ચિન્નાસ્વામીમાં મિલરનો ‘કિલર’ અવતાર! છેલ્લી ઓવરમાં RCB ના મોઢામાંથી જીત છીનવી
- ચિન્નાસ્વામીમાં દિલ્હી કેપિટલ્સનો વિજયી હુંકાર!
- છેલ્લી ઓવરમાં ડેવિડ મિલરનો પાવર: RCB હારી
- ટ્રિસ્ટન સ્ટબ્સની 60 રનની અણનમ મેચ વિનિંગ ઈનિંગ
- કેએલ રાહુલની શાનદાર અડધી સદી: દિલ્હીની વાપસી
- ફિલિપ સોલ્ટના 63 રન છતાં બેંગલુરુનો પરાજય
Dc Wins Against Rcb : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં શનિવારે રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સ [Delhi Capitals] (DC) એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને તેના જ ઘરઆંગણે 6 વિકેટે પરાજય આપ્યો છે. 176 રનનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ સાથે જ દિલ્હી હવે જીતના પાટા પર પરત ફર્યું છે.
Back to back wins at the Chinnaswamy 💙❤️ pic.twitter.com/8eJd4sp3w7
— Delhi Capitals (@DelhiCapitals) April 18, 2026
ખરાબ શરૂઆત બાદ દિલ્હીનો પલટવાર
લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભુવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) તરખાટ મચાવતા માત્ર 18 રનમાં દિલ્હીની 3 વિકેટ ઝડપી લીધી હતી. જોકે, ત્યારબાદ કેએલ રાહુલ (KL Rahul) અને ટ્રિસ્ટન સ્ટબ્સે મોરચો સંભાળ્યો હતો. રાહુલે 34 બોલમાં 57 રનની શાનદાર ઈનિંગ રમી હતી. અંતિમ ઓવરમાં દિલ્હીને જીતવા માટે 15 રનની જરૂર હતી, ત્યારે ડેવિડ મિલરે [David Miller] (22 રન અણનમ) રોમારિયો શેફર્ડની ઓવરમાં ચોગ્ગા-છગ્ગા ફટકારી જીત અપાવી હતી. સ્ટબ્સ 60 રન બનાવી અણનમ રહ્યો હતો.
ફિલિપ સોલ્ટની ફિફ્ટી એળે ગઈ
આ અગાઉ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા RCB એ 20 ઓવરમાં 8 વિકેટે 175 રન બનાવ્યા હતા. સલામી બેટ્સમેન ફિલિપ સોલ્ટે [Philip Salt] (63 રન) આક્રમક બેટિંગ કરી હતી, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. વિરાટ કોહલી (Virat Kohli) 19 રન અને ટિમ ડેવિડ 26 રન બનાવી આઉટ થયા હતા. દિલ્હી તરફથી કુલદીપ યાદવ અને અક્ષર પટેલે (Axar Patel) 2-2 વિકેટ ઝડપી હતી. હાર સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ને ટૂર્નામેન્ટમાં બીજી હારનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો : Virat Kohli Like: કિંગ કોહલીના 'લાઈક-અનલાઈક' ગેમ પર શું બોલી જર્મન મોડેલ? મચ્યો હંગામો


