ભારે વરસાદ વચ્ચે SKY નો સ્માર્ટ મૂવ, હર્ષા ભોગલેએ કહ્યું “ધન્યવાદ”
- મુંબઈ ઇન્ડિયન્સની જીતનો હીરો – સૂર્યકુમાર યાદવ
- છત્રી લઈને આવ્યો પ્લેયર ઓફ ધ મેચ – સૂર્યાનો અનોખો અંદાજ!
- ભારે વરસાદ વચ્ચે SKY નો સ્માર્ટ મૂવ
- હર્ષા ભોગલેએ કહ્યું “ધન્યવાદ”
Suryakumar Yadav POTM award with an umbrella : બુધવાર, 21 મે 2025ના રોજ મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે 59 રનથી શાનદાર વિજય મેળવ્યો. આ મેચમાં સૂર્યકુમાર યાદવની શાનદાર બેટિંગે ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી, અને મેચ પછી તેનો એક રમુજી અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ સ્વીકારવા સૂર્યકુમાર છત્રી લઈને પહોંચ્યો અને પ્રેઝન્ટર હર્ષા ભોગલેને પણ વરસાદથી બચાવ્યા. આ ઘટનાનો વીડિયો ચાહકોમાં ખૂબ પસંદ થઈ રહ્યો છે.
મુંબઈમાં વરસાદ વચ્ચે મેચ
મુંબઈમાં ભારે વરસાદ હોવા છતાં મેચ પર તેની કોઈ અસર થઈ નહીં, અને રમત પૂર્ણ થઈ. જોકે, મેચ પછીની પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન વરસાદ શરૂ થયો. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઇન્ટરવ્યૂ અધવચ્ચે છોડીને ડગઆઉટ તરફ દોટ મૂકી, પરંતુ સૂર્યકુમાર યાદવે પોતાની રમૂજી શૈલીમાં છત્રી સાથે એવોર્ડ લેવા પહોંચીને ચાહકોનું દિલ જીતી લીધું. આ રમુજી ક્ષણે સોશિયલ મીડિયા પર ખૂબ ધ્યાન ખેંચ્યું. જ્યારે સૂર્યકુમાર યાદવ છત્રી લઇને પ્રેઝન્ટર હર્ષા ભોગલે સુધી પહોંચ્યો તો હર્ષાએ કહ્યું, “ધન્યવાદ”. આ ક્ષણનો વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો સૂર્યકુમારના ખૂબ વખાણ કરી રહ્યા છે.
Ever seen a post-match interview like this? ☂😉
P.S. - A special shoutout by @surya_14kumar for his POTM award 🫶💙#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/BaVjhGSkix
— IndianPremierLeague (@IPL) May 21, 2025
MI vs DC: મેચનો રોમાંચ
મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત નબળી રહી. ધીમી પિચને કારણે બેટ્સમેનોને રન બનાવવામાં મુશ્કેલી પડી. 6.4 ઓવરમાં 58 રનના સ્કોર પર રોહિત શર્મા, રિક્લટન અને વિલ જેક્સ આઉટ થયા, જેનાથી ટીમ દબાણમાં આવી ગઈ. આ સમયે સૂર્યકુમાર યાદવે એક છેડો સંભાળીને ઇનિંગને આગળ ધપાવી. 18 ઓવર સુધી મુંબઈએ 5 વિકેટે 132 રન બનાવ્યા હતા, અને એવું લાગતું હતું કે ટીમ 160 રનની આસપાસ જ અટકી જશે. પરંતુ, સૂર્યકુમારે નમન ધીર સાથે મળીને 19મી ઓવરમાં 27 રન અને 20મી ઓવરમાં 21 રન ફટકારીને ટીમનો સ્કોર 180 રન સુધી પહોંચાડ્યો.
દિલ્હી કેપિટલ્સનું નબળું પ્રદર્શન
181 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત નિરાશાજનક રહી. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને કેએલ રાહુલ જેવા અનુભવી ખેલાડીઓ પાવરપ્લેમાં જ આઉટ થઈ ગયા. સમીર રિઝવીએ 39 રનની ઝડપી ઇનિંગ રમી, પરંતુ બીજા બેટ્સમેનો તરફથી તેને સહકાર મળ્યો નહીં. પરિણામે, દિલ્હીની ટીમ 18.2 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, અને મુંબઈએ 59 રનના માર્જિનથી મેચ જીતીને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં સૂર્યકુમાર યાદવે માત્ર બેટથી જ નહીં, પરંતુ પોતાના રમૂજી અને નમ્ર સ્વભાવથી પણ ચાહકોનું દિલ જીતી લીધું.
આ પણ વાંચો : RR vs CSK : મેચ પૂર્ણ થયા બાદ સૂર્યવંશીએ ધોનીના પકડી લીધા પગ, જુઓ આ હૃદયસ્પર્શી દ્રશ્ય