Zelenksy's India Visit : શા માટે ઝેલેન્સ્કીની ભારત મુલાકાતને વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે ?
- Zelenksy's India Visit ને વ્યૂહાત્મક ગણવામાં આવી રહી છે
- પુતિનની ભારત મુલાકાત અંગે પણ સમગ્ર વિશ્વમાં ચર્ચા છે
- યુક્રેનના સ્વતંત્રતા દિવસ પ્રસંગે યુક્રેન રાજદૂતે કરી મહત્વની જાહેરાત
Zelenksy's India Visit : ભારત અને રશિયા વચ્ચે વર્ષો જૂની મિત્રતા છે. જ્યારે પણ ભારતને જરુર હોય ત્યારે રશિયા તેની સાથે ઊભું રહ્યું છે. તે જ રીતે રશિયા જેની સાથે યુદ્ધ કરી રહ્યું છે તે યુક્રેન સાથે પણ ભારતને સારા સંબંધો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન (Vladimir Putin) ની ભારત મુલાકાત પર સમગ્ર વિશ્વમાં ચર્ચા ચાલી રહી છે. હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી (Volodymyr Zelensky) પણ ભારતની મુલાકાત લેશે તેવા સમાચાર વહેતા થયા છે. આ સંજોગોમાં યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની આ ભારત મુલાકાત વ્યૂહાત્મક ગણવામાં આવી રહી છે.
Zelenksy's India Visit અને યુક્રેન રાજદૂતનું નિવેદન
શનિવારે યુક્રેનના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દિલ્હીના કુતુબ મિનાર પર યુક્રેનિયન ધ્વજના રંગોની રોશની કરવામાં આવી હતી. આ પ્રસંગે યુક્રેનિયન રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશચુક (Oleksandr Polishchuk) એ કહ્યું કે, ભારત અને યુક્રેન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી તરફ સકારાત્મક પ્રગતિ થઈ રહી છે અને સહયોગની નવી તકો સતત વધી રહી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. હાલ બંને દેશો આ મુલાકાતની તારીખ નક્કી કરવા પર કામ કરી રહ્યા છે. રાજદૂતે વધુમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની ભારત મુલાકાત બંને દેશો વચ્ચેના સારા સંબંધો માટે એક મોટી સિદ્ધિ હશે.
Zelenksy's India Visit Gujarat First-24-08-2025-
પુતિન પણ વર્ષ 2025ના અંતમાં ભારતના પ્રવાસે
ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ તેની ચરમસીમા પર છે. અમેરિકા સહિત સમગ્ર વિશ્વના દેશો આ યુદ્ધ સમાપ્તિ માટે પ્રયત્નશીલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વારાફરથી રશિયાના પુતિન અને યુક્રેનના ઝેલેન્સ્કીને મળ્યા છે. હવે ભારત પણ આ જ દિશામાં આગળ વધી રહ્યું છે. વર્ષ 2025 ના અંતમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાત લે તેવા એંધાણ છે. આ સ્થિતિમાં ભારત સ્થિત યુક્રેનના રાજદૂતે પણ ઝેલેન્સ્કીના ભારત પ્રવાસની જાહેરાત કરી છે. તેથી જ ઝેલેન્સ્કીની આ ભારત મુલાકાત વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે.
Zelenksy's India Visit Gujarat First-24-08-2025--
આ પણ વાંચોઃ ભારતના વિદેશ મંત્રીનો અમેરિકાને સવાલ, 'રશિયન ઓઇલ ખરીદતા ચાઇના પર ટેરિફ કેમ નહી..?'