IPL 2025 નું નવું શેડ્યૂલ જાહેર થતા જ ઇંગ્લેન્ડના ખેલાડીઓ મૂંઝવણમાં આવ્યા, જાણો શું થયું
IPL 2025 એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી, જેના કારણે ક્રિકેટ ચાહકોમાં નિરાશા ફેલાઈ હતી. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થતાં જ ટુર્નામેન્ટને ફરી શરૂ કરવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
Advertisement
- IPL 2025 નું નવું શેડ્યૂલ જાહેર
- યુદ્ધવિરામ બાદ IPL ફરી શરૂ થશે
- ઇંગ્લેન્ડના ખેલાડીઓ મુશ્કેલીમાં
- IPL પ્લેઓફ સામે ઇંગ્લેન્ડની ODI શ્રેણી
- IPL અને રાષ્ટ્રીય ફરજ વચ્ચે ખેલાડીઓને લેવો પડશે નિર્ણય
- IPL 2025: હવે શું કરશે ફિલ સોલ્ટ અને બટલર?
IPL 2025 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી, જેના કારણે ક્રિકેટ ચાહકોમાં નિરાશા ફેલાઈ હતી. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થતાં જ ટુર્નામેન્ટને ફરી શરૂ કરવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ તકનો લાભ લઈને 12 મે, 2025ના રોજ મોડી રાત્રે IPL 2025ની બાકીની મેચોનું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ નવા શેડ્યૂલે ટુર્નામેન્ટના ચાહકોમાં ઉત્સાહ જગાવ્યો છે, પરંતુ ઇંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ માટે આ નિર્ણયે નવી મૂંઝવણ ઊભી કરી. હવે તેમને ક્લબ અને દેશ વચ્ચે પસંદગી કરવાનો મુશ્કેલ નિર્ણય લેવો પડશે.

