Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેરેબિયન ઓલ રાઉન્ડર ડ્વેન બ્રાવોએ IPL 2022માં રચ્યો ઈતિહાસ, નામે કર્યો આ રેકોર્ડ

ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ IPLમાં ઈતિહાસ રચ્યો છે. તેણે લસિત મલિંગાને પાછળ છોડીને આ કારનામો કરી બતાવ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચેની આ સીઝનની 7મી મેચમાં આ કેરેબિયન બોલરે વધુ એક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તેણે લખનૌની ટીમ સામે દીપક હુડાની વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી છે.IPLની 15મી સીઝનની 7મી મેચ ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખàª
કેરેબિયન ઓલ રાઉન્ડર ડ્વેન બ્રાવોએ ipl 2022માં રચ્યો ઈતિહાસ  નામે કર્યો આ રેકોર્ડ
Advertisement
ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ IPLમાં ઈતિહાસ રચ્યો છે. તેણે લસિત મલિંગાને પાછળ છોડીને આ કારનામો કરી બતાવ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચેની આ સીઝનની 7મી મેચમાં આ કેરેબિયન બોલરે વધુ એક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તેણે લખનૌની ટીમ સામે દીપક હુડાની વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી છે.
IPLની 15મી સીઝનની 7મી મેચ ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSGvsCSK) વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે મેચ શરૂ થઈ હતી. બંને ટીમો પોતાની પ્રથમ મેચ હારી ચૂકી છે. લીગની પ્રથમ મેચમાં જ્યાં ચેન્નાઈને કોલકાતાના હાથે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યાં ચોથી મેચમાં ગુજરાતે લખનૌને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં CSKના બોલર ડ્વેન બ્રાવોએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બ્રાવો ગુરુવારે લખનૌ સામેની મેચમાં IPLમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. બ્રાવોએ IPLની 153 મેચમાં 171 વિકેટ લીધી છે. બીજી તરફ મલિંગાએ 122 મેચમાં 170 વિકેટ ઝડપી છે.

IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર-
ડ્વેન બ્રાવો - 171 વિકેટ
લસિથ મલિંગા - 170 વિકેટ
અમિત મિશ્રા - 166 વિકેટ
પિયુષ ચાવલા - 157 વિકેટ
હરભજન સિંહ - 150 વિકેટ
રવિચંદ્રન અશ્વિન - 145 વિકેટ
સુનીલ નારાયણ - 144 વિકેટ
ભુવનેશ્વર કુમાર - 143 વિકેટ
યુઝવેન્દ્ર ચહલ - 142 વિકેટ
જસપ્રીત બુમરાહ - 130 વિકેટ
ડ્વેન બ્રાવોએ 2008થી અત્યાર સુધી 153 IPL મેચમાં 171 વિકેટ લીધી છે. વળી, મલિંગાના નામે 122 મેચમાં 170 વિકેટ છે. આ સિવાય ભારતીય બોલર અમિત મિશ્રા આ યાદીમાં ત્રીજા નંબર પર છે. તેણે 154 IPL મેચ રમીને કુલ 166 વિકેટ પોતાના નામે નોંધાવી છે. આ વર્ષે તેને મેગા ઓક્શનમાં કોઇ ટીમે ખરીદ્યો નહતો. આ સાથે જ પીયૂષ ચાવલાએ 165 મેચમાં 157 વિકેટ લીધી છે. જ્યારે હરભજન સિંહે 163 મેચ રમીને કુલ 150 વિકેટ પોતાના નામે કરી છે.
Advertisement
Tags :
Advertisement

.

×