Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Abhishek Sharma નો હૈદરાબાદમાં હાહાકાર: માત્ર 15 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ, તોડ્યો વિસ્ફોટક રેકોર્ડ!

સનરાઈઝર્સ હૈદરાબાદના (SRH) અભિષેક શર્માએ IPL 2026 માં CSK સામે માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. આ વિસ્ફોટક ઈનિંગ સાથે તેણે વૈભવ સૂર્યવંશીના ફાસ્ટેસ્ટ ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી છે. અભિષેકે 22 બોલમાં 59 રન બનાવી હૈદરાબાદને આક્રમક શરૂઆત અપાવી હતી.
abhishek sharma નો હૈદરાબાદમાં હાહાકાર  માત્ર 15 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ  તોડ્યો વિસ્ફોટક રેકોર્ડ
Advertisement
  • માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી રચ્યો નવો કીર્તિમાન (Abhishek Sharma Fastest Fifty)
  • CSK સામે હૈદરાબાદના ઓપનરની વિસ્ફોટક બેટિંગ
  • વૈભવ સૂર્યવંશીના 'ફાસ્ટેસ્ટ ફિફ્ટી' ના રેકોર્ડની કરી બરાબરી
  • 22 બોલમાં 59 રન: 6 ચોગ્ગા અને 4 છગ્ગાની રમઝટ
  • સનરાઈઝર્સ હૈદરાબાદ માટે સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ

Abhishek Sharma Fastest Fifty : સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) (SRH) ના ડાબોડી ઓપનર અભિષેક શર્માએ (Abhishek Sharma) એકવાર ફરી સાબિત કરી દીધું છે કે તે ટી20 ક્રિકેટનો સૌથી ખતરનાક બેટ્સમેન કેમ છે. હૈદરાબાદના મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વિરુદ્ધ રમાયેલી મેચમાં અભિષેકે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી. આ તેના આઈપીએલ (IPL 2026) કરિયરની સૌથી ઝડપી ફિફ્ટી છે.

Advertisement

વૈભવ સૂર્યવંશીના રેકોર્ડની કરી બરાબરી

અભિષેક શર્માએ (Abhishek Sharma) પોતાની આ ઈનિંગમાં 6 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ ધમાકેદાર પ્રદર્શન સાથે તેણે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના (Vaibhav Suryavanshi) રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વૈભવે આ સિઝનમાં અગાઉ બે વખત 15 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ સાથે જ અભિષેક હવે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આઈપીએલ ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. 280 થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા અભિષેક અંતે 22 બોલમાં 59 રન બનાવી આઉટ થયો હતો.

Advertisement

T20 વર્લ્ડ કપ જેવું જ આક્રમક ફોર્મ

અભિષેકનું ફોર્મ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) થી જ ચર્ચામાં છે. વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે અડધી સદી ફટકાર્યા બાદ આઈપીએલમાં પણ તેનું મિશ્ર પ્રદર્શન રહ્યું છે. આ સિઝનમાં તેણે અત્યાર સુધી 7, 48, 74, 0 અને હવે 59 રનની ઈનિંગ રમી છે. જેમી ઓવરટનની બોલમાં સંજુ સેમસને (Sanju Samson) કેચ પકડતા તેની વિસ્ફોટક ઈનિંગનો અંત આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેણે હૈદરાબાદને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું.

આ પણ વાંચો : ચિન્નાસ્વામીમાં મિલરનો ‘કિલર’ અવતાર! છેલ્લી ઓવરમાં RCB ના મોઢામાંથી જીત છીનવી

Tags :
Advertisement

.

×