ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જસપ્રીત બુમરાહે રેકોર્ડ સર્જ્યો, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો

મંગળવારે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના જસપ્રીત બુમરાહે એક રેકોર્ડ બનાવ્યો હતો. જસપ્રીત બુમરાહે T20 ક્રિકેટમાં 250 વિકેટ પૂરી કરી લીધી છે અને તે આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં જસપ્રીત બુમરાહને માત્ર એક જ વિકેટ મળી હતી. ટી20 ક્રિકેટમાં આ તેની 250મી વિકેટ હતી. વોશિંગ્ટન સુંદરને જસપ્રિત બુમરાહના હાથે ક્લીન બોલ્ડ થયો હતો. જસપ્રીત બુમરાહના T20
06:52 PM May 17, 2022 IST | Vipul Pandya
મંગળવારે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના જસપ્રીત બુમરાહે એક રેકોર્ડ બનાવ્યો હતો. જસપ્રીત બુમરાહે T20 ક્રિકેટમાં 250 વિકેટ પૂરી કરી લીધી છે અને તે આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં જસપ્રીત બુમરાહને માત્ર એક જ વિકેટ મળી હતી. ટી20 ક્રિકેટમાં આ તેની 250મી વિકેટ હતી. વોશિંગ્ટન સુંદરને જસપ્રિત બુમરાહના હાથે ક્લીન બોલ્ડ થયો હતો. જસપ્રીત બુમરાહના T20

મંગળવારે રમાયેલી
મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના જસપ્રીત બુમરાહે એક રેકોર્ડ બનાવ્યો હતો. જસપ્રીત
બુમરાહે
T20 ક્રિકેટમાં 250 વિકેટ પૂરી કરી લીધી છે અને તે આવું કરનાર પ્રથમ ભારતીય બોલર
બની ગયો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ
સામેની મેચમાં જસપ્રીત બુમરાહને માત્ર એક જ વિકેટ મળી હતી
. ટી20 ક્રિકેટમાં આ તેની 250મી વિકેટ હતી. વોશિંગ્ટન સુંદરને જસપ્રિત બુમરાહના હાથે ક્લીન
બોલ્ડ થયો હતો.
જસપ્રીત બુમરાહના T20 રેકોર્ડની વાત કરીએ તો તે અત્યાર સુધીમાં 206 T20 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેની કુલ 250 વિકેટ છે. આમાં મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત સિવાય ભારત માટે રમાયેલી T20 મેચોનો સમાવેશ થાય
છે.

જ્યારે જસપ્રીત
બુમરાહે આ વિકેટ લીધી ત્યારે તેની પત્ની અને ટીવી પ્રેઝન્ટર સંજના ગણેશન પણ મેદાન
પર હાજર હતા. આ સમયે ટીવી સ્ક્રીન પર સંજના ગણેશનની પ્રતિક્રિયા પણ બતાવવામાં આવી
હતી. આ સિઝનમાં જસપ્રીત બુમરાહે
13 મેચમાં કુલ 12 વિકેટ લીધી છે અને
તે ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાંનો એક છે. જસપ્રીત બુમરાહ એવા
ખેલાડીઓમાંથી એક છે જે સતત ક્રિકેટ રમી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે જસપ્રીત
બુમરાહને
IPL પછી યોજાનારી ભારત-દક્ષિણ આફ્રિકા T20 શ્રેણીમાં આરામ મળી શકે છે. જસપ્રીત
બુમરાહ ઉપરાંત રોહિત શર્મા
, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંતને પણ આરામ મળી શકે છે.

T20માં સૌથી વધુ વિકેટ લેનાર (લીગ, આંતરરાષ્ટ્રીય મેચો)

જસપ્રીત બુમરાહ - 250 વિકેટ

ભુવનેશ્વર કુમાર - 223 વિકેટ

જયદેવ ઉનડકટ - 201 વિકેટ

વિનય કુમાર - 194 વિકેટ

ઈરફાન પઠાણ - 173 વિકેટ

Tags :
GujaratFirstIndiaJaspreetBumrahT20cricketwickets
Next Article