ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોલકતા સામે બુમરાહનું તોફાન, 5 વિકેટ લીધી તો પત્નીએ લખ્યું- મારો પતિ ફાયર છે

IPL 2022માં સોમવારે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકતાની શરૂઆત સારી રહી હતી, પરંતુ તે પછી જસપ્રીત બુમરાહનું જાણે મેદાનમાં તોફાન જોવા મળ્યું હતું. આ IPL માં જસપ્રીત બુમરાહે તેના ટેલેન્ટ મુજબ બોલિંગ કરી નથી. આવું ક્રિકેટ એક્સપર્ટ કહી
06:40 AM May 10, 2022 IST | Vipul Pandya
IPL 2022માં સોમવારે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકતાની શરૂઆત સારી રહી હતી, પરંતુ તે પછી જસપ્રીત બુમરાહનું જાણે મેદાનમાં તોફાન જોવા મળ્યું હતું. આ IPL માં જસપ્રીત બુમરાહે તેના ટેલેન્ટ મુજબ બોલિંગ કરી નથી. આવું ક્રિકેટ એક્સપર્ટ કહી
IPL 2022માં સોમવારે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકતાની શરૂઆત સારી રહી હતી, પરંતુ તે પછી જસપ્રીત બુમરાહનું જાણે મેદાનમાં તોફાન જોવા મળ્યું હતું. 
આ IPL માં જસપ્રીત બુમરાહે તેના ટેલેન્ટ મુજબ બોલિંગ કરી નથી. આવું ક્રિકેટ એક્સપર્ટ કહી રહ્યા છે. જોકે, તેણે ગત રાત્રિએ મેદાનમાં જે પ્રદર્શન કર્યું છે તે જોયા બાદ તમામ ટીકાકારોને જવાબ મળી ગયો છે. એક સમયે મોટા સ્કોર તરફ જતી દેખાતી KKRની ટીમ પર તેણે બ્રેક લાગવી હતી. જસપ્રીત બુમરાહે સોમવારે તેના ચાર ઓવરના સ્પેલમાં દસ રનમાં પાંચ ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ જ કારણ હતું કે, KKRની ટીમ 165 રન જ બનાવી શકી હતી. જસપ્રીત બુમરાહે મેચની છેલ્લી ઓવરમાં માત્ર એક રન ખર્ચ્યા હતા. દરમિયાન જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગ બાદ તેની પત્ની સંજના ગણેશને પણ ટ્વીટ કરીને તેના પતિને એક લાઈનમાં ફાયર ગણાવ્યો હતો.
તેણે ઇનિંગ્સની છેલ્લી ઓવર નાખી હતી. આ ઓવરમાં સામે રિંકુ સિંહ હતો જેણે પહેલા 5 બોલમાં એકપણ રન બનાવ્યો ન હતો. તેણે છેલ્લા બોલ પર એક રન લીધો. જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ઝડપી હતી. તેણે ઇનિંગ્સની 18મી ઓવરમાં અને તેની ત્રીજી ઓવરમાં 3 વિકેટ લીધી હતી. તેણે આ ઓવરમાં શેલ્ડન જેક્સન, પેટ કમિન્સ અને સુનીલ નારાયણને આઉટ કર્યા હતા. નીચે પાંચ બેટ્સમેનોની યાદી છે, જેમને બુમરાહે પોતાનો શિકાર બનાવ્યા હતા.
નીતિશ રાણા (43)
આન્દ્રે રસેલ (9)
શેલ્ડન જેક્સન (5)
પીટ કમિન્સ (0)
સુનિલ નારાયણ (0)

મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે શાનદાર બોલિંગ કરી પાંચ વિકેટ ઝડપી હતી. બુમરાહે IPL નું સૌથી સારું પ્રદર્શન કર્યું અને તમામ બોલરોમાં તે ટોપ 5 બોલરોમાંનો એક બન્યો છે. IPL 2022 જસપ્રીત બુમરાહ માટે કંઈ ખાસ રહ્યું નથી. તે જે ઘાતક બોલિંગ માટે જાણીતો છે, સીઝનમાં પ્રથમ વખત KKR સામે તે અંદાજ જોવા મળ્યો હતો. જસપ્રીત બુમરાહે કુલ 5 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. IPLમાં પણ આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જસપ્રીત બુમરાહે 5 બેટ્સમેનોને આઉટ કર્યા અને તેણે 4 ઓવરમાં માત્ર 10 રન જ આપ્યા છે. 
Tags :
BowlingCricketGujaratFirstIPLIPL15IPL2022JaspritBumrahSports
Next Article