ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રજત પાટીદારની શાનદાર બેટિંગ બાદ ટીમ ઈન્ડિયા સાથે જોડવાની ઉઠી માંગ

બુધવારે RCB-LSG વચ્ચેની મેચમાં રજત પાટીદારની શાનદાર બેટિંગ જોવા મળી હતી. તેની તોફાની બેટિંગ બાદ હવે તેને ટીમ ઈન્ડિયામાં જોડવાની પણ માંગ ઉઠી છે. જાણીને નવાઈ લાગશે પરંતુ ગત રાત્રિએ રમાયેલી મેચમાં જ્યા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના સ્ટાર બેટ્સમેનો ફેઇલ ગયા ત્યારે રજત પાટીદારે મેચને એક એવો વળાંક આપ્યો કે ટીમ 200 ઉપરનો સ્કોર કરવામાં સફળ રહી હતી. IPL 2022 ની એલિમિનેટર મેચમાં ટોસ હાર્યા બાદ પ્રàª
08:18 AM May 26, 2022 IST | Vipul Pandya
બુધવારે RCB-LSG વચ્ચેની મેચમાં રજત પાટીદારની શાનદાર બેટિંગ જોવા મળી હતી. તેની તોફાની બેટિંગ બાદ હવે તેને ટીમ ઈન્ડિયામાં જોડવાની પણ માંગ ઉઠી છે. જાણીને નવાઈ લાગશે પરંતુ ગત રાત્રિએ રમાયેલી મેચમાં જ્યા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના સ્ટાર બેટ્સમેનો ફેઇલ ગયા ત્યારે રજત પાટીદારે મેચને એક એવો વળાંક આપ્યો કે ટીમ 200 ઉપરનો સ્કોર કરવામાં સફળ રહી હતી. IPL 2022 ની એલિમિનેટર મેચમાં ટોસ હાર્યા બાદ પ્રàª
બુધવારે RCB-LSG વચ્ચેની મેચમાં રજત પાટીદારની શાનદાર બેટિંગ જોવા મળી હતી. તેની તોફાની બેટિંગ બાદ હવે તેને ટીમ ઈન્ડિયામાં જોડવાની પણ માંગ ઉઠી છે. જાણીને નવાઈ લાગશે પરંતુ ગત રાત્રિએ રમાયેલી મેચમાં જ્યા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના સ્ટાર બેટ્સમેનો ફેઇલ ગયા ત્યારે રજત પાટીદારે મેચને એક એવો વળાંક આપ્યો કે ટીમ 200 ઉપરનો સ્કોર કરવામાં સફળ રહી હતી. 
IPL 2022 ની એલિમિનેટર મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા RCBના ટોચના બેટ્સમેનો કઇ ખાસ રન બનાવવામાં નિષ્ફળ ગયા હતા. ત્યારબાદ રજત પાટીદારે મેદાનમાં એવો હંગામો મચાવ્યો કે દરેક LSG બોલર તેમની સામે પાણી ભરતા જોવા મળ્યા હતા. ડેથ ઓવરમાં તેના બેટમાંથી લાગેલા લાંબા શોટે લખનૌ ટીમના બોલરોના હોશ ઉડાવી દીધા હતા. જે પિચ પર વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસી, ગ્લેન મેક્સવેલ જેવા દિગ્ગજ બેટ્સમેનો કે જેઓ રન બનાવવામાં અસફળ રહ્યા હતા તે પિચ પર રજત પાટીદાર આરામથી રમતો જોવા મળ્યો હતો. તેને જોઇ સિલેક્ટર્સ પણ ટીમ ઈન્ડિયામાં તેને લેવા અંગે વિચારતા હોય તો નવાઇ નથી. જીહા, આગામી દિવસોમાં રજત પાટીદાર ટીમ ઈન્ડિયામાં જોવા મળી શકે છે. તેની બેટિંગથી દર્શકો એટલા પ્રભાવિત થયા છે કે, સોશિયલ મીડિયામાં તેને જલ્દી જ ટીમ ઈન્ડિયામાં લેવાની માંગ ઉઠી છે.
IPL 2022 ના એલિમિનેટરમાં, RCBએ લખનૌને 14 રને હરાવ્યું છે. આ હાર સાથે લખનૌ IPLમાંથી બહાર થઈ ગયું છે. હવે બીજા ક્વોલિફાયરમાં, RCB 27 મેના રોજ રાજસ્થાન રોયલ્સ (RR) સામે ટકરાશે. કેપ્ટન કેએલ રાહુલે શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ તેની 79 રનની ઈનિંગ પણ LSGને જીતવામાં મદદ કરી શકી નહીં. તેના સિવાય દીપક હુડ્ડાએ 45 રન બનાવ્યા હતા. પરંતુ આ મેચમાં સૌથી વધુ જો કોઇ ખેલાડી આકર્ષણનું કેન્દ્ર બન્યો હોય તો તે રજત પાટીદાર છે. તેણે પોતાની બેટિંગથી સાબિત કરી બતાવ્યું છે કે ટીમ ઈન્ડિયામાં તેને કેમ લેવો જોઇએ. લખનૌ સામેની મેચમાં રજત પાટીદારે શાનદાર સદી ફટકારીને ખાસ કરીને સિલેક્ટર્સનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે. 
મહત્વનું છે કે, એલિમિનેટર મેચમાં જ્યારે પહેલી જ ઓવરમાં ફાફ ડુ પ્લેસિસની વિકેટ પડી ત્યારે એવું લાગી રહ્યું હતું કે RCBની ટીમ મુશ્કેલીમાં મુકાઈ શકે છે, પરંતુ જ્યારે રજત પાટીદાર ક્રિઝ પર આવ્યો ત્યારે ચોક્કા-છક્કાનો વરસાદ વરસાવી દીધો હતો. તેણે IPL 2022માં તેની T20 કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. આ ઉપરાંત IPL 2022માં એલિમિનેટર મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી. આ મેચમાં લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જવાબમાં RCBએ પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટે 207 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. 
આ વિશાળ સ્કોર બનાવવામાં રજત પાટીદારનો સૌથી મોટો ફાળો હતો. મેચમાં પાટીદાર 54 બોલમાં 112 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 49 બોલમાં જ સદી ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 12 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. આ પહેલા તેણે ગુજરાત ટાઇટન્સ સામે 52 રન બનાવ્યા હતા. જોકે, આશ્ચર્યની વાત એ છે કે રજત પાટીદારને હરાજીમાં કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો. તેને ઈજાગ્રસ્ત લવનીત સિસોદિયાના સ્થાને RCBમાં સામેલ કરવામાં આવ્યો હતો. RCBએ તેને 20 લાખ રૂપિયામાં સાઈન કર્યો હતો. તેણે છેલ્લી સિઝનમાં RCB માટે ડેબ્યૂ કર્યું હતું. MPના રજત પાટીદારે હવે તેના ચાહકોની અપેક્ષાઓ વધારી દીધી છે.
આ પણ વાંચો - પાટીદારે ફટકારી નાબાદ સદી, બેંગ્લોરે લખનૌને જીત માટે 208 રનનો ટાર્ગેટ આપ્યો
Tags :
CenturyCompleteCenturyCricketGujaratFirstIPLIPL15IPL2022IPLEleminatorMatchLSGvsRCBPlayOffRajatPatidarRCBvsLSGSportsTeamIndia
Next Article