Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

GT vs CSK : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતનો એકતરફી શો! ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રને હરાવ્યું

GT vs CSK : અમદાવાદના Narendra Modi Stadium ખાતે રમાયેલી IPL મેચમાં Gujarat Titans એ Chennai Super Kings ને 89 રને હરાવ્યું હતું. Sai Sudharsan ના 84 અને Shubman Gill ના 64 રનની મદદથી ગુજરાતે 229 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈની ટીમ માત્ર 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
gt vs csk   નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતનો એકતરફી શો  ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રને હરાવ્યું
Advertisement
  • GT vs CSK : ગુજરાત ટાઇટન્સનો ધમાકેદાર વિજય
  • ગુજરત ટાઇટન્સની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રને હરાવ્યું
  • ગુજરાત ટાઇટન્સનો તોફાની વિજય, ચેન્નાઈ 140માં સમેટાઈ

GT vs CSK : અમદાવાદના Narendra Modi Stadium ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) ની 19મી સીઝનની 66મી લીગ મેચમાં Gujarat Titans એ શાનદાર પ્રદર્શન કરીને Chennai Super Kings ને 89 રને હરાવ્યું હતું. મેચ દરમિયાન ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન અને બોલર બંનેએ જબરદસ્ત રમત દેખાડી હતી, જેના કારણે ચેન્નાઈની ટીમ સંપૂર્ણપણે દબાણમાં જોવા મળી હતી.

ટોસ જીતી ચેન્નાઈએ બોલિંગ પસંદ કરી

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન Ruturaj Gaikwad એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ નિર્ણય ગુજરાત ટાઇટન્સ માટે ફાયદાકારક સાબિત થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો.

Advertisement

શુભમન ગિલ અને સાઈ સુદર્શનની ધમાકેદાર ભાગીદારી

ગુજરાત ટાઇટન્સને કેપ્ટન Shubman Gill અને Sai Sudharsan એ મજબૂત શરૂઆત અપાવી હતી. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી નોંધાવી હતી. શુભમન ગિલે આક્રમક બેટિંગ કરતા 64 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા Jos Buttler એ પણ સાઈ સુદર્શન સાથે ઝડપી રન બનાવતા ટીમનો રન રેટ સતત ઊંચો રાખ્યો હતો. સાઈ સુદર્શન આ મેચમાં ગુજરાત માટે સૌથી સફળ બેટ્સમેન રહ્યો હતો. તેણે માત્ર 53 બોલમાં 84 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે જોસ બટલર 57 રન બનાવીને અંત સુધી અણનમ રહ્યો હતો. ચેન્નાઈ તરફથી અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી અને સ્પેન્સર જોહ્ન્સને 1-1 વિકેટ ઝડપી હતી.

Advertisement

Subhman Gill and Sai Sudharsan, GT vs CSK, Gujarat First

ચેન્નાઈ સુપર કિંગ્સની ખરાબ શરૂઆત - GT vs CSK

230 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી હતી. ઇનિંગના પહેલા જ બોલ પર Sanju Samson આઉટ થતા ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ માત્ર 29 રનના સ્કોર સુધીમાં ચેન્નાઈએ પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. શરૂઆતમાં જ મોટા ઝટકા મળતા ચેન્નાઈ માટે મેચમાં વાપસી કરવી મુશ્કેલ બની ગઈ હતી.

શિવમ દુબેનો સંઘર્ષ પણ ન આવ્યો કામ

ચેન્નાઈ તરફથી Shivam Dube એ ઝડપી બેટિંગ કરીને ટીમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે માત્ર 17 બોલમાં 47 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જોકે, તેની વિકેટ પડતાં જ ચેન્નાઈની જીતની આશા પણ લગભગ સમાપ્ત થઈ ગઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સની આખી ટીમ માત્ર 13.4 ઓવરમાં 140 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

ગુજરાતના બોલરોનો જબરદસ્ત પ્રભાવ

ગુજરાત ટાઇટન્સના બોલરોએ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. Kagiso Rabada, Mohammed Siraj અને Rashid Khan એ 3-3 વિકેટ ઝડપી ચેન્નાઈના બેટિંગ ક્રમને સંપૂર્ણપણે ધરાશાયી કરી દીધો હતો. ગુજરાત ટાઇટન્સે આ જીત સાથે IPL 2026 માં પોતાની મજબૂત સ્થિતિ વધુ મજબૂત બનાવી છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ હાર મોટો ઝટકો સાબિત થઈ છે.

GT vs CSK IPL 2026, Gujarat Titans vs Chennai Super Kings, GT Won Match, Gujarat First

આ પણ વાંચો : GT vs CSK : ગુજરાત ટાઈટન્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેનો ઘૂંટણીએ!

Tags :
Advertisement

.

×