Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UK માં નાગરિકતા મેળવવા માટે હવે 10 વર્ષ જોવી પડશે રાહ, PM કીર સ્ટારમરે નવા નિયમો અંગે જાહેરાત કરી

યુનાઈટેડ કિંગડમ સરકારે ઈમિગ્રેશન નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે, જે બ્રિટિશ નાગરિકતા મેળવવાની આશા રાખતા લોકો માટે આંચકારૂપ સાબિત થઈ શકે છે. વડા પ્રધાન કીર સ્ટારમરે 12 મે, 2025ના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં નવી ઈમિગ્રેશન નીતિ જાહેર કરી, જેનો ઉદ્દેશ આગામી 5 વર્ષમાં ઈમિગ્રેશનના આંકડાઓમાં ઘટાડો કરવાનો છે.
uk માં નાગરિકતા મેળવવા માટે હવે 10 વર્ષ જોવી પડશે રાહ  pm કીર સ્ટારમરે નવા નિયમો અંગે જાહેરાત કરી
Advertisement
  • યુકેમાં ઈમિગ્રેશનના નિયમો કડક કરવાની જાહેરાત
  • નાગરિકતા મેળવવા હવે 10 વર્ષ રાહ જોવી પડશે
  • વડાપ્રધાન કીર સ્ટારમરે નિયમો અંગે જાહેરાત કરી
  • યુકેમાં રહેવું હોય તો અંગ્રેજી આવડવી જ જોઈએ
  • સંસદમાં વિસ્તૃત ઈમિગ્રેશન વ્હાઈટ પેપર રજૂ કરાશે
  • વર્ક, સ્ટુડન્ટ, ફેમિલી વિઝાના નિયમ વધુ કડક થશે

UK Citizenship Policy : યુનાઈટેડ કિંગડમ (UK) સરકારે ઈમિગ્રેશન નિયમો (immigration rules) માં મોટા ફેરફારોની જાહેરાત કરી છે, જે બ્રિટિશ નાગરિકતા (British citizenship) મેળવવાની આશા રાખતા લોકો માટે આંચકારૂપ સાબિત થઈ શકે છે. વડા પ્રધાન કીર સ્ટારમરે (PM Keir Starmer) 12 મે, 2025ના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં નવી ઈમિગ્રેશન નીતિ જાહેર કરી, જેનો ઉદ્દેશ આગામી 5 વર્ષમાં ઈમિગ્રેશનના આંકડાઓમાં ઘટાડો કરવાનો છે. આ નવી નીતિ (New Policy) હેઠળ, બ્રિટિશ નાગરિકતા (British citizenship) મેળવવા માટે રાહ જોવાનો સમયગાળો 5 વર્ષથી વધારીને 10 વર્ષ કરવામાં આવ્યો છે. આ ફેરફાર ભારત સહિત વિશ્વભરના ઈમિગ્રન્ટ્સને અસર કરશે.

નાગરિકતા માટે હવે નવા નિયમો

નવી નીતિ અનુસાર, UK માં કાયમી નિવાસ અને નાગરિકતા મેળવવા માટે ઈમિગ્રન્ટ્સે હવે 10 વર્ષ સુધી દેશમાં રહેવું પડશે. આ સમયગાળા દરમિયાન, તેમણે UK ના અર્થતંત્ર અને સમાજમાં "વાસ્તવિક અને કાયમી યોગદાન" આપ્યું હોવું જોઈએ. વડા પ્રધાન સ્ટારમરે જણાવ્યું કે નર્સો, ડોકટરો, ઈજનેરો અને એઆઈ નિષ્ણાતો જેવા અત્યંત કુશળ વ્યક્તિઓની અરજીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત, UK માં રહેવા માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન હવે ફરજિયાત બનશે, જે ઈમિગ્રન્ટ્સ માટે વધુ એક પડકાર બની શકે છે. નવી ઈમિગ્રેશન નીતિ હેઠળ, વર્ક વિઝા, સ્ટુડન્ટ વિઝા અને ફેમિલી વિઝાના નિયમો પણ વધુ કડક કરવામાં આવશે. આ નવા નિયમો દ્વારા UK સરકાર ઈમિગ્રેશન પર વધુ નિયંત્રણ મેળવવા માંગે છે. બ્રિટિશ સંસદમાં આગામી દિવસોમાં ઈમિગ્રેશન પર એક વિસ્તૃત શ્વેતપત્ર (વ્હાઈટ પેપર) રજૂ કરવામાં આવશે, જેમાં આ નીતિની વિગતો સ્પષ્ટ કરવામાં આવશે. આ શ્વેતપત્ર ઈમિગ્રેશન સિસ્ટમને વધુ પારદર્શી અને કડક બનાવવાના પ્રયાસોનો ભાગ છે.

Advertisement

Advertisement

PM કીર સ્ટારમરે અગાઉની સરકાર પર આકરા પ્રહાર કર્યા

વડા પ્રધાન કીર સ્ટારમરે પોતાની જાહેરાત દરમિયાન અગાઉની કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે કન્ઝર્વેટિવ સરકારે સરહદો ખુલ્લી રાખીને "ગડબડ" સર્જી, જેના કારણે ઈમિગ્રેશનનું સ્તર અનિયંત્રિત રીતે વધ્યું. સ્ટારમરે વચન આપ્યું કે, તેમની સરકાર ખુલ્લી સરહદોના નિષ્ફળ પ્રયોગને સમાપ્ત કરશે અને ઈમિગ્રેશન પર કડક નિયંત્રણ લાવશે. આ નિર્ણય તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં ઈમિગ્રેશન વિરોધી રિફોર્મ પાર્ટીની સફળતા બાદ લેવામાં આવ્યો છે.

રાજકીય અને સામાજિક પડકારો

બ્રિટિશ રાજકારણમાં લાંબા સમયથી લેબર અને કન્ઝર્વેટિવ પાર્ટીઓનું વર્ચસ્વ રહ્યું છે. જોકે, તાજેતરની મેયર ચૂંટણીઓમાં બંને પક્ષોના સમર્થનમાં ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે જુલાઈમાં લેબર પાર્ટીએ કીર સ્ટારમરના નેતૃત્વમાં પ્રચંડ બહુમતી મેળવી હતી, પરંતુ હવે પાર્ટી ઈમિગ્રેશનને લઈને વધતા અસંતોષનો સામનો કરી રહી છે. ઈમિગ્રેશન વિરોધીઓનું માનવું છે કે વધતા ઈમિગ્રેશનના કારણે જાહેર સેવાઓ પર દબાણ વધ્યું છે અને દેશના કેટલાક વિસ્તારોમાં વંશીય તણાવમાં વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે, UKની નવી ઈમિગ્રેશન નીતિ બ્રિટિશ નાગરિકતા મેળવવાની આશા રાખતા ઈમિગ્રન્ટ્સ માટે મોટો પડકાર બની શકે છે. નાગરિકતા માટે 10 વર્ષનો રાહ જોવાનો સમયગાળો, અંગ્રેજી ભાષાની ફરજિયાત જરૂરિયાત અને વિઝા નિયમોમાં કડકાઈ ઈમિગ્રેશન પ્રક્રિયાને વધુ જટિલ બનાવશે. વડા પ્રધાન કીર સ્ટારમરની આ નીતિ ઈમિગ્રેશન પર નિયંત્રણ લાવવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવી છે, જોકે તેની સામાજિક અને આર્થિક અસરો આગામી સમયમાં જોવા મળશે.

આ પણ વાંચો :  Operation Sindoor : PM મોદીના ભાષણ પર વિશ્વની મીડિયાએ શું લખ્યું?

Tags :
Advertisement

.

×