્યતાઓ ખતમ થઈ ગઈ છે. વર્ષ 2019 માં જ, 5 ઓગસ્ટના રોજ, ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો હતો. ભારત વિશે ઝાકિર નાઇકે કહ્યું, 'ભારત પાછા ફરવું બિલકુલ સરળ નથી, ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. તેઓ મારા માટે રેડ કાર્પેટ નહીં પાથરે... તેઓ કહેશે અંદર આવો, જેલમાં બેસો... દેખીતી રીતે, તેઓ મારી ધરપકડ કરશે, તેમની યાદીમાં નંબર વન આતંકવાદી ઝાકિર નાઇક છે. નાઈકે દાવો કર્યો હતો કે ભારતમાં તેમના પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા પરંતુ એક પણ આરોપ સાબિત થઈ શક્યો નથી.

આ પણ વાંચો:  Zakir Naik in Pakistan : ભારતનો દુશ્મન પહોંચ્યો પાકિસ્તાન! પાક PM એ આપ્યું હતું આમંત્રણ

Advertisement

Tags :
Advertisement

.