Royal Challengers Bengaluruએ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં મેળવી 'વિરાટ' જીત
RCB vs PBKS : ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની ફાઈનલ મેચ આજે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ અને પંજાબ કિંગ્સ પોતાની પ્રથમ આઈપીએલ ટ્રોફી માટે આકરો મુકાબલો કરશે. બંને ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-2 રહી હતી. આ મેચને જોવા મટે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક પણ પહોંચ્યા છે. ઋષિ સુનક વિરાટ કોહલીના મોટા ચાહક હોવાથી તેઓ અમદાવાદ આ ફાઈનલ મેચ નિહાળવા પહોંચ્યા છે. મોટી સંખ્યામાં લોકો મોદી સ્ટેડિયમ ઉમટી પડ્યા છે. આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં વરસાદ વિઘ્ન બની શકે છે. આજે બપોરે 4.00 વાગ્યા આસપાસ ધીમી ધારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગાહી હોવાથી સાંજે મેચ સમયે વરસાદ વિઘ્ન બની શકે છે.
પંજાબને ચોથો ફટકો પડ્યો
June 3, 2025 10:53 pm
પંજાબ કિંગ્સને ચોથો ફટકો પડ્યો. વિકેટકીપર બેટ્સમેન જોશ ઇંગ્લિસ 39 રન બનાવીને કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો. તેનો કેચ લિયામ લિવિંગસ્ટોને લીધો.
પંજાબ કિંગ્સનો દાવ સ્થિર થયો
June 3, 2025 10:26 pm
૧૯૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા, પંજાબ કિંગ્સે ૮ ઓવરમાં એક વિકેટ ગુમાવ્યા બાદ ૭૦ રન બનાવી લીધા છે. જોશ ઈંગ્લિશ અને પ્રભસિમરન સિંહ હાલમાં ક્રીઝ પર છે.
પાવર પ્લેમાં પંજાબ કિંગ્સે 52 રન બનાવ્યા
June 3, 2025 10:19 pm
પાવર પ્લેમાં એક વિકેટ ગુમાવ્યા બાદ પંજાબ કિંગ્સે 52 રન બનાવી લીધા છે. પ્રભસિમરન સિંહ અને જોશ ઇંગ્લિસ ક્રીઝ પર હાજર છે.
પંજાબ માટે સારી શરૂઆત
June 3, 2025 10:15 pm
લક્ષ્યનો પીછો કરતા, પંજાબ કિંગ્સે સારી શરૂઆત કરી છે. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે વિકેટ ગુમાવ્યા વિના ટીમનો સ્કોર 40 રનથી વધુ પહોંચાડ્યો છે.
પંજાબને પહેલો ફટકો પડ્યો
June 3, 2025 10:15 pm
પંજાબ કિંગ્સને પહેલો ફટકો પડ્યો. પ્રિયાંશ આર્ય 24 રન બનાવીને આઉટ થયો. જોશ હેઝલવુડના બોલ પર ફિલ સોલ્ટે શાનદાર કેચ પકડ્યો.
રોમારિયો શેફર્ડે કેચ છોડ્યો
June 3, 2025 10:15 pm
રોમારિયો શેફર્ડે પંજાબ કિંગ્સના ઓપનર પ્રભસિમરન સિંહનો કેચ છોડ્યો. તે સમયે તે 9 રન પર રમી રહ્યો હતો.
RCB ને છઠ્ઠો ફટકો પડ્યો
June 3, 2025 9:20 pm
RCB ને પંજાબ કિંગ્સ સામે 171 રનના સ્કોર પર છઠ્ઠો ફટકો પડ્યો. જીતેશ શર્મા 10 બોલમાં 24 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.
લિયામ લિવિંગસ્ટોન થયો આઉટ
June 3, 2025 9:12 pm
17મી ઓવરમાં 23 રન બન્યા. પરંતુ લિયામ લિવિંગસ્ટોન પણ આઉટ થયો. લિવિંગસ્ટોને 15 બોલમાં 25 રન બનાવ્યા. જીતેશ શર્મા 8 બોલમાં 24 રન બનાવીને રમી રહ્યો છે. 17 ઓવરમાં બેંગલુરુનો સ્કોર 5 વિકેટે 168 રન છે.
જીતેશ શર્માએ રન રેટ વધાર્યો
June 3, 2025 9:05 pm
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ રન રેટ વધાર્યો છે. ૧૬ ઓવરમાં આરસીબીનો સ્કોર ૪ વિકેટે ૧૫૦ રન થઈ ગયો છે.
RCB ને સૌથી મોટો ઝટકો લાગ્યો
June 3, 2025 8:50 pm
ટાઇટલ જંગ દરમિયાન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 43 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. તેને અઝમતુલ્લાહ ઓમરઝાઈએ આઉટ કર્યો.
RCB રન બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે
June 3, 2025 8:50 pm
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટાઇટલ મેચમાં પંજાબ કિંગ્સ સામે દરેક રન બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. ટીમે 13 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 111 રન બનાવ્યા છે.
કેપ્ટન રજત પાટીદાર આઉટ
June 3, 2025 8:30 pm
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પંજાબ કિંગ્સ સામે ત્રીજો ફટકો પડ્યો છે. કેપ્ટન રજત પાટીદાર 26 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. તેમને કાયલ જેમીસન દ્વારા એલબીડબ્લ્યુ આઉટ કરવામાં આવ્યા હતા.
આરસીબીનો દાવ સ્થિર થયો
June 3, 2025 8:26 pm
બે શરૂઆતના આંચકાઓ પછી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો દાવ સ્થિર થયો છે. રજત પાટીદાર અને વિરાટ કોહલી ક્રીઝ પર હાજર છે. આરસીબીએ 10 ઓવરમાં બે વિકેટ ગુમાવ્યા બાદ 88 રન બનાવ્યા છે.
9 ઓવર પૂર્ણ
June 3, 2025 8:22 pm
RCB એ 9 ઓવરમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ 80 રન બનાવ્યા છે. મયંક અગ્રવાલ આઉટ થયા પછી મેદાન પર આવેલા કેપ્ટન રજત પાટીદાર ઝડપથી રમી રહ્યા છે. પાટીદારે 17 રન બનાવ્યા છે અને વિરાટે 21 રન બનાવ્યા છે.
6 ઓવર બાદ બેંગ્લુરુનો સ્કોર
June 3, 2025 8:07 pm
6 ઓવર પછી RCBનો સ્કોર 1 વિકેટના નુકસાન સાથે 55 રન છે. વિરાટ કોહલી 10 બોલમાં 13 રન બનાવીને રમી રહ્યો છે. તેને ચોગ્ગો ફટકાર્યો છે. મયંક અગ્રવાલ 17 બોલમાં 24 રન બનાવીને રમી રહ્યો છે. તેને 2 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો છે.
5 ઓવર બાદ બેંગ્લુરુનો સ્કોર
June 3, 2025 8:07 pm
5 ઓવર પછી RCBનો સ્કોર 46/1 છે. વિરાટ કોહલી 8 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યો છે. તેને ચોગ્ગો ફટકાર્યો છે. મયંક અગ્રવાલ 13 બોલમાં 16 રન બનાવીને રમી રહ્યો છે. તેને એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો છે.
પંજાબે ટોસ જીત્યો
June 3, 2025 7:20 pm
પંજાબ કિંગ્સે ફાઇનલનો મહત્વપૂર્ણ ટોસ જીત્યો છે અને કેપ્ટન શ્રેયસ ઐયરે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ક્વોલિફાયરમાં પણ પંજાબે આ જ મેદાન પર ટોસ જીતીને પહેલા બોલિંગ કરી હતી. પંજાબની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઉદ્ઘાટન સમારોહમાં સેનાને સલામ
June 3, 2025 6:36 pm
ફાઇનલ પહેલા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહ શરૂ થઈ ગયો છે અને અહીં કલાકારો દેશભક્તિના ગીતો પર ભારતીય સેનાને સલામી આપી રહ્યા છે. BCCI એ પહેલાથી જ જાહેરાત કરી હતી કે ઓપરેશન સિંદૂરને યાદ કરીને સેનાના જવાનોને તેમની બહાદુરી બદલ આભાર તરીકે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
પંજાબ કિંગ્સનું કામ હજુ અધૂરું છે
June 3, 2025 6:21 pm
શ્રેયસ ઐયર માટે હજુ પણ અધૂરું કામ બાકી છે કારણ કે તે નવી ટીમ પંજાબ કિંગ્સ સાથે સતત બીજા IPL ટાઈટલ પર નજર રાખે છે. તેને ફાઇનલ પહેલા કહ્યું કે "કામ હજુ પૂરું થયું નથી." આપણે હજુ એક મેચ રમવાની છે. મને લાગે છે કે કામ હજુ અધૂરું છે. મારે મંગળવારે ફરી રમવું પડશે."
શ્રેયસ ઐયરે મુશ્તાક અલી ટ્રોફીની અપાવી દીધી યાદ
June 3, 2025 6:21 pm
પંજાબના કેપ્ટન ઐયરે ફાઈનલની પૂર્વસંધ્યાએ કહ્યું કે "મને મુશ્તાક અલી ટ્રોફી જેવું અનુભવ થઈ રહ્યું છે. જ્યારે હું રજત પાટીદારને મળ્યો, ત્યારે મેં તેમને કહ્યું કે મુશ્તાક અલી ફાઈનલનું કમબેક થવાનું છે. તમને જણાવી દઈએ કે શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની મુંબઈની ટીમે પાટીદારની આગેવાની હેઠળની મધ્યપ્રદેશની ટીમને હરાવીને સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી 2024 જીતી હતી.
This is what they are playing for 😍
— IndianPremierLeague (@IPL) June 3, 2025
The glittering #TATAIPL Trophy 🏆#RCBvPBKS | #Final | #TheLastMile | @RCBTweets | @PunjabKingsIPL pic.twitter.com/BuwqpbljDV
ફાઈનલ મેચમાં વરસાદ બનશે વિલન?
June 3, 2025 6:21 pm
એક્યૂવેધર રિપોર્ટ મુજબ, આજે અમદાવાદમાં વરસાદની શક્યતા 61 ટકા છે. સાંજે 5-6 વાગ્યાની આસપાસ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે, પરંતુ ત્યારબાદ હવામાન સ્વચ્છ થઈ જશે. પરંતુ અમદાવાદના હવામાન પર બહુ વિશ્વાસ મૂકી શકાય નહીં. મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી ક્વોલિફાયર-2 માં બીજા હાફમાં વરસાદ પડવાની શક્યતા હતી, પરંતુ પહેલા હાફમાં જ વરસાદ શરૂ થયો જેના કારણે મેચ 2 કલાક મોડી શરૂ થઈ.
Manifestation on both sides. Belief in every heart ❤
— IndianPremierLeague (@IPL) June 3, 2025
But only one dream will come true tonight 🤞#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @RCBTweets | @PunjabKingsIPL pic.twitter.com/rEt73pt8IS
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિરાટ કોહલીનો રેકોર્ડ
June 3, 2025 6:21 pm
વિરાટ કોહલીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 T20 મેચ રમી છે, જેમાં 6 ઈન્ટરનેશનલ મેચનો સમાવેશ થાય છે. આ દરમિયાન, કિંગ કોહલીએ 68.14 ની અદ્ભુત એવરેજથી 477 રન બનાવ્યા છે. આ મેદાન પર વિરાટ કોહલીનો સર્વોચ્ચ સ્કોર 80 રન અણનમ છે.
𝙏𝙝𝙚 𝙗𝙪𝙯𝙯 𝙞𝙨 𝙧𝙚𝙖𝙡 🥳#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @RCBTweets | @PunjabKingsIPL pic.twitter.com/KGcfHTDGxe
— IndianPremierLeague (@IPL) June 3, 2025