Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હી કેપિટલ્સમાં ફરી કોરોનાની એન્ટ્રી, ખેલાડીઓ થયા આઈસોલેટ

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચ પહેલા દિલ્હી કેપિટલ્સને ખરાબ સમાચારનો સામનો કરવો પડ્યો છે. ટીમના નેટ બોલરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, ત્યારબાદ નેટ બોલરને ટીમથી અલગ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે તે બોલરના સંપર્કમાં આવેલા ખેલાડીઓને પણ આઈસોલેટ કરવામાં આવ્યા હતા. તો તમામ સુત્રોને જોતા તમામ ખેલાડીઓને પણ હોટલના રૂમમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈà
દિલ્હી કેપિટલ્સમાં ફરી કોરોનાની એન્ટ્રી  ખેલાડીઓ થયા
આઈસોલેટ
Advertisement

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની
મેચ પહેલા દિલ્હી કેપિટલ્સને ખરાબ સમાચારનો સામનો કરવો પડ્યો છે. ટીમના નેટ બોલરનો
કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે
, ત્યારબાદ નેટ
બોલરને ટીમથી અલગ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે તે બોલરના સંપર્કમાં આવેલા
ખેલાડીઓને પણ આઈસોલેટ કરવામાં આવ્યા હતા. તો તમામ સુત્રોને જોતા તમામ ખેલાડીઓને પણ
હોટલના રૂમમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આજે સાંજે દિલ્હી અને
CSK
વચ્ચે મેચ રમવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે સવારે ફરી
એકવાર દિલ્હીના તમામ ખેલાડીઓની ટેસ્ટ કરવામાં આવશે. ટેસ્ટ કર્યા પછી જ આગળનો
નિર્ણય લેવામાં આવશે.


Advertisement

તમને જણાવી દઈએ કે આ બીજી વખત છે જ્યારે કોરોના દિલ્હીના કેમ્પમાં
પ્રવેશ્યો છે. અગાઉ
, ટીમના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ, ઓલરાઉન્ડર મિશેલ માર્શ, કીપર-બેટ્સમેન ટિમ સીફર્ટ
અને ત્રણ સપોર્ટ સ્ટાફ સહિત ટીમના છ સભ્યો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું
હતું
, જેના કારણે પંજાબ અને રાજસ્થાન વચ્ચેની મેચ ફરીથી
શેડ્યૂલ કરવામાં આવી હતી.
હવે લેટેસ્ટ રિપોર્ટના પરિણામના આધારે CSKની
મેચ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે. જણાવી દઈએ કે દિલ્હી અને
CSK વચ્ચેની મેચ Dr DY Patil Sports Academy, Mumbai ખાતે
રમાશે.

Advertisement

Tags :
Advertisement

.

×