Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PSL Controversy : ડેરિલ મિચેલે બોલરની એક્શન સામે વાંધો ઉઠાવી રમવાની ના પાડી દીધી

પાકિસ્તાન સુપર લીગમાં અત્યારે ક્રિકેટ કરતા વિવાદની ચર્ચાઓ વધુ તેજ બની છે. રાવલપિંડીઝ અને ક્વેટા ગ્લેડીયેટર્સ વચ્ચેની મેચમાં ન્યુઝીલેન્ડના સ્ટાર ખેલાડી ડેરિલ મિચેલનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. શું બોલરની એક્શન ખરેખર નિયમોની વિરુદ્ધ હતી કે પછી આ માત્ર મિચેલની એકાગ્રતા ભંગ કરવાની ચાલ હતી? આ ડ્રામામાં અમ્પાયરે લીધેલો નિર્ણય મિચેલને કેમ પસંદ ન આવ્યો?
psl controversy   ડેરિલ મિચેલે બોલરની એક્શન સામે વાંધો ઉઠાવી રમવાની ના પાડી દીધી
Advertisement
  • PSLમાં રમાયો ડ્રામા: ડેરિલ મિચેલે રમવાની ના પાડી! (Daryl Mitchell PSL Controversy)
  • બોલર ઉસ્માન તારિકની વિવાદાસ્પદ એક્શન સામે ઉઠાવ્યો વાંધો
  • મિચેલ બે વાર ક્રીઝ પરથી હટતા અમ્પાયરે કરવો પડ્યો હસ્તક્ષેપ
  • અમ્પાયરે તારિકની એક્શનને લીગલ ઠેરવી રમત ચાલુ રાખવા આપી સૂચના
  • હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ક્વેટા ગ્લેડીયેટર્સે 61 રનથી જીતી મેચ

Daryl Mitchell PSL Controversy : પાકિસ્તાન સુપર લીગ (PSL) ની 11મી સીઝન અત્યારે તેના રોમાંચક તબક્કે પહોંચી છે, પરંતુ રાવલપિંડીઝ (Rawalpindis) અને ક્વેટા ગ્લેડીયેટર્સ વચ્ચેની 18મી મેચમાં રમત કરતા વિવાદ (Controversy) વધુ ચર્ચામાં રહ્યો હતો. ન્યુઝીલેન્ડના અનુભવી ઓલરાઉન્ડર ડેરિલ મિચેલે (Daryl Mitchell) પાકિસ્તાની બોલર ઉસ્માન તારિકની રહસ્યમય બોલિંગ એક્શન સામે વાંધો ઉઠાવતા મેદાન પર જ મોટો હોબાળો મચાવ્યો હતો.

Daryl Mitchell PSL Controversy : શું હતો સમગ્ર વિવાદ?

ઘટના ત્યારે બની જ્યારે રાવલપિંડીઝની ટીમ 183 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહી હતી. ઇનિંગની ૯મી ઓવર ફેંકવા માટે ક્વેટા તરફથી ઉસ્માન તારિક (Usman Tariq) આવ્યા હતા. તારિકની બોલિંગ શૈલી થોડી અનોખી છે, જેમાં તે બોલ રીલીઝ (Release) કરતા પહેલા થોડો સમય રોકાઈ જાય છે. આ એક્શનથી પરેશાન થઈને ડેરિલ મિચેલ ઓવરની બીજી અને ત્રીજી બોલ વખતે અચાનક ક્રીઝ પરથી હટી ગયા હતા. મિચેલનું માનવું હતું કે બોલર જાણીજોઈને એકાગ્રતા (Concentration) ભંગ કરી રહ્યો છે.

Advertisement

Advertisement

અમ્પાયરનો હસ્તક્ષેપ

મિચેલ વારંવાર હટી જતાં અમ્પાયરોએ રમત રોકીને તેમની સાથે વાતચીત કરવી પડી હતી. મિચેલે દલીલ કરી હતી કે આ એક્શન નિયમ વિરુદ્ધ છે, પરંતુ અમ્પાયરોએ સ્પષ્ટ કર્યું કે તારિકની એક્શન સંપૂર્ણપણે કાયદેસર (Legal Action) છે. અગાઉ ઓસ્ટ્રેલિયન ખેલાડી કેમેરોન ગ્રીને પણ આ એક્શન સામે નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેને હજુ સુધી ગેરકાયદે ઠેરવવામાં આવી નથી. આ વિવાદને કારણે મેચ થોડો સમય અટકી પડી હતી.

મેચનું પરિણામ

વિવાદ બાદ રમત શરૂ થઈ ત્યારે ક્વેટા ગ્લેડીયેટર્સ (Quetta Gladiators) એ મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી હતી. રાવલપિંડીઝની ટીમ દબાણમાં આવી ગઈ અને માત્ર 121 રનમાં ઓલઆઉટ (All Out) થઈ ગઈ હતી. મિચેલે 30 રન બનાવ્યા હતા, પરંતુ ઉસ્માન તારિકે 2 વિકેટ ઝડપીને વિરોધી ટીમના મનોબળને તોડી નાખ્યું હતું. અંતે ક્વેટાએ 61 રનથી મોટી જીત મેળવી પ્લેઓફ (Playoffs) તરફ મજબૂત ડગલું ભર્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : 15 વર્ષના Vaibhav Suryavanshi એ મચાવ્યો તરખાટ, જાણો Virat Kohli એ શું આપી સ્પેશિયલ ગિફ્ટ?

Tags :
Advertisement

.

×