'યુદ્ધ સમાપ્ત કરવાનો સાચો સમય': ઝેલેન્સકીએ મેક્રોન સાથે વાતચીત કરીને રશિયા પર દબાણ વધારવા માંગ કરી
- ઝેલેન્સકીએ યુદ્ધ સમાપ્ત કરવા માટે 'સાચો સમય' હોવાનું નિવેદન આપ્યું (Russia Ukraine War Ceasefire)
- ઝેલેન્સકીએ ઇમેન્યુઅલ મેક્રોન સાથે શાંતિ પ્રયાસો પર ફોન પર ચર્ચા કરી
- રશિયા પર રાજદ્વારી દબાણ જ યુદ્ધ સમાપ્તિની મુખ્ય ચાવી છે : ઝેલેન્સકી
- વોલોદિમિર ઝેલેન્સકી આ નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠક બાદ આવ્યું
Russia Ukraine War Ceasefire : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસો વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી (Volodymyr Zelenskyy) એ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે યુદ્ધ સમાપ્ત કરવા માટે 'સાચો સમય' આવી ગયો હોવાનું જણાવીને સહયોગી દેશોને મોસ્કો પર રાજદ્વારી દબાણ (Diplomatic Pressure) વધારવા અપીલ કરી છે. સોમવારે 'X' પર એક પોસ્ટ દ્વારા ઝેલેન્સકીએ જાણકારી આપી કે તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) સાથે તાજેતરના ઘટનાક્રમો અને શાંતિ સ્થાપવાના રાજદ્વારી પ્રયાસો પર ચર્ચા કરી છે.
દબાણ જ યુદ્ધ સમાપ્તિની મુખ્ય ચાવી (Diplomatic Pressure on Russia)
ઝેલેન્સકીએ પોતાની પોસ્ટમાં લખ્યું, "મેં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાત કરી. હવે યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં સાચો સમય આવી ગયો છે. સૌથી મહત્ત્વનું એ છે કે દરેક તકનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવે અને રશિયા પર યોગ્ય દબાણ બનાવવામાં આવે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "યુદ્ધ શરૂ કરનાર પક્ષ પર દબાણ જ સમાપ્તિની મુખ્ય ચાવી છે."
ઝેલેન્સકીએ ઉમેર્યું કે, "ઇમેન્યુઅલ અને મેં તમામ વર્તમાન રાજદ્વારી પાસાઓ તેમજ ભાગીદારો સાથેના તાજેતરના સંપર્કો પર ચર્ચા કરી. તેમના સમર્થન માટે હું આભારી છું. અમે નજીકના ભવિષ્યમાં મુલાકાત કરવા પણ સહમત થયા છીએ."
I spoke with President of France @EmmanuelMacron. Now is the right moment to push the situation toward ending the war, and the most important thing is to fully seize every opportunity and apply the right kind of pressure on Russia. Pressuring the one who started the war is the…
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) October 20, 2025
ટ્રમ્પ સાથેની મુલાકાત બાદનું નિવેદન (Trump Zelenskyy Meeting)
ઝેલેન્સકીનું આ નિવેદન ગયા શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વચ્ચે યોજાયેલી બેઠક બાદ આવ્યું છે. ટ્રમ્પે તેમની ચર્ચામાં બંને પક્ષોને તાત્કાલિક સંઘર્ષવિરામ (Ceasefire) કરવાની માંગ કરી હતી.
યુદ્ધવિરામ અને જીવ બચાવવા (Russia Ukraine Peace Talks)
ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે, "મારો મુખ્ય ઉદ્દેશ્ય લોકોના જીવ બચાવવાનો અને દરરોજ થઈ રહેલા હજારો મૃત્યુને રોકવાનો છે." તેમણે ઝેલેન્સકીને સીધો સંદેશ આપ્યો હતો કે, "તેમણે યુદ્ધરેખા જ્યાં પણ હોય, ત્યાં જ અટકીને યુદ્ધને તાત્કાલિક રોકી દેવું જોઈએ. નહીં તો, તે અત્યંત જટિલ બની જશે. યુદ્ધરેખા પર જ અટકો અને બંને પક્ષો પોતપોતાના ઘરે, પરિવારો પાસે પાછા ફરે, હત્યાઓનો સિલસિલો થંભે, બસ એટલું જ પૂરતું છે."
આ પણ વાંચો : Tariff: જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો... ડોનાલ્ડ ટ્રમ્પે આપી આ ધમકી


