Hardik Pandya MI Left : હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ છોડશે! સિનિયર ખેલાડીઓ પર લગાવ્યા ચોંકાવનારા આરોપ!
Hardik Pandya MI Left : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન અત્યંત શરમજનક રહ્યું છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની કપ્તાની હેઠળ ટીમ પોઈન્ટ ટેબલમાં ૯મા સ્થાને રહીને બહાર ફેંકાઈ ગઈ હતી. હવે આ ખરાબ પ્રદર્શન વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો મુજબ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ [Mumbai Indians] છોડવાનો આખરી નિર્ણય કરી લીધો છે. ફ્રેન્ચાઈઝી સાથે પરસ્પર સહમતિ સાધીને તેણે ટૂર્નામેન્ટની અધવચ્ચે જ મેનેજમેન્ટને આ અંગે જાણ કરી દીધી હતી, જેને પગલે ફેન્સ આશ્ચર્યમાં મુકાયા છે.
Hardik Pandya MI Left : સિનિયર પ્લેયર્સના વલણથી હાર્દિક થયો માનસિક પરેશાન
પીટીઆઈ (PTI) ના અહેવાલ અનુસાર, હાર્દિક પંડ્યા ટીમમાં રહેલા કેટલાક સિનિયર ખેલાડીઓના પ્રદર્શન અને કમિટમેન્ટથી અત્યંત નારાજ હતો. જ્યારે આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયા (Team India) માટે ટી20 રમે છે, ત્યારે તેમનું 100% સમર્પણ જોવા મળે છે. પરંતુ જ્યારે હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો, ત્યારે આ દિગ્ગજોએ મેદાન પર પૂરી તાકાત લગાવી ન હતી. આ આંતરિક ખેંચતાણ અને સતત ટ્રોલિંગના કારણે હાર્દિક પંડ્યા માનસિક રીતે થાકી ગયો હતો, જેના કારણે તેણે કેપ્ટનશીપ [Captaincy] અને ફ્રેન્ચાઈઝી બંનેને અલવિદા કહેવાનું નક્કી કર્યું છે.
રોહિત શર્મા અને સૂર્યા તરફ ઈશારો?
જો કે સત્તાવાર અહેવાલોમાં કોઈ ખેલાડીનું નામ લેવામાં આવ્યું નથી, પરંતુ હાર્દિક અગાઉ રોહિત શર્મા (Rohit Sharma) અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ની કપ્તાની હેઠળ રમી ચૂક્યો છે. આ સંજોગોમાં ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા છે કે હાર્દિક આ બંને દિગ્ગજોના સપોર્ટ અને પર્ફોર્મન્સથી નારાજ હતો. આઈપીએલ 2026 માં મુંબઈ ઈન્ડિયન્સે 14 મેચમાંથી માત્ર 4 માં જીત મેળવી હતી અને 10 મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : Asian Games 2026 માટે ટીમ ઈન્ડિયાનું એલાન! સૂર્યકુમાર આઉટ, IPL ના આ વિસ્ફોટક ખેલાડીની થઈ સરપ્રાઈઝ એન્ટ્રી!


