IPL 2026: ધ્રુવ જુરેલનો ‘સુપરમેન’ અવતાર! વીજળીક ઝડપે કેમરૂન ગ્રીનને કર્યો સ્ટમ્પ આઉટ, જુઓ આશ્ચર્યજનક VIDEO
- Dhruv Jurel Stumping Video : કેમરૂન ગ્રીન જોતો રહી ગયો
- રવિ બિશ્નોઈની સ્પિન જાળમાં ફસાયો KKR નો વિસ્ફોટક બેટ્સમેન
- રાજસ્થાન રોયલ્સ (RR) એ કોલકાતાને આપ્યો 156 રનનો ટાર્ગેટ
- યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ 46 રનની તોફાની પારી રમી
- સોશિયલ મીડિયા પર જુરેલના વીડિયોએ મચાવી ધૂમ: VIDEO વાયરલ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની 19મી સીઝનમાં અત્યારે યુવા ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ (Eden Gardens) મેદાન પર કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં એક એવી ઘટના બની જેણે ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. રાજસ્થાનના યુવા વિકેટકીપર ધ્રુવ જુરેલે (Dhruv Jurel) વિકેટની પાછળથી એવી ચપળતા બતાવી કે બેટ્સમેન કેમરૂન ગ્રીન કંઈ સમજે તે પહેલા જ પેવેલિયન ભેગો થઈ ગયો હતો.
Dhruv Jurel Stumping Video : ગ્રીન પર બિશ્નોઈ અને જુરેલનો ‘વોર’
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી કેમરૂન ગ્રીન (Cameron Green) શાનદાર લયમાં જોવા મળી રહ્યો હતો. તેણે માત્ર 13 બોલમાં 27 રન ફટકારીને પોતાની તોફાની ઈનિંગની શરૂઆત કરી દીધી હતી. રાજસ્થાનના કેપ્ટને મેચની સ્થિતિ પારખીને રવિ બિશ્નોઈને (Ravi Bishnoi) બોલિંગ પર લગાવ્યો હતો. બિશ્નોઈએ ચતુરતા વાપરીને એક બોલ વાઈડ લેન્થ પર નાખ્યો, જેને રમવા માટે ગ્રીન ક્રીઝ છોડીને ઘણો આગળ નીકળી ગયો હતો. બોલ ગ્રીનના બેટને હંફાવીને સીધો વિકેટકીપર જુરેલના હાથમાં ગયો અને પલક ઝપકાવતા જ જુરેલે ગિલ્લીઓ ઉડાવી દીધી હતી. આ સ્ટમ્પિંગ એટલી ઝડપી હતી કે ગ્રીનને પરત ફરવાનો મોકો જ ન મળ્યો.
રાજસ્થાનના યુવાનોનો દબદબો
રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 155 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ટીમની શરૂઆત અત્યંત વિસ્ફોટક રહી હતી. યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Suryavanshi) માત્ર 28 બોલમાં 46 રનની આક્રમક પારી રમી હતી, જ્યારે યશસ્વી જયસ્વાલે (Yashasvi Jaiswal) 39 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. જોકે, અંતિમ ઓવરોમાં કોલકાતાના બોલરોએ વળતો પ્રહાર કરતા રાજસ્થાનને મોટો સ્કોર કરતા અટકાવ્યું હતું. છતાં, જુરેલની આ સ્ટમ્પિંગે મેચમાં રાજસ્થાનનું પલ્લું ભારે કરી દીધું હતું.
આ પણ વાંચો : ક્રિકેટ કે કાળો જાદુ? SRH ફેનના ટોટકા બાદ જ શિવમ દુબે બોલ્ડ થયો, જુઓ VIDEO


