CSK VsGT: ચેન્નાઈએ ગુજરાતને ઘર આંગણે હરાવ્યું, અંશુલ કંબોજ-નૂર અહેમદે મચાવી ધૂમ
- ચેન્નાઈએ ગુજરાતને અમદાવાદમાં હરાવ્યું
- અંશુલ કંબોજ-નૂર અહેમદે મચાવી ધૂમ
- ગુજરાતનો સતત બીજો પરાજય
CSK VsGT: આજે IPL 2025 ની 67મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ (CSK VsGT)વચ્ચે રમાઈ હતી. CSK એ આ મેચ 9 બોલ બાકી રહેતા 83 રનથી જીતી લીધી. આ મેચ જીતવાથી CSK ના પ્લેઓફમાં પહોંચવા કે ન પહોંચવા પર કોઈ અસર પડી નહીં, પરંતુ ધોનીના ફેન્સ માટે, આ સીઝનનો અંત આવતાની સાથે જ તેમને ખુશીના ક્ષણો મળ્યા.ગુજરાત ટાઈટન્સની હારને કારણે IPL પોઈન્ટ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી. ગુજરાત ટાઈટન્સની ટીમ પહેલા પણ પોઈન્ટ ટેબલમાં ટોપ પર હતી, પરંતુ હાલમાં પણ 18 પોઈન્ટ સાથે ટીમ નંબર વન પર છે.
ચેન્નાઈએ ગુજરાતને અમદાવાદમાં હરાવ્યું
ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. શુભમન ગિલની ટીમ ગુજરાતના મેદાન પર બોલિંગ કરવા આવી. આયુષ મ્હાત્રે અને કોનવેએ CSK ને શાનદાર શરૂઆત અપાવી. આયુષ મ્હાત્રેએ 17 બોલમાં 34 રન અને કોનવેએ 35 બોલમાં 52 રન બનાવ્યા.
આ પણ વાંચો -CSKvsGT: સીઝનની છેલ્લી મેચમાં MS ધોનીનું મોટું નિવેદન
ગુજરાતના બોલરો ચેન્નાઈની માત્ર 5 વિકેટ લઈ શક્યા
ઉર્વિલ પટેલે 19 બોલમાં ઝડપી 35 રન બનાવ્યા. અંતે, ડેવાલ્ડ બ્રેવિસે વિસ્ફોટક બેટિંગ કરી અને 23 બોલમાં 57 રન બનાવ્યા. આજની મેચમાં, રવિન્દ્ર જાડેજા 18 બોલમાં 21 રન બનાવીને અણનમ પાછો ફર્યો. ફક્ત શિવમ દુબેનું બેટ શાંત રહ્યું, શિવમે 8 બોલમાં 17 રનની ઈનિંગ રમી. આ રીતે CSK એ GT ને 231 રનનો ટાર્ગેટ આપ્યો. જ્યારે ગુજરાતના બોલરો ચેન્નાઈની માત્ર 5 વિકેટ લઈ શક્યા.
આ પણ વાંચો -PBKS vs DC: દિલ્હીએ પંજાબને 6 વિકેટથી હરાવ્યું, સમીર રિઝવીની તોફાની ફિફ્ટી
ગુજરાતનો સતત બીજો પરાજય
જ્યારે ગુજરાતની ટીમ આ વિશાળ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મેદાનમાં આવી ત્યારે ટીમના કેપ્ટન શુભમન ગિલે ત્રીજી ઓવરમાં જ પોતાની વિકેટ ગુમાવી દીધી. ગિલ 9 બોલમાં 13 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. ગુજરાતે ચોથી અને પાંચમી ઓવરમાં 1-1 વિકેટ ગુમાવી દીધી. આ પછી, સાઈ સુદર્શન અને શાહરૂખ ખાને 10 ઓવર સુધી ઈનિંગ્સ સંભાળી અને ટીમનો સ્કોર ફક્ત 3 વિકેટના નુકસાન પર 85 રન સુધી પહોંચાડ્યો.
સાઈ સુદર્શને સૌથી વધુ રન બનાવ્યા
ચેન્નાઈ-ગુજરાત મેચમાં રોમાંચ ત્યારે થયો જ્યારે રવિન્દ્ર જાડેજા 11મી ઓવર નાખવા આવ્યો અને તેને બંને સ્થિર બેટ્સમેનોને આઉટ કર્યા. આ પછી, ગુજરાતની વિકેટ પડવાનો ક્રમ ચાલુ રહ્યો. આજની મેચમાં ટીમ માટે સાઈ સુદર્શને સૌથી વધુ રન બનાવ્યા. સુદર્શને 28 બોલમાં 41 રનની ઈનિંગ રમી. આ ગુજરાતનો સતત બીજો પરાજય છે. અગાઉની મેચમાં પણ ગુજરાતને લખનૌ સામે 33 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.