Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

CSK vs DC IPL 2026: દિલ્હીના કિલ્લામાં 'સંજૂ'નો સિંહનાદ, ચેન્નાઈની 8 વિકેટે ભવ્ય જીત

IPL 2026 માં (CSK vs DC IPL 2026) ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી છે. સંજૂ સેમસને ૫૨ બોલમાં અણનમ 87* રન અને કાર્તિક શર્મા સાથે 114* રનની ભાગીદારી કરી ટીમને 17.3 ઓવરમાં જ જીત અપાવી હતી. દિલ્હીએ આપેલા 156 રનના લક્ષ્ય સામે નૂર અહમદે ૨ વિકેટ ઝડપી હતી, જ્યારે દિલ્હી માટે પ્લેઓફની રાહ હવે અત્યંત મુશ્કેલ બની છે.
csk vs dc ipl 2026  દિલ્હીના કિલ્લામાં  સંજૂ નો સિંહનાદ  ચેન્નાઈની 8 વિકેટે ભવ્ય જીત
Advertisement
  • ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું!
  • દિલ્હીના 155 રનના સ્કોર સામે ચેન્નાઈએ 17.3 ઓવરમાં મેળવી જીત
  • સંજૂ સેમસનના અણનમ 87 રન, કાર્તિક શર્મા સાથે 114 રનની ભાગીદારી
  • નૂર અહમદની ધારદાર બોલિંગ, 2 મહત્વની વિકેટ ઝડપી
  • સીઝનમાં દિલ્હીની 6 હાર, પ્લેઓફની આશા હવે લગભગ ખતમ
  • ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં ચેન્નાઈ પ્લેઓફ રેસમાં યથાવત

આઈપીએલ ૨૦૨૬ (IPL 2026) ની ૪૮મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK vs DC IPL 2026) દિલ્હી કેપિટલ્સને તેમના જ ઘરેલું મેદાન અરુણ જેટલી સ્ટેડિયમમાં ૮ વિકેટે કારમો પરાજય આપ્યો છે. આ જીત સાથે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની ટીમે પ્લેઓફની રેસમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. આ મેચમાં સંજૂ સેમસન હીરો સાબિત થયો હતો, જેણે વિસ્ફોટક બેટિંગથી દિલ્હીના બોલરોને પાણી પીવડાવ્યું હતું.

દિલ્હીની નબળી બેટિંગ અને ચેન્નાઈની શિસ્તબદ્ધ બોલિંગ

દિલ્હી કેપિટલ્સના (Delhi Capitals) કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ચેન્નાઈના બોલરો સામે દિલ્હીની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 155 રન જ બનાવી શકી હતી. દિલ્હી તરફથી સમીર રિઝવીએ સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. ચેન્નાઈ માટે નૂર અહમદે (Noor Ahmad) શાનદાર બોલિંગ કરી 2 વિકેટ ઝડપી હતી.

Advertisement

Advertisement

સંજૂ સેમસનનું તોફાન

156 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) માત્ર 6 રને આઉટ થયો હતો. પરંતુ ત્યારબાદ સંજૂ સેમસને મેદાન સંભાળ્યું હતું. સંજૂએ માત્ર ૫૨ બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 87* રન ફટકાર્યા હતા. તેને કાર્તિક શર્માનો ઉત્તમ સાથ મળ્યો અને બંનેએ 114* રનની અતૂટ ભાગીદારી કરી ટીમને 17.3 ઓવરમાં જ જીત અપાવી દીધી હતી. જો સંજૂ સેમસન સદી ફટકારવામાં સફળ રહ્યો હોત, તો તે વિરાટ કોહલી (Virat Kohli) અને જોસ બટલર જેવા દિગ્ગજોની હરોળમાં આવી ગયો હોત.

પ્લેઓફનું ગણિત (IPL Playoff Race)

આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સના (Chennai Super Kings) 10 મેચમાં 10 પોઈન્ટ થઈ ગયા છે. બાકીની ૪ મેચોમાં જીત મેળવીને ટીમ 18 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, જે પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે પૂરતા છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ માટે હવે રસ્તો મુશ્કેલ બન્યો છે. 10 મેચમાં 6 હાર સાથે દિલ્હી માટે હવે આગળ વધવા માટે નેટ રન રેટ (Net Run Rate) પર નિર્ભર રહેવું પડશે.

આ પણ વાંચો :  IPL 2026: 'ટેસ્ટ પ્લેયર' ના ટેગને ફગાવી KL Rahul એ મચાવ્યો તરખાટ, રચ્યો નવો ઈતિહાસ

Tags :
Advertisement

.

×