ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

KKR સામે હાર બાદ રોહિત શર્મા થયો ગુસ્સે, કોમેન્ટેટર પણ ચોંકી ગયા, Video

બુધવારે મુંબઈ અને કોલતા વચ્ચે મેચ રમાઇ હતી, જેમાં કોલકતાએ શાનદાર પ્રદર્શન કરતા મેચ પોતાના નામે કરી હતી. આ મેચમાં હાર બાદ મુંબઈની આ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી હાર છે. જે ટીમ સૌથી વધુ ખિતાબ જીતી છે તે જે ટીમ આજે તેની એક જીત માટે ઝઝૂમી રહી છે. મુંબઈ ફેન્સ માટે પણ આ ચોંકાવનારું છે. IPL 2022ની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ ખરાબ રહી છે. જે ટીમ પાંચ વખત IPL ટાઈટલ જીતી ચૂકી છે તેને આજે એક મેચ જીતવાàª
04:33 AM Apr 07, 2022 IST | Vipul Pandya
બુધવારે મુંબઈ અને કોલતા વચ્ચે મેચ રમાઇ હતી, જેમાં કોલકતાએ શાનદાર પ્રદર્શન કરતા મેચ પોતાના નામે કરી હતી. આ મેચમાં હાર બાદ મુંબઈની આ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી હાર છે. જે ટીમ સૌથી વધુ ખિતાબ જીતી છે તે જે ટીમ આજે તેની એક જીત માટે ઝઝૂમી રહી છે. મુંબઈ ફેન્સ માટે પણ આ ચોંકાવનારું છે. IPL 2022ની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ ખરાબ રહી છે. જે ટીમ પાંચ વખત IPL ટાઈટલ જીતી ચૂકી છે તેને આજે એક મેચ જીતવાàª
બુધવારે મુંબઈ અને કોલતા વચ્ચે મેચ રમાઇ હતી, જેમાં કોલકતાએ શાનદાર પ્રદર્શન કરતા મેચ પોતાના નામે કરી હતી. આ મેચમાં હાર બાદ મુંબઈની આ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી હાર છે. જે ટીમ સૌથી વધુ ખિતાબ જીતી છે તે જે ટીમ આજે તેની એક જીત માટે ઝઝૂમી રહી છે. મુંબઈ ફેન્સ માટે પણ આ ચોંકાવનારું છે. 
IPL 2022ની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ ખરાબ રહી છે. જે ટીમ પાંચ વખત IPL ટાઈટલ જીતી ચૂકી છે તેને આજે એક મેચ જીતવામાં તકલીફ પડી રહી છે. IPL 2022માં મુંબઈને એક પણ જીત મળી નથી. મુંબઈ ઈન્ડિયન્સ પણ IPL 2022ની 14મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારી ગઈ હતી. કોલકાતાના હાથે હાર બાદ રોહિત શર્મા ગુસ્સામાં જોવા મળ્યો હતો. IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સની આ સતત ત્રીજી હાર છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચમાં કોલકાતાના હાથે કારમી હાર બાદ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ગુસ્સામાં જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, જ્યારે રોહિત શર્મા મેચ ખતમ થયા બાદ મેચ પ્રેઝન્ટેશનમાં પોતાનું નિવેદન આપવા આવ્યો તો તેનો ગુસ્સો જોવા મળ્યો. તેમનો આ ગુસ્સાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

કોલકાતા સામેની હાર બાદ રોહિત શર્મા ગુસ્સામાં જોવા મળ્યો હતો. મેચ બાદ તેને પ્રેસ કોન્ફરન્સમાં આવવું પડ્યું હતું. તે આવ્યો, પરંતુ આ વખતે કૂલ નહીં, પરંતુ કંઈક અંશે પરેશાન દેખાયો હતો. કેમેરા સામે આવ્યા બાદ રોહિત પોતાની જાતને એડજસ્ટ કરી રહ્યો હતો ત્યારે ડેની મોરિસને તેને સવાલ પૂછ્યો. રોહિત કદાચ તેનો પ્રશ્ન સાંભળી ન શક્યો અને તેને અવાજ ઊંચો કરવા કહ્યું. આ વાત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આમાં, તમે રોહિતને સંપૂર્ણ નિરાશા સાથે કહેતા સાંભળી શકો છો- 'આવાઝ વધારો યાર થોડો'. મોરિસન, જેણે પ્રશ્ન પૂછ્યો, તેને તે ગમ્યું નહીં અને તે ચિડાઈ ગયો. જોકે તેને તેના પ્રશ્નોના જવાબ જોઈતા હતા, તેથી તે શાંત રહ્યો.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પરંતુ બાદમાં સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ ઈનિંગ્સને સંભાળી અને સ્કોરબોર્ડને 160થી આગળ લઈ ગયા. આ સાથે જ ટીમનો કેપ્ટન માત્ર 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેની ટીમના અનુભવી બોલરો પણ બોલ સાથે કંઈ ખાસ કરી શક્યા ન હતા. જેના કારણે ટીમને આ મેચ તેમના હાથમાંથી ગુમાવવી પડી હતી.
Tags :
CricketGujaratFirstIPLIPL15IPL2022MIvsKKRRohitSharmaSports
Next Article