GT Vs LSG: લખનૌએ ગુજરાતને હરાવ્યું, વિલિયમ ઓ'રોર્કે બોલિંગ મચાવી ધૂમ
- લખનૌએ ગુજરાતને હરાવ્યું
- વિલિયમ ઓ'રોર્કે બોલિંગ મચાવી ધૂમ
- ગુજરાતનું નિરાશાજનક પ્રદર્શન
IPL 2025: ગુજરાત ટાઇટન્સ ભલે IPL પોઈન્ટ ટેબલમાં ટોચ પર હોય પરંતુ લખનૌ સુપરજાયન્ટ્સ (GT Vs LSG)સામે તેનો પરાજય થયો. લખનૌએ પ્રથમ બેટિંગ કરીને 235 રન બનાવ્યા અને ગુજરાતની ટીમ આ લક્ષ્યાંકથી ઘણી પાછળ રહી ગઈ. લખનૌએ આ મેચ 33 રનથી જીતી લીધી. ગુજરાતની ટીમ 20 ઓવરમાં 202 રન બનાવી શકી. ગુજરાત તરફથી શાહરૂખ ખાને 29 બોલમાં 57 રન બનાવ્યા. શેરફેન રૂધરફોર્ડે 38 રન અને બટલરે 33 રન બનાવ્યા. ગિલે 35 રન બનાવ્યા હતા.
ગુજરાત ટાઈટન્સની સારી શરુઆત
ગુજરાત ટાઈટન્સને 236 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેના જવાબમાં તેમને ખૂબ જ સારી શરૂઆત મળી હતી. શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે 46 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી, પરંતુ સાઈ સુદર્શન 21 રન બનાવ્યા બાદ પાંચમી ઓવરમાં આઉટ થઈ ગયો હતો.શુભમન ગિલ પણ સારા ફોર્મમાં છે, જેને જોસ બટલર સાથે 39 રન ઉમેર્યા હતા. બટલર 33 રન બનાવીને આઉટ થયો હતો અને તેના પછી માત્ર 11 રન બનાવીને શુભમન ગિલ પણ 20 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. ગુજરાતે 96 રનના સ્કોર પર ૩ વિકેટ ગુમાવી દીધી.
Sweet, sweet victory 🥹 pic.twitter.com/HYl5glTzFH
— Lucknow Super Giants (@LucknowIPL) May 22, 2025
આ પણ વાંચો-BCCI એ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે શેડ્યૂલ અને ટીમની જાહેરાત, વૈભવ અને આયુષને મળી ટીમમાં જગ્યા
શેરફન રધરફર્ડ અને શાહરૂખ ખાન ધમાકેદાર પાર્ટનરશિપ
શેરફન રધરફર્ડ અને શાહરૂખ ખાન વચ્ચે 86 રનની પાર્ટનરશિપ થઈ, જેના કારણે ગુજરાત મેચમાં જીત તરફ આગળ વધવા લાગ્યું. જ્યારે રધરફર્ડ 38 રન બનાવીને આઉટ થયો ત્યારે ગુજરાત માટે વિજય આસાન દેખાઈ રહ્યો હતો. આ સમય સુધીમાં ગુજરાતને 23 બોલમાં 54 રનની જરૂર હતી. એક સમયે ગુજરાતે 3 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા, પરંતુ વિકેટોનું પતન એવી રીતે શરૂ થયું કે જીટીની આગામી 6 વિકેટ 20 રનની અંદર પડી ગઈ.
આ પણ વાંચો-MI vs DC : પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ સામે 59 રને જીત
LSG દ્વારા મજબૂત બોલિંગ
લખનૌ સુપર જાયન્ટ્સના બોલરોએ મિચેલ માર્શની સદી અને નિકોલસ પૂરનની 56 રનની તોફાની ઈનિંગ્સને વ્યર્થ જવા દીધી નહીં. વિલિયમ ઓ'રોર્કે સૌથી વધુ 3 વિકેટ અને આવેશ ખાને 2 વિકેટ લીધી. આયુષ બદોનીએ 2 વિકેટ લીધી જ્યારે આકાશ સિંહ અને શાહબાઝ અહેમદે એક-એક વિકેટ લીધી. ખાસ કરીને ડેથ ઓવરોમાં, લખનૌના બોલરોએ ધૂમ મચાવી.