Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Tilak Varma ની તોફાની સદી! Mumbai એ ગુજરાત સામે ખડક્યો રનનો પહાડ, શું ગીલની સેના કરી શકશે ચેઝ?

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી GT vs MI IPL Match 2026 માં મુંબઈ ઈન્ડિયન્સે તિલક વર્માની તોફાની સદી (૧૦૧ રન)ની મદદથી ૧૯૯ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ૨૦૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈના બોલરોએ વળતો પ્રહાર કર્યો હતો. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે બંને ટીમો વચ્ચે અત્યંત રોમાંચક જંગ જોવા મળ્યો હતો.
tilak varma ની તોફાની સદી   mumbai એ ગુજરાત સામે ખડક્યો રનનો પહાડ  શું ગીલની સેના કરી શકશે ચેઝ
Advertisement
  • અમદાવાદમાં તિલક વર્માનું તોફાન: 101 રન!
  • IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સનો 199 રનનો તોતિંગ સ્કોર
  • Tilak Varma એ માત્ર 45 બોલમાં ફટકારી સદી
  • Gujarat Titansને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ
  • પ્રસિધ કૃષ્ણાએ 4 ઓવરમાં આપ્યા 54 રન, રબાડા રહ્યા મોંઘા
  • પ્લેઓફ તરફ કદમ વધારવા ગુજરાતને મજબૂત બેટિંગની જરૂર

આઈપીએલ 2026 (IPL 2026) ની 30મી મેચમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોએ આ નિર્ણયને ખોટો સાબિત કરતા નિર્ધારિત 20 overs માં 5 વિકેટે 199 રનનો મજબૂત સ્કોર ખડકી દીધો હતો. હવે ગુજરાતને જીતવા માટે 200 રન (GT vs MI IPL Match 2026) ની જરૂર છે.

Advertisement

GT vs MI IPL Match 2026: તિલક વર્માની આક્રમક સદી

મુંબઈ તરફથી યુવા બેટ્સમેન તિલક વર્માએ મેદાનના ચારેય ખૂણે ફટકાબાજી કરી હતી. તેણે માત્ર 45 balls માં 101 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 8 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ પણ અંતિમ ઓવરોમાં ઉપયોગી રન જોડ્યા હતા. ગુજરાતના બોલરો આજે થોડા લય વગરના જણાયા હતા, જેમાં પ્રસિધ કૃષ્ણાએ 4 ઓવરમાં 54 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. કગિસો રબાડા (Kagiso Rabada) એ રન રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તિલકની બેટિંગ સામે તે ફિક્કો પડ્યો હતો.

Advertisement

ગુજરાતની રન ચેઝ અને રેકોર્ડ

ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અત્યારે પોઈન્ટ્સ ટેબલમાં મજબૂત સ્થિતિમાં છે અને સતત ત્રણ જીત સાથે મેદાનમાં ઉતરી છે. ઘર આંગણે મુંબઈ સામે ગુજરાતનો 100% વિજયી રેકોર્ડ રહ્યો છે. 200 રનના ટાર્ગેટને આંબવા માટે હવે સાઈ સુધર્સન (Sai Sudharsan) અને જોસ બટલર પર મોટી જવાબદારી રહેશે. સ્ટેડિયમમાં હાજર લાખો ગુજરાતી ફેન્સ પોતાની ટીમને સપોર્ટ કરવા ઉમટી પડ્યા છે. શું ગુજરાત પોતાની વિજયી કૂચ જારી રાખશે કે મુંબઈના બોલરો જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ની આગેવાનીમાં બાજી પલટાવશે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો : જીતના જશ્નમાં Arshdeep Singh થયો બેકાબૂ ! Preity Zinta ને ગળે લગાવીને મેદાન પર જ કરવા લાગ્યો ડાન્સ!

Tags :
Advertisement

.

×