ડગઆઉટમાં બેટ ખાતો જોવા મળ્યો ધોની, કારણ જાણી ચોંકી જશો
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) 40 વર્ષના થઈ ગયા છે. પરંતુ, તેની ડેશિંગ બેટિંગ આજે પણ ચાહકોને તેના દિવાના બનાવે છે. દરેક વ્યક્તિને તેના બેટથી હેલિકોપ્ટર શોટ જોવો ગમે છે. તે પોતાની તાકાતના જોરે આજે પણ બોલને સ્ટેડિયમની બહાર લઈ જવાની શક્તિ ધરાવે છે. તેથી જ મહેન્દ્ર સિંહ ધોનીને વિશ્વનો શ્રેષ્ઠ ફિનિશર માનવામાં આવે છે. રવિવારે દિલ્હી વિરુદ્ધ ધોનીનો એક ફોટો ખૂબ વાà
Advertisement
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) 40 વર્ષના થઈ ગયા છે. પરંતુ, તેની ડેશિંગ બેટિંગ આજે પણ ચાહકોને તેના દિવાના બનાવે છે. દરેક વ્યક્તિને તેના બેટથી હેલિકોપ્ટર શોટ જોવો ગમે છે. તે પોતાની તાકાતના જોરે આજે પણ બોલને સ્ટેડિયમની બહાર લઈ જવાની શક્તિ ધરાવે છે. તેથી જ મહેન્દ્ર સિંહ ધોનીને વિશ્વનો શ્રેષ્ઠ ફિનિશર માનવામાં આવે છે.
રવિવારે દિલ્હી વિરુદ્ધ ધોનીનો એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાનું બેટ ચાવતો જોવા મળી રહ્યો છે. તેનો આ ફોટો હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. CSKની ફરીથી કેપ્ટનશીપ સંભાળ્યા બાદ ધોનીના બેટમાં આગ લાગી છે. તેનું ઉદાહરણ IPL 2022 ની 55મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે જોવા મળ્યું હતું, જ્યારે તેણે માત્ર 8 બોલમાં એક ફોર અને બે સિક્સરની મદદથી 21 રનની અણનમ ઇનિંગ રમી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે આ સિઝનની સૌથી મોટી જીત હાંસલ કરી છે. IPLની 55મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈએ આ મેચમાં દિલ્હીની ટીમને પરાજય આપ્યો અને આ મેચ 91 રનના મોટા અંતરથી જીતી લીધી. આ મેચમાં ધોનીએ 8 બોલમાં 21 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને બધાનું દિલ જીતી લીધું હતું. તેની આ ઇનિંગમાં 2 સિક્સ અને 1 ફોર જોવા મળી હતી.
આ મેચ પહેલા ધોનીની એક તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. જેમાં ધોની ફરી એકવાર બેટ ચાવતો જોવા મળ્યો હતો. ભારતીય ટીમના સ્પિનર બોલર અમિત મિશ્રાએ ટ્વિટ કર્યું છે. જવાબ આપતા તેણે પોતાના ટ્વીટમાં લખ્યું કે ધોની તેનું બેટ કેમ ચાવે છે. 'જો તમે વિચારી રહ્યા હોવ કે ધોની વારંવાર તેના બેટને કેમ 'ચાવે' છે. તે આવું બેટમાંથી ટેપ કાઢવા માટે કરે છે કારણ કે તેને પસંદ છે કે તેનું બેટ સ્વચ્છ છે. તમે એમએસના બેટમાંથી એક પણ ટેપ કે દોરો નીકળતા જોયો નહીં હોય.'
ધોનીએ IPL 2022માં ડેથ ઓવરોમાં 70 બોલનો સામનો કર્યો છે, જેમાં તેણે 191.42ની સ્ટ્રાઈક રેટ અને 26.80ની એવરેજથી 134 રન બનાવ્યા છે. આ દરમિયાન માહીએ માત્ર 22 બોલ રમ્યા છે. આ સિઝનમાં અત્યાર સુધી ડેથ ઓવરોમાં તેણે 15 ફોર અને 7 સિક્સર ફટકારી છે. IPL 2022માં ધોનીએ અત્યાર સુધી 11 મેચમાં 32.60ની એવરેજથી 163 રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદી સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, IPLમાં એમએસ ધોનીના નામે ઘણા રેકોર્ડ છે. મહત્વનું છે કે, એમએસ ધોનીએ પણ કેપ્ટન તરીકે T20માં પોતાના 6,000 રન પૂરા કર્યા છે. એમએસ ધોની કેપ્ટન તરીકે T20માં 6,000 રન બનાવનારો બીજો કેપ્ટન બની ગયો છે. આ પહેલા આ સિદ્ધિ RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના નામે હતી. IPLમાં આવું કરનાર તે પ્રથમ બેટ્સમેન છે.
Advertisement


