રાજસ્થાનની ટીમ પ્લેઓફથી એક જીત દૂર, CSK બગાડી શકે છે રમત
રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2022 ની તેમની અંતિમ લીગ મેચમાં આમને-સામને જોવા મળશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન રોયલ્સ પાસે પ્લેઓફમાં ટોપ-2માં સ્થાન મેળવવાની સારી તક છે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ 13માંથી 9 મેચ હાર્યા બાદ પ્લેઓફની રેસમાંથી પહેલાથી જ બહાર થઇ ગઇ છે. આ વર્ષે પહેલીવાર એવું બન્યું છે કે, ટૂર્નામેન્ટની બે સૌથી મજબૂત ટીમ પોઈન્ટ્સ ટેબલ પàª
Advertisement
રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2022 ની તેમની અંતિમ લીગ મેચમાં આમને-સામને જોવા મળશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન રોયલ્સ પાસે પ્લેઓફમાં ટોપ-2માં સ્થાન મેળવવાની સારી તક છે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ 13માંથી 9 મેચ હાર્યા બાદ પ્લેઓફની રેસમાંથી પહેલાથી જ બહાર થઇ ગઇ છે.
આ વર્ષે પહેલીવાર એવું બન્યું છે કે, ટૂર્નામેન્ટની બે સૌથી મજબૂત ટીમ પોઈન્ટ્સ ટેબલ પર બોટમમાં જોવા મળી રહી છે અને પ્લેઓફમાંથી બહાર થઇ ગઇ છે. IPL 2022માં CSKના 4 જીત સાથે 8 પોઈન્ટ છે. જ્યાકે RR પાસે 13 મેચમાં 8 જીત અને 5 હાર સાથે 16 પોઈન્ટ છે. ત્યારે રાજસ્થાનની ટીમ આજની મેચને જીતી પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબરે આવવાનો પૂરો પ્રયત્ન કરશે. જોકે, રાજસ્થાન રોયલ્સ (RR)નો સ્ટાર બેટ્સમેન જોસ બટલર, જે IPLની શરૂઆતની મેચોમાં સતત બેટથી આગ લગાવી રહ્યો હતો, તે છેલ્લી કેટલીક મેચોથી શાંત દેખાઈ રહ્યો છે.
દરમિયાન, પ્લેઓફ તરફ નજર નાખતા, રાજસ્થાન હવે આશા રાખે છે કે, બટલર CSKના બિનઅનુભવી બોલિંગ આક્રમણને તોડી નાખશે અને ટીમને મોટા ટોટલ તરફ લઈ જશે, જેથી ટીમને પ્લેઓફમાં સરળતાથી પ્રવેશ મળે. સંજુ સેમસનની આગેવાની હેઠળની ટીમ આજની જીત સાથે 18 પોઈન્ટ પર જશે જે તેમને ટોચના ચાર સ્થાનો માટેની તમામ ગણતરીઓ અને સંભાવનાઓને સાફ કરવામાં મદદ કરશે. વળી, અહીં એક જીત રાજસ્થાન રોયલ્સ માટે ટોચના બેમાં સ્થાન સુનિશ્ચિત કરી શકે છે કારણ કે તેમની પાસે લખનૌ સુપર જાયન્ટ્સ (+0.251) ની સરખામણીએ તેમનો (+0.304) નેટ રન રેટ (NRR) વધુ સારો છે.
વળી, રાજસ્થાન રોયલ્સ ટીમ પણ CSKના ખરાબ પ્રદર્શનનો ફાયદો ઉઠાવવા માંગશે કારણ કે તે ફાઇનલ મેચમાં તેની રમત બગાડી શકે છે. તેનાથી બચવા માટે, બટલરે બેટ દ્વારા તેના પ્રભાવશાળી પ્રદર્શનને પુનરાવર્તિત કરીને યોગદાન આપવું પડશે કારણ કે તે છેલ્લી ચાર મેચોમાં માત્ર 22, 30, 07 અને 02 રન જ બનાવી શક્યો છે જ્યારે તે હાલમાં 627 રન સાથે બેટ્સમેનોના ટેબલમાં મોખરે છે.


